Western Times News

Gujarati News

વ્યાજખોર પિતા-પુત્રએ યુવક પાસે મિલકતનું બાનાખત કરાવી લીધું

પ્રતિકાત્મક

વડોદરા, વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી કસ્તુરીનગર સોસાયટીમાં રહેતા ૪પ વર્ષના કૌસ્તુભ રણજીતસિંહશીંદેે એ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે હાલ હું ઈન્દોર મેેડીકલ યુનિવર્સિટીમાં પ્રોગ્રામર તરીકે નોકરી કરૂ છુ.

અને અગાઉ ઘરેથી જ કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતો હતો. વર્ષ ર૦૧૬માં મને મારા કન્સ્ટ્રકશનના વ્યવસાય માટે નાણાંની જરૂરીયાત હોવાથી મારા ઘરની સામે રહેતા તેજસ ભટ્ટે મારી ઓળખાણ ઓમ એન્ટરપ્રાઈઝના પ્રણવ રક્ષેસ ત્રિવેદી અને રક્ષેસ રજનીકાંત ત્રિેવેદી સાથે કરાવી હતી. અને પિતા-પુત્રએ મને ૧.પ ટકા ૮૩.૧૪,૯૯૮ આપ્યા હતા.

તેઓએ મારી પાસેથી ૧પ કોરા ચેક અને પ્રોમિસરી નોટ પણ લખાવી લીધી હતી. પ્રણવ ત્રિવેદી અને દક્ષેશ ત્રિવેદીને હું દર મહિને વ્યાજે લીધેલા રૂપિયા અને વ્યાજ આપતો હતો તેઓ મારી પાસેેથી ૬ ટકા વ્યાજની ગણતરી કરતા હતા.

વર્ષ ર૦૧રથી ર૦૧૮ સુધી મે રૂા.૧.૪૪ કરોડ તેઓને ચૂકવી દીધા હતા. વર્ષ ર૦૧૭માં પ્રણવ ત્રિવેદી વ્યાજ અને મૂડીની વારંવાર ઉઘરાણી કરતા હતા. મારી પાસે નાણાંની વ્યવસ્થા ન હોવાથી ફરીયાદ કરી નહોતી. આ સમયે મારી મિલકતની કિંમત ૮૧ લાખ ગણવામાં આવી હતી.

જાે કે ત્યારબાદ પણ મને ઓફિસે બોલાવીને હજુ ૩૦ લાખ રૂપિયા આપવાના બાકી નીકળે છે તેમ કહીને મને ધમકાવ્યો હતો. અને મારા મકાનના બાનાખતમાં મારી સહીઓ કરાવી હતી. તેમાં પણ સાક્ષી તરીકે ગૌરાંગ મિસ્ત્રી અને મારા કાકા જીત રાજશીર્કેની સહીઓ કરાવી લીધી હતી.

જાે કે બાનાખતમાં મારા નાના ભાઈ અને નાની બહેનની સહીઓ ન કરાવી હોવાથી બાનાખત અધૂરો રહી ગયો હતો. જેથી પ્રણવ ત્રિવેદી મિલકત તેના નામે કરાવી આપવા માટે અવારનવાર દબાણ કરતો હતો.

મારા કાકાએ તમના મુથુટ ફાયનાન્સ લી.ના સર્ટીના પાકતી મુદતે ૮.૬૦ લાખ ચિતરંજનસિંહ રંધાવાના નામે પ્રણવ ત્રિવેદીના કહેવાથી લખી આપ્યા હતા. ત્યારબાદ પણ પ્રવણ ત્રિવેદએ ૧પ લાખ રૂપિયા ફરીથી માગ્યા હતા. આ રીતે પ્રણવ ત્રિવેદી અને રક્ષેશ ત્રિવેદી પાસેથીરૂા.૮૩.૧૪ લાખ લીધા બાદ રૂા.૧.૪૪ કરોડ ચુકવ્યા હોવા છતાં મારી પાસેથી ૧પ લાખની માંગણી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.