Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પાક.માં નવરાત્રીની આરતીમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

કરાચી, ભારત અને પાકિસ્તાન વર્ષ ૧૯૪૭માં અલગ થઈ બે દેશ બન્યા. દેશના ભાગલા તો થઈ ગયા, પરંતુ કેટલીક વસ્તુઓની વહેંચણી ન થઈ શકી. આવી જ એક પવિત્ર જગ્યા છે બલુચિસ્તાનમાં સ્થિત હિંગળાજ માતાનું મંદિર, જે લાસ બેલા ટાઉનમાં છે. Hinglaj Mata Mandir Pakistan Balochistan

હિંગળાજ મંદિર એ જગ્યા છે, જેના વિશે કહેવાય છે કે, અહીં પર માતા સતીના શરીરનો ૫૧મો ભાગ પડ્યો હતો. દર વર્ષે અહીં એપ્રિલમાં લાખો લોકો દર્શન કરવા આવે છે.એ પહેલા નવરાત્રીના પ્રસંગે અહીં શ્રદ્ધાળુઓની ભીડ જાેવા મળે છે. આ વખતે પણ નવરાત્રીમાં મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચ્યા.

નવરાત્રીએ રોજ થતી આરતીમાં હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે છે. હિંગળાજ શક્તિપીઠ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં છે. આ મંદિર સુધી જવું ઘણું પકડારજનક છે, પરંતુ દરેક મુશ્કેલીઓ પાર કરીને ભક્તો અહીં પહોંચી જ જાય છે. કહેવાય છે કે, હિંગળાજ મંદિરની યાત્રા ભારતના કાશ્મીરમાં આવેલા અમરનાથ મંદિરની યાત્રા કરતા પણ મુશ્કેલ છે.

મંદિર સુધી પહોંચા માટે ૧૦૦૦ ફૂટ ઊંચા પહાડો પરથી પસાર થવું પડે છે. આ પહાડ હકીકતમાં તદ્દન રણ જેવા છે. અહીં ગાઢ જંગલ છે અને દરેક સેકન્ડે જંગલી પ્રાણીઓના હુમલાનો ડર રહે છે. તે ઉપરાંત બલુચિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠનનો પણ મોટો ખતરો છે.

હિંગળાજ મંદિરને બલુચિસ્તાનમાં રહેતા મુસ્લિમો પણ ઘણા સન્માનની નજરે જુએ છે. ગત વર્ષે જાન્યુઆરીમાં આ મંદિર પર આતંકવાદી હુમલો થયો હતો. ૨૨ મહિનામાં મંદિર પર થયેલો આ ૧૧મો આતંકવાદી હુમલો હતો. એ સમયે આતંકવાદીઓએ મંદિરમાં ચાલી રહેલા નિર્માણ કાર્યને રોકવા માટે હુમલો કર્યો હતો. હિંગળાજ મંદિરને નાની મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ મંદિર હિંદુ ધર્મ માટે પાવન ૫૧ શક્તિપીઠોમાંથી એક છે. લોકો તો તેને બલુચિસ્તાનનું વૈષ્ણોદેવી ધામ પણ કહે છે. હિંગળાજ મંદિર, હિંગોલ નદીના કિનારે સ્થિત છે. એપ્રિલ મહિનામાં મંદિરમાં લગભગ ૫૦ લાખ શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે.

શાસ્ત્રો મુજબ, માતા સતીએ પોતાને એક હવનકુંડમાં સળગાવી દીધા હતા. તેઓ તેમના પિતા દ્વારા પોતાના પતિનું કરાયેલું અપમાન સહન કરી શક્યા ન હતા.

દુઃખમાં ભગવાન શિવ, માતા સતીના શરીરને લઈને ઘણા દિવસો સુધી ચાલતા રહ્યા. તે પછી ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રનો પ્રયોગ કરી માતા સતીના શરીરના ટુકડા કરી દીધા હતા.

આ ટુકડા અલગ-અલગ સ્થળોએ જઈને પડ્યા હતા, જે સ્થળો બાદમાં શક્તિપીઠના નામથી ઓળખાવા લાગ્યા. કહેવાય છે કે, શરીરનો પહેલો ટુકડો તેમનું માથું હતું, જે કિરતહાર પહાડ પર પડ્યું અને તેને જ હિંગળાજ તરીકે ઓળખવામાં આવે છે.

કહેવાય છે કે, રાવણનો વધ કર્યા પછી ભગવાન રામ આ મંદિરે દર્શન કરવા આવ્યા હતા. દર વર્ષે અહીં શ્રદ્ધાળુઓ તરફથી ભંડારા અને ફળાહારનું આયોજન કરવામાં આવે છે. એપ્રિલમાં થતી હિંગળાજ યાત્રામાં પણ લાખો ભક્તો ભાગ લે છે. જે સમયે નવરાત્રી હોય ત્યારે અહીં સિંધી સમુદાય મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. મુસ્લિમો આ મંદિરને ‘નાનીની હજ’ તરીકે ઓળખે છે. મંદિર એક ગુફામાં આવેલું છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers