Western Times News

Gujarati News

માતા-પિતાની સંપત્તિ મામલે હત્યા કરનારા દીકરાની ધરપકડ

મુઝફ્ફરનગર, સંપત્તિને લઈને પરિવારના સભ્યો વચ્ચે ઘણીવાર ઝઘડા થતાં હોય છે અને વાત છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચતી હોય છે. પરંતુ યુપીના મુઝફ્ફરનગરમાં આવેલા બદામપુર ગામમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક બેરોજગાર દીકરાએ પોતાને સંપત્તિ આપવાનો ઈનકાર કરનારા ઘરડા માતા-પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

શનિવારે ઈગ્લાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આ ગામની એક ઝૂંપડીમાંથી ૮૦ અને ૭૦ વર્ષીય વૃદ્ધ દંપતીની લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોએ આ વિશે જાણ કરતાં પોલીસ તરત જ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. Arrest of son who killed parents for property

દંપતીના શરીર અને ગળાના ભાગ પર ઈજાના નિશાન જાેવા મળ્યા હોવાનું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. સમગ્ર કેસની વાત કરીએ તો, ખેડૂત રામજી લાલ પાસે ૨૦ વીઘા ખેતીની જમીન હતી અને તેઓ તેમની પત્ની દેવી સાથે ઝૂંપડીમાં રહેતા હતા.

આ દંપતીને ત્રણ દીકરા છે, જેઓ પણ આ જ ગામમાં રહે છે. શનિવારે સવારે દંપતીની પૌત્રીએ ઝૂંપડીમાં મૃતદેહ જાેયો હતો અને આ વિશે પરિવારના સભ્યોને જાણ કરી હતી. પોલીસે બંને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી અને તપાસ શરૂ કરી હતી.

પોલીસે સોમવારે દંપતીના દીકરા ધીરેન્દ્ર કુમારની (૪૩) ધરપકડ કરી હતી, જે બે બાળકોનો પિતા છે અને બેરોજગાર છે. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે, દંપતી તેમના દીકરાને મિલકત આપવા માગતા નહોતા અને આ કારણે મૃતક પિતા અને દીકરા ધીરેન્દ્ર વચ્ચે ઘણીવાર દલીલો થતી હતી. સંપત્તિ ના આપનારા પિતા પર ધીરેન્દ્રને પહેલાથી દ્વેષ હતો અને તેમનું કાસળ કાઢવાનું નક્કી કર્યું હતું.

શુક્રવારે રાતે જ્યારે તે તેના પિતાને મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે અવાજના કારણે પાસે જ ઊંઘેલી તેની માતા જાગી ગઈ હતી. પોતે ફસાઈ જશે તેવા ડરથી તેણે તેમને પણ હત્યા કરી હતી, તેમ ડેપ્યુટી સુપ્રીટેન્ડેન્ટ રાજીવ દ્વિવેદીએ જણાવ્યું હતું.

મૃતક દંપતીના પરિવારના સભ્ય દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે આરોપી દીકરા સામે આઈપીની કલમ ૩૦૨ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને હાલ તે જેલમાં છે તેમ ડીએસપીએ જણાવ્યું હતું. જે ઉંમરમાં માતા-પિતા દીકરા પાસેથી સેવાની અપેક્ષા રાખતા હોય તે ઉંમરમાં દીકરાએ ઠંડા કલેજે તેમની હત્યા કરી નાખતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.