Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

૪૦૦ મુસાફરોને લઈને ભૂમધ્ય સાગરમાં રસ્તામાં ભટકી નાવ

નવીદિલ્હી, ઉત્તર આફ્રિકાથી ભૂમધ્ય સાગર તરફ જતી એક નાવ રસ્તો ભટકી ગઈ છે. આ નાવમાં ૪૦૦ મુસાફરો સવાર હતા. માહિતી મુજબ આ નાવ માલ્ટાથી ગ્રીસ જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં આ નાવ પોતાનો રસ્તો ભટકી ગઈ.

સપોર્ટ સર્વિસ એલાર્મ ફોન તરફથી ટ્‌વીટ કરીને જણાવવામાં આવ્યુ કે અમને બોટમાંથી ફોન આવ્યો છે. જર્મનીની એનજીઓ સી વૉરટ ઈન્ટરનેશનલ તરફથી એવુ કહેવામાં આવ્યુ છે કે બોટમાં સવાર લોકોના જીવ જાેખમમાં છે, આ માટે ઈેં પાસેથી તાત્કાલિક મદદની વિનંતી કરવામાં આવી છે.

બોટમાંથી ફોન કરીને કહેવામાં આવ્યુ કે બોટમાં ઈંધણ પણ ખતમ થઈ ગયુ છે, તેનો નીચેનો ભાગ પાણીથી ભરેલો છે. બોટના કેપ્ટન તેને છોડી ગયા છે અને તેને સંભાળવા માટે બોટ પર કોઈ નથી. બોટ પરના લોકો ભયભીત છે, ઘણાને તાત્કાલિક તબીબી સારવારની જરૂર છે.

અદાણી પાવર પ્લાન્ટથી ઝગમગ થયો બાંગ્લાદેશ, ઝારખંડના ગૌડાથી સપ્લાય શરુ બોટમાં એક બાળક, એક ગર્ભવતી મહિલા અને કેટલાક અલગ-અલગ વિકલાંગ લોકો સવાર છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં વિસ્થાપિત લોકોને લઈને ભૂમધ્ય સમુદ્ર પાર કરતી બોટોની સંખ્યામાં ઘણો વધારો થયો છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers