Western Times News

Gujarati News

CSKને હરાવીને ગુજરાતે ઘર આંગણે જીતી પ્રથમ મેચ

અમદાવાદ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની જામેલી જાેરદાર મેચ ગુજરાતે ૫ વિકેટે સાથે જીતી લીધી હતી. IPL 2023 CSK VS GT NARENDRA MODI STADIUM

ગુજરાત ટાઈટન્સે ટોસ જીતે પ્રથમ બોલિંગ પસંદ કરી હતી, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સને પ્રથમ બેટિંગ કરવાની તક મળી હતી, ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા ૭ વિકેટ ગુમાવીને ૧૭૮ રન ફટકાર્યા હતા.

પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિગ્સના બેસ્ટમેન ઋતુરાજ ગાયકવાડે ૫૦ બોલમાં ૯૨ રન ફટકાર્યા હતા. આ સાથે ઋતુરાજ ગાયકવાડ IPL ૨૦૨૩માં અર્ધ સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. જ્યારે આ તરફ ગુજરાત ટાઈટન્સના બોલરોનું પ્રદર્શન શરૂઆતી ઓવરમાં સારુ જાેવા મળ્યુ હતુ. જાે કે, પાવર પ્લે બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ રન ફટકારી શક્યા હતા.

લાસ્ટ ઓવરમાં મહેન્દ્ર સિંઘ ધોનીએ મોરચો સંભાળ્યો હતો અને એક સિક્સ અને એક ચોક્કો મારીને સ્કોર બોર્ડ ૧૭૮ સુધી પહોંચાડી દીધુ હતુ. જ્યારે ગુજરાત ટાઈટન્સ ૧૯.૫ રન સુધી મેચ ખેચી ગયુ હતુ અને ૧૯મી ઓવરના ૫ બોલે ચોક્કો મારીને મેચ જીતી લીધી હતી.

છેક છેલ્લા બોલ સુધી ખેંચાયેલી આ મેચ ખુબ રોમાંચક રહી હતી. ગુજરાત ટાઈટન્સની બેટિંગમાં સૌ પ્રથમ રિદ્ધિમાન સાહા આઉટ થયો હતો હતો અને ત્યારબાદ શુભમન ગીલ અને સુદર્શને ઈનિંગ સંભાળી હતી.

શુભમન ગીલ અને સુદર્શને ૩૫ બોલમાં ૫૩ રન ફટકાર્યા હતા. જ્યારે શુભમન ગીલે આખી ઈનિંગમાં કુલ ૩૬ બોલમાં ૬૩ રન બનાવ્યા હતા. શુભમન ગીલ આઉટ થયા બાદ રાશિદ ખાન અને તેવટિયાએ મેચને સંભાળી હતી અને રાશિદ ખાને એક સિક્સ અને ચોક્કો મારીને મેચને જીત તરફ લઈ ગયો હતો. ગુજરાત ટાઈટન્સે ૫ વિકેટ સાથે આ મેચ જીતી લીધી હતી.

જ્યારે મોહમ્મદ શામીએ ૪ ઓવરમાં ૨૯ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી, ત્યારબાદ રાશિદ ખાને ૪ ઓવરમાં ૨૬ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી, જ્યારે ત્રીજા ક્રમાંકે અલઝારીયા જાેસેફે ૪ ઓવરમાં ૩૩ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી જ્યારે જાેસુઆએ ૪ ઓવરમાં ૧ વિકેટ ઝડપીને ૪૧ રન આપ્યા હતા. હાર્દિક પંડ્યાએ ૩ ઓવરમાં ર૮ રન અને યશ દયાલે ૧ ઓવરમાં ૧૪ રન આપ્યા હતા.

યશ અને હાર્દિક વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા. જ્યારે CSK તરફથી ડેબ્યૂ મેચ રમી રહેલા રાજવર્ધન હાંગરગેકરે ૩ વિકેટ ઝડપી હતી, તો રવીન્દ્ર જાડેજા અને તુષાર દેશપાંડેને ૧-૧ વિકેટ મળી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.