Western Times News

Gujarati News

હાર્દિક પંડ્યાની ટીમ સામે ધોનીનો રેકોર્ડ ખરાબ?

નવી દિલ્હી, Gujarati cricketer Hardik Pandya captain તરીકે બીજી IPL રમવા માટે તૈયાર છે. તેની કેપ્ટન્સી હેઠળ ગુજરાત ટાઇટન્સે પ્રથમ સિઝનમાં જ ટ્રોફી મેળવી લીધી હતી. IPL ૨૦૨૨માં ગુજરાત ટાઈટન્સે શાનદાર પ્રદર્શન કરીને ખિતાબ કબજે કર્યો હતો.GT vs CSK IPL 2023 AHMEDABAD

આ સિઝનમાં પણ ટીમ શાનદાર પ્રદર્શન જાળવી રાખવા માંગશે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં IPL ૨૦૨૩ ની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને એમએસ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવાની છે.

CSKએ રેકોર્ડ ૪ વખત ખિતાબ જીત્યો છે, પરંતુ ગુજરાત ટાઇટન્સ સામે આ ટીમનો રેકોર્ડ કંઈ ખાસ રહ્યો નથી. ગત સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ ૯મા નંબરે રહી હતી. અત્યાર સુધી IPLમાં ગુજરાત અને CSK વચ્ચે ૨ મેચ રમાઈ શકી છે અને હાર્દિક પંડ્યાની ટીમ બંનેમાં જીત મેળવવામાં સફળ રહી છે. બંને વચ્ચેની પ્રથમ મેચમાં ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા ૫ વિકેટે ૧૬૯ રન બનાવ્યા હતા.

આ મેચમાં ઓપનર ઋતુરાજ ગાયકવાડે ૭૩ રનની શાનદાર ઇનિંગ રમી હતી. પણ તેમ છતાં ટીમ હારી ગઈ હતી. આ મેચમાં જવાબમાં ગુજરાત ટાઇટન્સે ૧૯.૫ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

દક્ષિણ આફ્રિકાન ધુંઆધાર બેટ્‌સમેન ડેવિડ મિલર ૫૧ બોલમાં ૯૪ રન બનાવીને અણનમ રહ્યો હતો. ગુજરાતને છેલ્લી ઓવરમાં ૧૩ રન કરવાના હતા. પણ આખરે મિલરે ક્રિસ જાેર્ડનની બોલિંગમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારીને જીત અપાવી હતી. બીજી મેચમાં ગુજરાતે એકતરફી મેચમાં CSKને ૭ વિકેટે હરાવ્યું હતુ. મેચમાં ચેન્નઈની ટીમ પ્રથમ બેટિંગ કરતાં ૧૩૩ રન જ બનાવી શકી હતી.

આ મેચમાં પણ ઓપનર ઋતુરાજે ફરી એકવાર ૫૩ રન બનાવ્યા. જવાબમાં ગુજરાતે રિદ્ધિમાન સાહાના અણનમ ૬૭ રનની મદદથી ૩ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને બીજી જીત મેળવી હતી. હાર્દિક પંડ્યા સિવાય પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની સામે બીજાે મોટો પડકાર રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો છે.

આઈપીએલમાં બંને વચ્ચે અત્યાર સુધી ૩૪ મેચ રમાઈ છે જેમાં CSKની ટીમ માત્ર ૧૪ મેચ જીતવામાં સફળ રહી છે. બીજી તરફ મુંબઈની ટીમ અત્યાર સુધીમાં માત્ર ૨૦ મેચ જીતવામાં સફળ રહી છે. એટ્‌લે કે સૌથી મોટો પડકાર ચેન્નઈ માટે મુંબઈ ઈન્ડિયન્સની ટિમ રહી છે. જાેવાનું એ રહેશે કે આ વખતે આ ત્રણ જાયન્ટસમાથી કોણ બાજી મારી જાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.