Western Times News

Gujarati News

બર્થડે સેલિબ્રેશન વખતે ફેને અજય દેવગનનો હાથ પકડી લીધો

મુંબઈ, બોલિવૂડ એક્ટર અજય દેવગન માટે આ વખતનો જન્મદિવસ ખૂબ જ ખાસ છે. તેની ફિલ્મ ‘ભોલા’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને તેની સાથે તેણે તેની આગામી ફિલ્મ ‘મેદાન’નું ટીઝર પણ રિલીઝ કર્યું છે. ૨ એપ્રિલના રોજ અજય દેવગને તેનો ૫૪મો જન્મદિવસ તેના ચાહકો અને મીડિયા સાથે ઉજવ્યો. પરંતુ, આ દરમિયાન એક પ્રશંસકે તેની સાથે ખરાબ વર્તન કર્યું જેથી અભિનેતા ગુસ્સે થઈ ગયો.

અજય દેવગને તે ફેનને કંઈ કહ્યું નહીં, પરંતુ તેના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયોની પણ ચર્ચા થઈ રહી છે. કારણકે, એક પ્રશંસકે અજય દેવગનનો હાથ પકડી લીધો અને બીજા હાથથી ફોનમાં સેલ્ફી લેવાનું શરૂ કર્યું.

આ જાેઈને અજય દેવગન ગુસ્સે થઈ ગયો અને કોઈક રીતે પોતાની જાત પર કાબૂ રાખ્યો અને પોતાનો હાથ છોડાવ્યો. બાદમાં અજય દેવગન તમામ ચાહકોને મળ્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. વર્ષ ૧૯૯૪માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દિલવાલે’માં એક્ટર અજય દેવગણ અને રવીના ટંડનની જાેડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.

ત્યારે એવી પણ વાતો વહેતી થઈ હતી કે અજય દેવગણ અને રવીના ટંડન એકબીજાના પ્રેમમાં છે. પણ, રવીના ટંડન અને અજય દેવગણે ક્યારેય પણ આ વિશે કશું પણ કહ્યું નહોતું. પણ, એક એવી ઘટના બની હતી કે જેથી અજય દેવગણ અને રવીના ટંડનના સંબંધમાં કડવાશ આવી ગઈ હતી.

ત્યારે એક ઈન્ટરવ્યુમાં અજય દેવગણ રવીના ટંડનને ‘ડ્રામા કરનારી’ અને ‘જુઠ્ઠી’ કહી હતી. ત્યારે એવું પણ કહેવાતું હતું કે અજય દેવગણનું કરિશ્મા કપૂર સાથે પણ અફેર ચાલતું હતું. તે દરમિયાન એક્ટ્રેસ રવીના ટંડને એક ઈન્ટરવ્યુમાં એ પ્રકારે દાવો કર્યો હતો કે તે અજય દેવગણ સાથે રિલેશનશિપમાં હતી અને અજય દેવગણે તેને ઘણાં લવ લેટર પણ લખ્યા હતા.

અજય દેવગણ અને રવીના ટંડને એકસાથે જે ફિલ્મો કરી છે તેમાં દિલવાલે, એક હી રાસ્તા, ગૈર, દિવ્ય શક્તિ, કયામત વગેરે છે. અજય દેવગણના જણાવ્યા મુજબ, રવીના ટંડન સિવાય મનીષા કોઈરાલાથી પણ તેને સમસ્યા રહી અને તે હંમેશાં ફરિયાદ કરતી હતી.

સમય સાથે અજય દેવગણ અને રવીના ટંડન પોતપોતાના જીવનમાં આગળ વધ્યા. રવીના ટંડને અનિલ થડાણી સાથે લગ્ન કર્યા જ્યારે અજય દેવગણે એક્ટ્રેસ કાજાેલ સાથે લગ્ન કર્યા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.