Western Times News

Gujarati News

ધોની સહિત ભારતના પાંચ ક્રિકેટર્સને MCCની લાઈફ ટાઈમ મેમ્બરશિપ

(એજન્સી)લંડન, મેરીલેબોન ક્રિકેટ ક્લબએ મહેન્દ્ર સિંહ ધોની અને અન્ય ચાર ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને ‘લાઇફ ટાઈમ મેમ્બરશિપ’ એનાયત કરી હતી. MS Dhoni, Yuvraj Singh, Suresh Raina among former players awarded honorary life membership of MCC

આ અન્ય ચાર ખેલાડીઓમાં યુવરાજ સિંહ, સુરેશ રૈના, પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીનો સમાવેશ થાય છે. એમસીસીએ આઠ ટેસ્ટ રમનારા દેશોમાંથી ૧૭ નવા માનદ આજીવન સભ્યોના નામની જાહેરાત કરી હતી.

MCCએ વેબસાઈટ પર નવા આજીવન સભ્યોની લિસ્ટ જાહેર કરી. એમસીસીની વેબસાઈટ પર આ વાતની જાણકારી મુકવામાં આવી છે કે પાંચ ભારતીય ખેલાડીઓને માનદ આજીવન સદસ્યતા આપવામાં આવી છે. ઝુલન ગોસ્વામીએ ગયા વર્ષે લોર્ડ્‌સમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમેલી વનડે ઇન્ટરનેશનલ મેચ બાદ નિવૃત્તિ લીધી હતી.

ઝુલન ગોસ્વામી મહિલા વનડેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે જ્યારે મિતાલી રાજ ૨૧૧ ઇનિંગ્સમાં ૭,૮૦૫ રન સાથે સૌથી વધુ રન બનાવનારની લિસ્ટમાં ટોપ પર છે. આ સાથે મહિન્દ્ર સિંહ ધોની અને યુવરાજ સિંહ બંને ભારતીય ટીમના અભિન્ન અંગ હતા જેણે વર્ષ ૨૦૦૭માં આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપ અને વર્ષ ૨૦૧૧માં આઈસીસી વનડે વર્લ્ડ કપ જીત્યો હતો અને સુરેશ રૈનાએ તેના ૧૩ વર્ષના ક્રિકેટિંગ કરિયરમાં વન-ડેમાં ૫,૫૦૦થી વધુ રન બનાવ્યા હતા.

એમસીસીના ૧૭ નવા આજીવન સભ્યની યાદીમાં મહેન્દ્રસિંહધોની,ભારત,૨૦૦૪-૨૦૧૯, યુવરાજ સિંહ, ભારત, ૨૦૦૦-૨૦૧૭, સુરેશ રૈના, ભારત, ૨૦૦૫-૨૦૧૮, ઝુલન ગોસ્વામી, ભારત, ૨૦૦૨–૨૦૨૨, મિતાલી રાજ, ભારત, ૧૯૯૯-૨૦૨૨, જેની ગન, ઈંગ્લેન્ડ, ૨૦૦૪-૨૦૧૯, મેરિસા એગુલેરિયા, વેસ્ટ ઈન્ડિઝ, ૨૦૦૮–૨૦૧૯, મુહમ્મદ હાફીઝ , પાકિસ્તાન, ૨૦૦૩-૨૦૨૧,

રશેલ હેન્સ, ઓસ્ટ્રેલિયા, ૨૦૦૯-૨૦૨૨, લોરા માર્શ, ઈંગ્લેન્ડ, ૨૦૦૬–૨૦૧૯, ઇઓન મોર્ગન, ઈંગ્લેન્ડ, ૨૦૦૬-૨૦૨૨, મશરફે મોર્તઝા, બાંગ્લાદેશ, ૨૦૦૧-૨૦૨૦, કેવિન પીટરસન, ઈંગ્લેન્ડ, ૨૦૦૫-૨૦૧૪, એમી સેટરથવેટ, ન્યુઝીલેન્ડ, ૨૦૦૭–૨૦૨૨, આન્યા શ્રુબસોલ, ઈંગ્લેન્ડ, ૨૦૦૮-૨૦૨૨, ડેલ સ્ટેન, દક્ષિણ આફ્રિકા, ૨૦૦૪-૨૦૨૦ , રોસ ટેલર, ન્યુઝીલેન્ડ, ૨૦૦૬–૨૦૨૨ સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.