Western Times News

Gujarati News

રસ્તા પર ગમે ત્યાં ગાડી પાર્ક કરી તો ખેર નથી થઈ શકે છે આટલો દંડ

પ્રતિકાત્મક

પકવાનથી માનસી સુધી ટ્રાફિકમાં અડચણરૂપ ૧૩ ફોર વ્હીલરને લોક કરાયાં

(એજન્સી)અમદાવાદ, શહેરીજનોને રોડ પર ખુલ્લેઆમ પાર્ક કરાતાં વાહનોના લીધે સરળતાથી ટ્રાફીકમાં અવરજવર કરવામાં ખૂબ મુશ્કેલીઓ પડે છે. રોડ પરનાંવાહનોના દબાણથી આસપાસના સ્થાનીક રહેવાસીઓ પણ અકળાઈ ઉઠે છે. આ રીતે ટ્રાફીકને અડચણરૂપ દબાણ કરનારાઓમાં ફોર વ્હીલરચાલકોપણ બાકાત નથી

તેમાં પણ ઉત્તરપશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં તો આ પ્રકારનાં દબાણોથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. જે અંગે વારંવાર ફરીયાદો ઉઠતાં મ્યુનિ. સત્તાવાળાઓ આ વોર્ડના પકવાન ચાર રસ્તાથી માનસી ચાર રસ્તા સુધીના રોડ પર ત્રાટકયા હતા. આ સમગ્ર પટ્ટામાં આડેધડ રીતે પાર્ક કરાયેલા ૧૩ ફોર વ્હીલરને તંત્રે લોક મારી દેતાં દબાણકર્તા ફોર વ્હીલચાલકોએ ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.

બોડકદેવ જેવા પોશ વિસ્તારમાં કેટલાક ફોર વ્હીલચાલકોને જાણ્યે-અજાણ્યે રોડ પર જ કાર પાર્કીગ કરવાની આદત પડી ગઈ છે. આ રોડ પરના કોમ્પ્લેક્ષમાં જાે પાર્કીગની વ્યવસ્થા હોય તો પણ આવા ફેર વ્હીલચાલકો ત્યાં પોતાનું વાહન પાર્ક કરવાની તસ્દી લેતા નથી.

અમુક તો આખી ફુટપાથ રોકી દે તે રીતે તેમના ફોર વ્હીલરને પાર્ક કરે છે. ગમે તેમ કરીને રોડ પર ફોર વ્હીલર પાર્ક કરીને રવાના થઈ જનારા આ ફોર વ્હીલરચાલકોના લીધે ટુ વ્હીલરચાલકો વારંવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ગાડીઓનું રોડ પર અવ્યવસ્થિત રીતે પાર્કીગ કરાતું હોઈ ટુ વ્હીલરચાલકોના વાહન ગાડીઓ વચ્ચે સેન્ડવીચ થઈ જતાં

તેને બહાર કાઢવામાં પણ ટુ વ્હીલરચાલકોને ભારે પરસેવો પાડવો પડે છે. પકવાન ચાર રસ્તાથી માનસી ચાર રસ્તા સુધી રોડ પર ફોર વ્હીલર પાર્ક કરી હોય તો તેની બિલકુલ બાજુમાં પણ બીજી ફોર વ્હીલર પાર્ક કરનારા હોઈ અનેકવાર સમગ્ર રોડ બ્લોક થઈને ટ્રાફીક જામ થઈ જાય છે.

આ અંગે અવારનવાર ફરીયાદો ઉઠતાં તંત્રે આ પટ્ટામાં સ્પેશીયલ ડ્રાઈવ કરીને ૧૩ ફોર વ્હીલરને લોક કરી તેમના ચાલકો પાસેથી રૂા.૬પ૦૦નો દંડ વસુલ્યો હતો. મ્યુનિ. તંત્રની આ ડ્રાઈવથી આ વિસ્તારમાં રહેનારા લોકો ખુશખુશાલ થઈ ગયા હતા. અમુકે તો તંત્રે નિયમીત આવી ડ્રાઈવ કરવી જાેઈએ તેવી માગણી પણ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.