Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કરીના કપૂરએ મોટા દીકરા તૈમૂરને ગણાવ્યો સમજદાર

મુંબઈ, Kareena Kapoor હાલ તેના પોડકાસ્ટ What Women Wantમાં વ્યસ્ત છે, જેના લેટેસ્ટ એપિસોડની મહેમાન શેફાલી શાહ બની હતી. બંને એક્ટ્રેસ બે દીકરાની મમ્મી છે ત્યારે તેમણે આ મુદ્દા પર વાતચીત કરી હતી. એકદમ અલગ જ પ્રકારના રોલ કરવા માટે જાણીતી શેફાલીએ ફૂટબોલની ટ્રેનિંગ માટે તેના બાળકો વિદેશ જતાં રહેતા તે કેવી રીતે પેરાનોઈડ મા બની ગઈ છે તે વિશે જણાવ્યું હતું. Kareena Kapoor Kids

આ સાથે તેણે ખુલાસો કર્યો હતો કે, આજે પણ જ્યારે કોઈ વિદેશમાં ભણતા તેના દીકરાના રૂમમાં લાઈટ શરૂ ન કરે તો તે અપસેટ થઈ જાય છે.

બેબોએ પણ બે દીકરાની મા બનવાના તેના અનુભવને વર્ણવ્યો હતો. કરીના કપૂરનો નાનો દીકરો જેહ થોડો તોફાની છે તેની સાબિતી ઘણીવાર જાેવા મળી છે. ત્યારે તેણે કહ્યું હતું કે, તે મોટાભાઈ તૈમૂર પાસેથી વસ્તુઓ આંચકી લે છે. જેના કારણે બંને વચ્ચે લડાઈ થાય છે.

જાે કે, બેબો તરત જ દોડી જાય છે અને સમસ્યાનું સમાધાન લાવે છે. આ સાથે તેણે કહ્યું હતું કે, તૈમૂર ખરેખર સમજદાર અને પ્રેમાળ ભાઈ છે અને તે જેહને જે જાેઈએ તે બધું આપી દે છે.

‘દયાળુ બનવા માટે હું ઘણીવાર તૈમૂરનો આભાર માનું છું. ત્યારે તે કહે છે કે, ‘તે બધું બરાબર છે, તે મારો નાનો ભાઈ છે’. હું ઈચ્છું જેમ હું અને મારી બહેન કરિશ્મા મિત્રો તરીકે મોટા થયા તેમ તૈમૂર અને જેહ પણ હંમેશા મિત્રો જ બની રહે. બીજી તરફ શેફાલી શાહે કહ્યું હતું કે, તેના બંને દીકરા મોટા થયા ત્યાં સુધી એકબીજાને નફરત કરતાં હતા. ‘મારો મોટો દીકરી આર્યમન ઈચ્છતો હતો કે હું મૌર્યને છોડી દઉ.

આ એવું હતું કે જાે તમે કંઈક જે ચાલે તેવુ ઈચ્છતા હો તો શ્વાસ પાળો આ તેના જેવું છે’. આ સાથે તેણે ઉમેર્યું હતું કે, તે તેના બંને દીકરાને પોતાનાથી દૂર કરવા માગતી હતી પરંતુ કોઈ લેવા માટે તૈયાર નહોતું.

તેની આ વાત સાંભળી કરીના હસી પડી હતી અને કહ્યું હતું કે, મોટા થયા બાદ બાળકોનું એકબીજા સાથેનું બોન્ડિંગ વધી જાય છે અને પછી તો તેના મામલામાં માતા-પિતા પણ સામેલ ન થાય તેમ તેઓ ઈચ્છતા હોય છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર પાસે સુજાેય ઘોષની ‘ધ સસ્પેક્ટ ઓફ ડિવોશન એક્સ’, રિયા કપૂરની ‘ધ ક્રૂ’ અને હંસલ મહેતાની અનટાઈટલ્ડ ફિલ્મ છે.

છેલ્લે તે આમિર ખાન સાથે ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જાેવા મળી હતી, જે બોક્સઓફિસ પર ફ્લોપ રહી હતી. બીજી તરફ, શેફાલી શાહ છેલ્લે ફિલ્મ ‘ડોક્ટર જી’માં જાેવા મળી હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers