Western Times News

Gujarati News

મકાનની પરસાડના ભાગમાં બ્લેક કલરનો ફેણધારી ઝેરી સાપ ઘૂસી આવ્યો

વિરપુરના કુંભરવાડી ગામે ઝેરી કોબ્રા સાંપ આવી જતા રેસ્ક્યુ કરાયું

(પ્રતિનિધિ) વિરપુર, મહીસાગર વિરપુર તાલુકામાં આવેલ કુંભરવાડી ગામે એક ફળિયામાં મકાનમાં રહેતા હિતેશભાઈ પંચાલના મકાનની પરસાડના ભાગે અત્યંત ખૂબ જ ઝહેરી પ્રજાતિનો પ્રેક્ટિકલ કોબ્રા સાપ ઘૂસી આવતા પરિવારના સભ્યોમાં નાસભાગ મચી જવા પામી હતી

ત્યાર બાદ સ્થાનિક રહીશ નૈતિકભાઈ ત્રિવેદી દ્વારા સાપ રેસ્ક્યુ કરતા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી જે બાદ ટીમના મેમ્બર હિતેશભાઈ પ્રજાપતિ ઘટના સ્થળે પોહચ્યા હતા અને સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વિરપુર તાલુકાના કુંભરવાડી ગામે એક મકાનની પરસાડના ભાગમાં એક બ્લેક કલરનો ફીણ વાડો સાપ ઘૂસી આવ્યો છે

તેવો કોલ નૈતિકભાઈ ત્રિવેદી દ્વારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમના મેમ્બર હિતેશભાઈ પ્રજાપતિને કરવામાં આવતા હિતેશભાઈ સ્થળ પર દોળી આવ્યા હતા અને સાપનું રેસ્ક્યુ કાર્ય હાથ ધર્યું હતું તેઓના જણાવ્યા પ્રમાણે આ એક ખૂબ જ ઝહેરી પ્રજાતિનો પ્રેક્ટિકલ કોબ્રા સાપ છે તે ખૂબ ઝહેરી આવે છે

દેશી ભાષામાં તેને નાગ પણ કહેવાય છે. ત્યારે આવા ઝહેરીલા સાપથી ડરવાની જરૂર નથી પંરતુ સાવચેતી રાખવી જરૂરી છે અને કોઈ પણ સાપ નીકળે તો રેસ્ક્યુ ટીમને જાણ કરવા હિતેશભાઈએ જણાવ્યું હતું.

ત્યારે મકાનની પરસાડ માંથી આ પ્રેક્ટિકલ કોબ્રા સાપનું સફળ રેસ્ક્યુ કરી માનવ રહેણાંક વિસ્તારથી દૂર સુરક્ષિત સ્થળે છોડી મૂક્યો હતો ત્યારે આવા અત્યંત ઝહેરી સાપને મકાનની પરસાડ માંથી સફળ રેસ્ક્યુ કરી લેતા લોકોએ અને પરીવારે હાશકારો અનુભવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.