Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અનુપમામાં નીના ગુપ્તાની એન્ટ્રી થવાની હોવાની ખબર

મુંબઈ, રાજન શાહીની સીરિયલ અનુપમા છેલ્લા કેટલાક સમયથી ટિ્‌વટર પર ટ્રેન્ડ થઈ રહી છે અને આ પાછળનું કારણ છે તેનો લેટેસ્ટ ટ્રેક. વનરાજ શાહે અનુપમા સાથે જે કર્યું હતું તે જ વાતનું પુનરાવર્તન અનુજ કપાડિયાએ પણ કર્યું.

માયા છોટી અનુને લઈને જતી રહેતા અનુજ અનુપમાને જવાબદાર માની રહ્યો છે અને તેનું માનવું છે કે, તે તેને રોકી શકતી હતી પરંતુ તેણે પ્રયાસ કર્યો નહીં. અનુજ ઘર છોડીને જતી રહેતા અનુપમા તેના પિયરે પહોંચી છે અને પતિએ જે પ્રકારનું વર્તન કર્યું તે માટે ડિપ્રેશનમાં છે.

આગામી સમયમાં અનુપમાના માતા તેને આગળ વધવા અને જીવનમાં તેને કોઈ પુરુષની જરૂર ન હોવાનું કહેશે. અનુપમામાં જાેવા મળી રહેલા ટિ્‌વસ્ટ શ્ ટર્ન્સ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી તેવા રિપોર્ટ્‌સ હતા કે, સીરિયલમાં કેમિયો કરવા માટે નીના ગુપ્તા અને કિરણ ખેરનો સંપર્ક કરવામાં આવ્યો છે. જેઓ એક નેતાનો રોલ પ્લે કરશે અને અનુપમાને પોતાની શરતો પર જીવન જીવવા માટે પ્રેરણા આવશે.

આ બાદ તેનું જીવન બદલાઈ જશે. જાે કે, આ વાતમાં કોઈ તથ્ય ન હોવાનું સામે આવ્યું છે અને ‘બધાઈ હો’ના એક્ટ્રેસે જ આ વાત કહી છે. બોલિવુડ લાઈફ સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે, તેઓ રૂપાલી ગાંગુલીના શોમાં આવવાના હોવાની વાત ખોટી છે અને આ ખબર ક્યાંથી ફેલાઈ તેની તેમને જાણ નથી.

સીરિયલના હાલના એપિસોડમાં દર્શકોએ જાેયું કે, અનુજે કપાડિયા મેન્શન છોડી દીધું છે અને તે હાથમાં પોતાનો સામાન લઈને નીકળી પડે છે. આ દરમિયાન રસ્તામાં માયા તેને મળે છે અને તે તેને ઘરે લઈ જાય છે. જ્યાં અનુજ અનુને જાેઈને ખુશ થાય છે. પોતાની દીકરીની ભલાઈ માટે હવે તે ત્યાં જ રહેશે અને માયા તેનો લાભ ઉઠાવશે. અનુજ અને અનુપમાના માર્ગ અલગ થઈ જતાં ફેન્સ પણ મેકર્સથી નારાજ છે.

તેઓ અનુજને વનરાજ ૨.૦ ગણાવી રહ્યા છે તેમજ કેટલાકે તો સીરિયલ જ બંધ કરવાની માગ કરી છે. આગામી એપિસોડનો પ્રોમો સામે આવ્યો છે, જેમાં અનુપમાના માતા તેની સ્થિતિ જાેઈને ચિંતિત જાેવા મળ્યા.

તેઓ પહેલા શાહ હાઉસ જાય છે જ્યાંથી કોઈ રિસ્પોન્સ ન મળતાં માયાના ઘરે પહોંચે છે. અનુજ પણ તેમને જાેઈને ચોંકી જાય છે અને હાથ જાેડીને તેમની દીકરીના જીવનમાંથી અનુજ નામનું પ્રકરણ ફાડી નાખવા માટે કહે છે. બીજી તરફ, અનુપમા તેના માતાના સમજાવવા પણ અનુજ સમજી જશે તેવી આશા લઈને બેઠી છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers