Western Times News

Gujarati News

મહીલાઓને હીમોગ્લોબીન રીપોર્ટ નિઃશુલ્ક તૈયાર કરી અપાય છે આ લેબોરેટરીમાં

ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી રાજયના ૩૩ જિલ્લામાં મેડીકલ સેન્ટર્સ શરૂ કરશે-જરૂરીયાતમંદની લોહીની બોટલ્સ જ નહીં હવે લેબ રિપોર્ટ પેથોલોજીકલ ટેસ્ટ નજીવા દરે ઉપલબ્ધ થશે

ગાંધીનગર, ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી આગામી સમયમાં તબકકાવાર રીતે રાજયભરમાં પથરાયેલા તેના ૩૩ જીલ્લાના કેન્દ્રોમાં મેડીકલ સેન્ટર્સ શરૂ કરવા જઈ રહી છે.

સોસાયટીના ચેરમેન અજય પટેલે જણાવ્યું છે કે, પ્રારંભમાં ૧૧ પેથોલોજી સેન્ટર્સ અને ૧૧ ફીઝીયોથેરાપી સેન્ટર્સ અલગ અલગ જીલ્લામાં ટુંક સમયમાં શરૂ થશે. આ સેન્ટર્સમાં નજીવા દરોથી બ્લડ ટેસ્ટ રીપોર્ટસ, ફીઝીયોથેરાપી ઉપચાર વગેરે પ્રાપ્ત થશે.

રાજયપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં મળેલી ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ગુજરાતની શાખાની ર્વાષિક સાધારણ સભામાં પટેલે જણાવ્યું હતુું કે, ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા ૩૩ જીલ્લામાં સેવાકીય સોસાયટી પાસે અનેક કિમતી સાધનો છે અને નવા સાધનો વસાવી

અમદાવાદ ઉપરાંત અન્ય જીલ્લાઓમાં લોકોને નજીવા દરે પેથોલોજીકલ ટેસ્ટ રીપોર્ટ, ફીઝીયોથેરાપી સેવા મળતી થાય છે. એવા અમારા પ્રયાસો છે, આ જ રીતે સોસાયટી ૧૧ જેનરીક દવાના સ્ટોર્સ તથા ડેન્ટલ કિલનીક પણ થોડા સમયમાં શરૂ કરશે. કાર્યક્રમ બાદ સોસાયટીના અધ્યક્ષ અજય પટેલે વિગતો આપી હતી કે,

હાલ વાડજ, સેન્ટર ખાતે સૌથી અધતન લેબ સાધનો છે. જેમાં જીએનએ, બ્લડ સેમ્પલ, એચઆઈવી, કોરોના ટેસ્ટ સહીતના પરીક્ષણ રીપોર્ટ તૈયાર કરી શકાય છે. અમદાવાદના અમુક વિસ્તારોમાંથી નિઃશુલ્ક રીતે બ્લડ સેમ્પલ કલેકટર કરી નજીવા દરે પ્રોફાઈલ તૈયાર કરી અપાય છે.

તેમણે ઉમેયું હતું કે હાલ મહીલાઓએ હીમોગ્લોબીન રીપોર્ટ નિઃશુલ્ક તૈયાર કરી અપાય છે. એ જ રીતે મહીલાઓ માટેના સર્વાઈકલ કેન્સરનું લેબ ચેકઅપ નજીવા દરે કરી અપાય છે. મેમોગ્રાફી ટેસ્ટ રૂા.૮૦૦ ના દરે કરી અપાય છે. ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીના છત્ર હેઠળ મહત્વની પ્રવૃત્તિ હાથ ધરાઈ છે.

આ પ્રવૃત્તિ છે કોઈ આપત્તિ આવે ત્યારે તેનો સામનો કેવી રીતે કરવો તેની તાલીમ માટે સોસાયટી દ્વારા નજીવી ફી લઈને કોર્સ તૈયાર કરાયો છે. આ કોર્સ દ્વારા વિવિધ શાળા અને કોલેજાેમાં હાલ આ કોર્સ કરાવાય છે. ૧ર યુનિવસીટી ૧૬૯ કોલેજાે અને ર૭૮ શાળામાં કુેલ ૧,૦૮,૦૦૦ જેટલા યુવાનોને રેડક્રોસની સેવાકીય પ્રવૃત્તિઓમાં તાલીમ આપીને જાેડવામાં આવ્યા છે., તેમ અધ્યક્ષ અજયભાઈ પટેલે જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.