Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

શાહરુખ ખાનના પરિવારના સભ્યોને સલમાને અટકાવ્યા

મુંબઈ, શુક્રવારે આર્ટ્‌સ અને એન્ટરટેન્મેન્ટ સાથે સંકળાયેલા દુનિયાભરના સેલિબ્રિટી મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સના જિયો વર્લ્ડ ગાર્ડન્સમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ભવ્ય ઉદ્‌ઘાટના નિમિત્તે એકત્રિત થયા હતા. NMACC Salman Khan Gauri Khan Suhana Khan

જેમાં પ્રિયંકા ચોપરા-નિક જાેનસ, દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, સિદ્‌ઘાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી, કરીના કપૂર-સૈફ અલી ખાન, આલિયા ભટ્ટ તેમજ આમિર ખાન સહિતના બોલિવુડ એક્ટર્સે સ્ટનિંગ એન્ટ્રી મારી હતી. આ પ્રસંગે શાહરુખ ખાનનો પરિવાર પણ ગ્લેમ લૂકમાં આવી પહોંચ્યો હતો. જાે કે, તે પોતે કોઈ કારણથી ગેરહાજર રહ્યો હતો. આ સિવાય સલમાન ખાન પણ હાજર રહ્યો હતો.

આ દરમિયાનનો એક ખૂબ જ સુંદર વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. શાહરુખ ખાન અને સલમાન ખાન ઘણા વર્ષોથી મિત્રતા છે, તેઓ એકબીજાને ભાઈ માને છે તેમ કહીએ તો પણ ચાલે. તેમને એકબીજાના પરિવારના સભ્યો સાથે પણ સારા સંબંધ છે.

શુક્રવારે ઈવેન્ટમાં ગૌરી ખાન, સુહાના ખાન અને આર્યન ખાને સાથે પોઝ આપ્યો હતો. ફોટો સેશન ખતમ થયા બાદ જ્યારે તેઓ આગળ જઈ રહ્યા હતા ત્યારે સલમાન ત્યાં આવી પહોંચ્યો હતો અને ત્રણેયની સાથે ફોટો પડાવ્યો હતો. જે બાદ સલમાને આર્યન ખાન સાથે પણ ફોટોશૂટ કરાવ્યું હતું.

આ પ્રસંગે ગૌરીએ પેસ્ટલ શેડનું ગાઉન પહેર્યું હતું. આ સાથે તેણે લાઈટ મેકઅપ અને મિનિમલ જ્વેલરી પહેરીને લૂકને પૂરો કર્યો હતો. તો સુહાના ખાને ઓફ-શોલ્ડર રેડ ગાઉન પહેર્યું હતું જ્યારે આર્યન બ્લેક કલરના સૂટમાં દેખાયો હતો.

વીડિયો પર કોમેન્ટ કરતાં એક ફેને લખ્યું હતું ‘પઠાણનો પરિવાર અને ટાઈગર!’ એકે લખ્યું હતું ‘સલમાન અને એસઆરકેનો પરિવાર, દિવસ અને આ વર્ષનો શ્રેષ્ઠ ફોટો’ તો એક ફેને મજાક કરતાં લખ્યું હતું ‘સલમાન ભાઈ જાે તમે લગ્ન કરી લીધા હોત તો તમારે પણ આવો પરિવાર હોત’.

કેટલાક ફેન્સે સલમાનના લૂકના વખાણ કરતાં રેડ હાર્ટ અને ફાયર ઈમોજી ડ્રોપ કર્યા હતા. સલમાન અને શાહરુખ મુશ્કેલીના સમયમાં હંમેશા એકબીજાની સાથે ઉભા રહ્યા છે. ૨૦૨૧માં જ્યારે ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી ત્યારે ‘કિંગખાન’ના ઘરે પહોંચનારા મિત્રોમાં ‘દબંગ ખાન’ સૌથી પહેલા હતા.

આર્યનને જેલમુક્ત કરાવવા માટે વકીલના નામની ભલામણ પણ સલમાને જ કરી હતી. આટલું જ નહીં તેના પરિવારે પણ આર્યન જલ્દી બહાર આવે તેની દુઆ કરી હતી. આ એ સમય હતો જ્યારે સલમાન અને શાહરુખ જ નહીં પરંતુ તેમનો પરિવાર પણ એકબીજાથી વધારે ક્લોઝ આવ્યા હતા.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers