Western Times News

Gujarati News

99 વર્ષની વયે કેશવ મહિન્દ્રાનો અબજાેપતિની યાદીમાં સમાવેશ

કેશવ મહિન્દ્રા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન એમેરિટસ છે અને પાંચ દાયકા કરતાં વધુ સમયથી જૂથના સુકાન સંભાળે છે.

(એજન્સી)નવી દિલ્હી, ફોર્બ્સ મેગેઝિનમાં જાહેર કરાયેલ ભારતના સૌથી ધનિક અબજપતિઓની યાદીમાં સૌથી વૃદ્ધ ભારતીયનું નામ સામેલ કરવામાં આવ્યું છે. કેશવ મહિન્દ્રાએ ૯૯ વર્ષની ઉંમરે ફોર્બ્સ મેગેઝીનમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. Keshav Mahindra is in the Forbes billionaire list

ખાસ વાત એ છે કે આ વખતે આ લિસ્ટમાં ૧૬ નવા અરબપતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે રિલાયન્સ ગ્રુપના વડા મુકેશ અંબાણી ભારત ઉપરાંત એશિયામાં ટોચના અબજાેપતિના સ્થાન પર છે. Keshav Mahindra’s inclusion in the list of billionaires at the age of 99

કેશવ મહિન્દ્રા, ૯૯, આશરે ૧.૨ બિલિયન યુએસ ડોલરના માલિક છે. કેશવ મહિન્દ્રા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન એમેરિટસ છે અને પાંચ દાયકા કરતાં વધુ સમયથી જૂથના સુકાન સંભાળે છે. આ સિવાય તેઓ આનંદ મહિન્દ્રાના કાકા પણ છે. બાદમાં તેઓ ઓગસ્ટ ૨૦૧૨માં નિવૃત્ત થયા હતા. તેઓ સારા કોર્પોરેટ ગવર્નન્સ અને નીતિશાસ્ત્ર માટે જાણીતા છે. તેમને અન્ર્સ્ટ એન્ડ યંગ દ્વારા ૨૦૦૭ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કેશવ મહિન્દ્રાએ ૧૯૪૭માં કોર્પોરેટ જગતમાં પદાર્પણ કર્યું હતું. યુ.એસ.એ.ની યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી, તેઓ ૧૯૪૭માં મહિન્દ્રા કંપનીમાં જાેડાયા, ત્યારબાદ ૧૯૬૩માં તેઓને તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ૨૦૦૪ થી ૨૦૧૦ સુધી, તેઓ વડાપ્રધાનની વેપાર અને ઉદ્યોગ પરિષદ, નવી દિલ્હીના સભ્ય પણ હતા.

કેશવ મહિન્દ્રા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને એસેમ્બલરમાંથી મોટા સમૂહમાં પરિવર્તિત કરવા માટે જાણીતા છે અને એસોચેમની એપેક્સ એડવાઇઝરી કાઉન્સિલના સભ્ય પણ રહી ચૂક્યા છે.

ફોર્બ્સની ભારતીય અબજાેપતિઓની યાદીમાં આ વખતે કુલ ૧૬ નવા અબજપતિઓનો સમાવેશ થયો છે, જેમાં ત્રણ ભારતીય મહિલાઓના નામ છે. આ મહિલાઓમાં ૫૯ વર્ષની રેખા ઝુનઝુનવાલા પણ છે. રેખા ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ ૫.૧ બિલિયન ડોલર હતી.

ફોર્બ્સના અહેવાલ મુજબ રેખા ઝુનઝુનવાલાને તેમના પતિના મૃત્યુ પછી તેનો સ્ટોક પોર્ટફોલિયો વારસામાં મળ્યો છે. ટાટા મોટર્સ અને ટાઇટન જેવી હાલની મોટી કંપનીઓ તેમના વારસામાં સામેલ છે. બીજી મહિલા અબજાેપતિ રોહિકા મિસ્ત્રી છે, જે ટાટા જૂથના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની પત્ની છે.

સાવિત્રી જિંદાલ (૭૩), ઓપી જિંદાલ ગ્રુપના ચેરપર્સન એમેરિટા, ભારતની સૌથી ધનિક મહિલા છે. ફોર્બ્સ અહેવાલ આપે છે કે તેમની કુલ સંપત્તિ ૨૦૨૨ માં ૪.૫ બિલિયન ડોલરની સરખામણીમાં હવે ૨.૬ બિલિયન ડોલર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.