Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પાકિસ્તાનમાં ગોળી મારીને હિન્દુ ડૉક્ટરની હત્યા કરાઈ

(એજન્સી)ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં એક હિન્દુ ડોક્ટરની હત્યાનો મામલો સામે આવ્યો છે. છેલ્લા એક મહિનામાં આ સતત બીજી હત્યા છે, જેને એક ધર્મ વિશેષને નિશાન બનાવીને અંજામ આપવામાં આવ્યો છે.

જાણકારી અનુસાર કરાચી મ્યુનિસિપલ કોર્પોરેશનના રિટાયર્ડ ડોક્ટર બીરબલ ગેનાનીની લયારી એક્સપ્રેસ વે પર ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે.ડોક્ટરના સહયોગી ડોક્ટર કુરત ઉલ એન આ હુમલામાં ઈજાગ્રસ્ત થયા છે. સીસીટીવીમાં ડોક્ટરની કાર જાેવા મળી છે Renowned Hindu doctor, opthalmologist Dr. Birbal Genani gunned down: Karachi, Pakistan

જેમાં જાેઈ શકાય છે કે બંને કારમાં ક્યાંક જઈ રહ્યા છે. સીસીટીવી ફૂટેજ જાેઈને એ વાતની શંકા વ્યક્ત કરાઈ રહી છે કે જાણીજાેઈને ડોક્ટરને તેમના ધર્મના કારણે નિશાન બનાવવામાં આવ્યા છે. કરાચી મ્યુનિસિપલ કોર્પોરેશનના રિટાયર્ડ ડાયરેક્ટર ડોક્ટર બીરબલ ગેનાની આંખ રોગના નિષ્ણાત હતા. અગાઉ પણ આ મહિનામાં જ આ પ્રકારની હત્યાનો મામલો સામે આવી ચૂક્યો છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers