Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કેનેડાથી ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા 8 લોકોના મોત

અમદાવાદ, એક નાની બોટમાં સવાર થઈ કેનેડાથી ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા 8 લોકોના મોત થયા છે. કેનેડિયન મીડિયાના રિપોર્ટ્‌સ અનુસાર, મૃતકોમાં એક ભારતીય પરિવાર પણ સામેલ છે.

કાતિલ ઠંડી અને ખરાબ હવામાનના કારણે આ આઠ લોકો જે બોટમાં સવાર હતા તે ડૂબી ગઈ હતી. કેનેડિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના કેનેડાની હદમાં આવેલા એક્વાસેસનમાંથી પસાર થતી સેન્ટ લૉરેન્સ નદીમાં બની હતી. 8 people who left Canada illegally for America died

ગુરુવારે બપોરે બોટ પલ્ટી જતાં સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં શરૂઆતમાં છ મૃતદેહો મળ્યા બાદ શુક્રવારે વધુ બે બોડી મળી આવી હતી, પોલીસનું માનવું છે કે આ ઘટનામાં હજુય એક વ્યક્તિ લાપતા છે.

પોલીસને અત્યારસુધીમાં જેટલી બોડી મળી છે તેમાંથી બે બાળકો અને છ વયસ્કો સામેલ છે, જેમાંથી એક બાળકની ઉંમર ત્રણેક વર્ષ હોવાનો અંદાજ છે, બંને મૃતક બાળકો પાસે કેનેડિયન પાસપોર્ટ હોવાનું અત્યારસુધીની તપાસમાં બહાર આવ્યું છે.

ભારતીય પરિવાર સિવાય આ ઘટનામાં મોતને ભેટેલો અન્ય પરિવાર રોમાનિયન હોવાનું બહાર આવ્યું છે, જાેકે પોલીસ દ્વારા હજુ સુધી કોઈની ઓળખ જાહેર કરવામાં નથી આવી. પોલીસનું એમ પણ કહેવું છે કે આ દુર્ઘટના પાછળના ચોક્કસ કારણ જાણવા પણ હાલમાં તપાસ ચાલુ છે.

બુધવારે આ વિસ્તારમાં વાતાવરણ ખરાબ હતું, તોફાની પવન ફુંકાઈ રહ્યો હતો તેમજ કાતિલ ઠંડી પણ હતી, અને આ સ્થિતિમાં નદી ક્રોસ કરવામાં ખૂબ મોટું જાેખમ પણ હતું. આ ઘટના જ્યાં બની છે તે વિસ્તારના સ્થાનિક ફાયર ઓફિસરનું એમ પણ કહેવું છે કે મૃતકો જે બોટમાં સવાર હતા તે ખૂબ જ નાની હતી, અને સાત-આઠ લોકો તેમાં સવાર થઈ શકે તેમ પણ નહોતા.

પોલીસને જ્યાંથી મૃતદેહો મળ્યા હતા તેનાથી થોડે દૂર ડેમેજ થયેલી બોટ પણ મળી હતી. એક્વાસેસન પોલીસના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ મહિનામાં અહીંથી અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવાની ૪૮ જેટલી ઘટના સામે આવી છે. કેનેડાની બોર્ડરને જાેખમી રીતે ક્રોસ કરીને અમેરિકામાં એન્ટ્રી કરવાનો પ્રયાસ કરનારા મોટાભાગના લોકો ભારતીય અથવા રોમાનિયન હોય છે.

એક્સવાસેસન બિલકુલ કેનેડા-અમેરિકાની બોર્ડર પર આવેલું છે, અને તેની હદ કેનેડાના ક્યુબેક, ઓન્ટારિયો અને અમેરિકાના ન્યૂયોર્કને સ્પર્શે છે. અમેરિકા-કેનેડા વચ્ચેના ઈમિગ્રેશન એગ્રિમેન્ટમાં કેટલાક લૂપહોલ્સનો ફાયદો ઉઠાવી હજારો શરણાર્થીઓ બોર્ડર ક્રોસ કરીને અમેરિકા આવી જાય છે, જાેકે બંને દેશોએ તેને બંધ કરવા તાજેતરમાં જ મહત્વના પગલાં લીધા છે.

કેનેડા બોર્ડર પર આ પહેલા જાન્યુઆરી ૨૦૨૧માં ડિંગુચાના જગદીશ પટેલ અમેરિકા જવાના પ્રયાસમાં પોતાના પરિવારના ત્રણ સભ્યો સહિત ઠંડીમાં થીજી જઈને મોતને ભેટ્યા હતા. આ સિવાય બીજી એક ઘટનામાં મે ૨૦૨૧માં સેન્ટ લૉરેન્સ નદીમાંથી જ છ ગુજરાતી સ્ટૂડન્ટ્‌સને ડૂબતા બચાવવામાં આવ્યા હતા.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers