Western Times News

Gujarati News

મદન મોહનકાના જીવનચરિત્ર “I Did What I Had To Do”નું નારાયણ મૂર્તિ દ્વારા વિમોચન

અંજના દત્ત દ્વારા લખાયેલ પુસ્તક શ્રી મોહનકાના જીવન અને એક ઉદ્યોગસાહસિક તરીકેની તેમની સફર પરની એક પ્રેરણાદાયી વાર્તા છે

અમદાવાદ, ભારતના આદરણીય બિઝનેસ લીડર અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ-અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા શ્રી મદન મોહનકા પરના જીવનચરિત્ર પુસ્તકનું આજે ભારતની ટેક જાયન્ટ ઈન્ફોસિસ લિમિટેડના સહસ્થાપક અને મુખ્ય અતિથિ શ્રી નારાયણ મૂર્તિ દ્વારા આજે વિમોચન કરવામાં આવ્યું હતું. “આઈ ડીડ વ્હોટ આઈ હેડ ટુ ડુ” નામનું આ પુસ્તક શ્રી મોહનકાની સફળતાના ઉદયનું વિગતવાર વર્ણન આપે છે અને તેમની રોમાંચક પ્રગતિનો માર્ગ મોકળો કરતી માન્યતા પ્રણાલીઓને ગહનતાપૂર્વક રજૂ કરે છે.

ગ્રાફિક ડિઝાઇન અને ફિલ્મમેકિંગમાં ત્રણ દાયકાના સર્જનાત્મક અનુભવ ધરાવતા એડવર્ટાઈઝિંગ પ્રોફેશનલ અને કોલમિસ્ટ અંજના દત્ત દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે જેમાં તેમણે શ્રી મદન મોહનકાના જીવન અને સમયની ઝાંખી રજૂ કરી છે.

“આઈ ડીડ વ્હોટ આઈ હેડ ટુ ડુ”માં જમશેદપુરની બહાર આવેલી એક પાઠશાળામાં થયેલી એક નાનકડી શરૂઆતથી ખાણ અને ખનિજ ઉદ્યોગના ઉત્પાદનમાં ગ્લોબલ લીડર એવી TEGA કંપનીના અધ્યક્ષ બનવા સુધીની વાર્તા છે. આ પુસ્તક શ્રી મદન મોહનકા તેમજ તેમના પરિવાર, મિત્રો, સહપાઠીઓ અને સહકર્મીઓ સાથેના વિસ્તૃત ઇન્ટરવ્યુ પર આધારિત છે.

પુસ્તકનું અનાવરણ કરતાં શ્રી નારાયણ મૂર્તિએ જણાવ્યું હતું કે “આજે આ જીવનચરિત્રનું વિમોચન કરતાં મને આનંદ થાય છે. મદનની વાર્તા મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો તેમજ બિઝનેસ લીડર્સ માટે મૂલ્યવાન આંતરદ્રષ્ટિ અને પ્રેરણા પૂરી પાડશે. એક વ્યક્તિ જે કામ કરવામાં વિશ્વાસ રાખે છે, તેના જીવનચરિત્રનું શીર્ષક યોગ્ય રીતે છે “I Did What I Had To Do” અને મને તેમના જીવન, તેમની વ્યવસાયિક કુશળતા અને વંચિતો માટેના શિક્ષણ પ્રત્યેના તેમના સમર્પણ વિશે વાંચવામાં ખૂબ આનંદ થયો.”

IIM અમદાવાદના ભૂતપૂર્વ પ્રોફેસર ડૉ. જહર સાહા, જેઓ શ્રી મદન મોહનકા સાથે ગાઢ મિત્રતા ધરાવે છે, તેમણે જીવનચરિત્રની પ્રસ્તાવના લખી છે. તેઓ 1966માં આઈઆઈએમ અમદાવાદમાં બે વર્ષના પીજીપી કોર્સમાં બીજા વર્ષના વિદ્યાર્થી હતા ત્યારથી શ્રી મોહનકાને ઓળખતા.

શ્રી સાહાએ શ્રોતાઓને જણાવ્યું કે કેવી રીતે એક યુવાન મદન જોખમ લેવામાં માનતો હતો, જેણે ભૂલો કરી અને તેના તમામ ગતિશીલ નિર્ણયોની જવાબદારી સ્વીકારી. આ એક એવું લક્ષણ છે જે તમામ સ્ટાર્ટ-અપ ઉદ્યોગસાહસિકોએ આત્મસાત કરવું જોઈએ.

જીવનના 80 વર્ષ પાર કરી ચૂકેલા શ્રી મદન મોહનકાનો જન્મ 1943માં થયો હતો અને તે ઉદારીકરણ પછીના ભારતના સાક્ષી છે અને વિશ્વની નાણાંકીય રાજધાની તરીકે ભારતની વૃદ્ધિનું પ્રમાણ છે. “આઈ ડિડ વ્હોટ આ હેડ ટુ ડુ” માં વાચકો શ્રી મોહનકાના પ્રારંભિક જીવન,

આઈઆઈએમ-અમદાવાદમાં તેમના શિક્ષણની અસર, તેમની ઉદ્યોગસાહસિક તરીકેની પ્રતિભા, કટોકટીના સમયમાં તેમની નિર્ણય લેવાની ક્ષમતા અને જીવનમાં તેમણે જે પડકારોનો સામનો કર્યો તેને પહોંચી વળવામાં તેમને મદદ કરનાર મૂલ્ય પ્રણાલી વિશે શીખશે. આ પુસ્તક શ્રી મોહનકાએ તેમના વ્યવસાય – TEGA ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના અને ભારત અને વિદેશમાં સફળતા હાંસલ કરવા માટે ઉપયોગમાં લીધેલી વ્યૂહરચનાઓની પડદા પાછળની કહાની પણ રજૂ કરશે.

ભારત સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલના સમર્થક, TEGA એ 2014 માં ગુજરાતમાં દહેજ પ્લાન્ટનું નિર્માણ કર્યું હતું, જે આંતરરાષ્ટ્રીય બજારની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સમર્પિત છે.

શ્રી મદન મોહનકાના પુત્ર શ્રી મેહુલ મોહનકાએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે તેમના પિતા માટે આ અદ્વિતીય સમારંભમાં હાજરી આપવા બદલ શ્રી નારાયણ મૂર્તિનો નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉપસ્થિત પ્રેક્ષકોનો આભાર માન્યો હતો.

પ્રેક્ષકોમાં પ્રતિષ્ઠિત મહાનુભાવોમાં ભારતના એટર્ની જનરલ, આઈઆઈએમના ડિરેક્ટર્સ, મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર્સ, મીડિયાના સભ્યો, વિદ્યાર્થીઓ, મિત્રો અને પરિવારજનો હાજર હતા. 1500 થી વધુ ટેગા કર્મચારીઓએ ભારત, ઘાના, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુએસએ, કેનેડા, સ્વીડન, બ્રાઝિલ, રશિયા અને યુએઈમાંથી લાઇવ સ્ટ્રીમ પર ઇવેન્ટ નિહાળી હતી.

જીવનચરિત્રના લોન્ચિંગમાં વેપારી સમુદાય અને જાહેર જનતા બંને તરફથી ઉત્સાહ જોવા મળ્યો હતો. અંજના દત્ત દ્વારા લખાયેલ જીવનચરિત્ર “આઈ ડીડ વોટ આઈ હેડ ટુ ડુ” હવે મોટા બુકસ્ટોર્સ અને ઓનલાઈન રિટેલર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.