Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મહુડી મંદિરના બે ટ્રસ્ટીએ ચોરેલું સોનું માણેકચોકમાં સસ્તાભાવે વેચ્યું

બંનેના અમદાવાદ સ્થિત ઘરે પણ તપાસ કરવામાં આવી

(એજન્સી)ગાંધીનગર, મહુડી શ્રી ઘંટાકર્ણ મહાવીર મંદિરમાંથી સોનું અને રોકડની ચોરી મામલે ઝડપાયેલા બંને ટ્રસ્ટીઓના પોલીસે રીમાન્ડ લઈ પુછપરછ હાથ ધરાતા તેઓએ ચોરેલું સોનું અમદાવાદ માણેકપુરમાં એક સોનીને વેચી દીધું હોવાનું ખુલ્યું છે.

પોલીસે આ સોનીને ઝડપી લેવા માટે માણેકચોકમાં ધામા નાખ્યા છે. બીજીતરફ આજે બંને ટ્રસ્ટીઓને મહુડી મંદીર ખાતે લઈ જઈને ઘટનાનું રિકંસ્ટ્‌શન કરવામાં આવ્યું હતું. Mahudi temple trustees sold gold at manekchawk

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પુર્વે મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદીરના ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ વોરાએ મંદિરમાંથી ૪પ લાખના સોનાના વખરની ચોરી અને ભંડારામાંથી રોકડની ચોરી મામલે મંદિરના જ બે ટ્રસ્ટી નિલેષ મહેતા અને સુનીલ મહેતા સામે માણસા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી.

આ કેસની તપાસ ગાંધીનગર એલસીબીને સોપવામાં આવી હતી. પોલીસે ઈન્સ્પેકટર ડી.બી.વાળા સહીતના સ્ટાફે બંને ટ્રસ્ટીઓને ઝડપી વધુ તપાસ માટે માણસા કોર્ટમાંથી ચાર દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. પુછપરછ દરમ્યાન આજે બંને ટ્રસ્ટીઓએ ચોરેલ સોનાની વિગતો પોલીસને આપી હતી.

તેઓએ સોનાના વખર વાળું ૭૦૦ થી ૮૦૦ ગ્રામનું સોનું માણેકપુરના એક સોનીને વેચી દીધુ હોવાનું જણાવ્યું હતુું. આ બાબતનો ખુલાસો થતા જ એલસીબીની એક ટીમ માણેકચોક દોડી ગઈ હતી. ચોરાયેલું સોનું સસ્તાભાવમાં વેચી નાખ્યું હોવાનું પ્રાથમીક તપાસમાં ખુલ્યું છે.

જાેકે, હાલ તુરંત સોની પોલીસના હાથમાં આવ્યો નથી. બીજીતરફ આજે પોલીસ બંને ટ્રસ્ટીઓને લઈને માણસા મહુડી મંદિર પહોચી હતી. જયાં ઘટનાનું રિક્રસ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું. અહી પોલીસે પંચનામું કર્યું હતું. જયારે બંનેના અમદાવાદ સ્થિત ઘરે પણ તપાસ કરવામાં આવી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers