Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

હિપ-હોપ ડાન્સ ગ્રુપ કિંગ્સ યુનાઈટેડે વાડીલાલના મ્યુઝિક વીડિયો માટે પર્ફોર્મ કર્યું!

વાડીલાલે મ્યુઝિક વીડિયો દિલ બોલે વાહ વાહ વાહ સાથે સમર 2023 કેમ્પેઈન લોન્ચ કર્યું

અમદાવાદ, દેશની અગ્રણી આઈસક્રીમ બ્રાન્ડ વાડીલાલ એન્ટરપ્રાઈઝે એક અનોખા, ટ્રેન્ડી અને સૌને અપીલ કરતા મ્યુઝિક વીડિયો દિલ બોલે વાહ વાહ વાહ સાથે તેના સમર 2023 કેમ્પેઈનનો પ્રારંભ કર્યો છે. Vadilal launches Summer 2023 campaign with music video Dil Bole Waah Waah Waah

આ વાઈબ્રન્ટ મ્યુઝિક વીડિયો દિલ બોલે વાહ વાહ વાહ એ વાડીલાલના લોકપ્રિય કેમ્પેઈન દિલ બોલે વાહ વાડીલાલનું હાર્દ છે. લોકો કંઈક મીઠાશભર્યું, ખાસ કરીને વાડીલાલ આઈસક્રીમ ચાખ્યા પછી તરત જ ખુશ થઈને જે રીતે ‘વાહ’ બોલી ઊઠે છે તેના સંદર્ભમાં આ કેમ્પેઈન તૈયાર થયેલું છે.

 

આ મ્યુઝિક વીડિયો દર્શાવે છે કે કેવી રીતે વાડીલાલના સ્વાદિષ્ટ આઈસ્ક્રીમના માત્ર એક જ બાઈટથી, એક પરિવારનું રોજબરોજનું જીવન આંખના પલકારામાં જ વાડીલાલ પરના નાટક એવા વાહડીલેન્ડની જાદુઈ નગરીમાં ફેરવાઈ જાય છે. વીડિયોના તમામ પાત્રો – દાદા, દાદી, પિતા, માતા, બે પુત્રીઓ, પુત્ર અને તેમના પાલતુ કૂતરાને – સ્વપ્ન જેવી વાહડીલેન્ડની દુનિયામાં લઈ જવામાં આવે છે.

મોટાભાગના દર્શકો દાદાને વહાલા વાડીબ્રો નરેશ ગોસાઈ તરીકે ઓળખી લેશે. ઘરેઘરે જાણીતા રાજેશ કુમાર દ્વારા પિતાની ભૂમિકા ભજવવામાં આવી છે, જેઓ રોસેશ સારાભાઈ તરીકે લોકપ્રિય છે. આનો હેતુ પરિચિત ચહેરાઓ, જાણીતા, પ્રિય અને બધા સાથે જોડાઈ શકે એવા કલાકારોને બતાવવાનો છે.

વાડીલાલના બ્રાન્ડિંગ પ્રેસિડેન્ટ આકાંક્ષા દેવાંશુ ગાંધીએ જણાવ્યું હતું કે “વાડીલાલ બ્રાન્ડનો વારસો ધરાવે છે અને હજુય ખૂબ જ યુવાન છે. નવીનતાસભર પ્રવૃત્તિઓ સાથે અમે હંમેશા ટ્રેન્ડસેટર રહ્યા છીએ. આ ગીત દિલ બોલે વાહ વાહ વાહ એટલું અદ્ભુત રીતે વાડીલાલ સાથે ભળેલું છે કે તમારું હૃદય આપોઆપ જ વાહ વાડીલાલ બોલી ઉઠશે!”  આકાંક્ષા દેવાંશુ ગાંધી વાડીલાલ પરિવારની ત્રીજી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે.

આ મજાનું ગીત બોલિવૂડના ઊભરતા કમ્પોઝર અને ઓફ તરીકે જાણીતા કબીરે કમ્પોઝ કરેલું છે. કબીર ફિલ્મ ‘ગેહરાઈયાં’માં તેમના કમ્પોઝીશન અને રિલ મ્યુઝિક ‘તુ કહાં’થી લોકપ્રિય બન્યા છે.

એક વખત કોઈ આ ગીત સાંભળે પછી દિવસો સુધી તેની ધૂન મગજમાં ચાલ્યા કરશે. દરેક ભારતીયને આ કેમ્પેઈન પૂરું થયા પછી વાહ વાડીલાલ તેમના હોઠે રમતું હશે.

આજની ઈવેન્ટમાં મુંબઈના ડાન્સ ગ્રુપ કિંગ્સ યુનાઈટેડ દ્વારા પ્રેક્ષકો સમક્ષ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કિંગ્સ યુનાઈટેડ એનબીસીની વર્લ્ડ ઓફ ડાન્સના વિજેતા છે અને વર્લ્ડ હિપ હોપ ડાન્સ ચેમ્પિયનશીપમાં ત્રીજું ઈનામ જીતી ચૂક્યા છે.

વાડીલાલના કેમ્પેઈનમાં અનેકવિધ નવીનતાઓ સાથે સંપૂર્ણ અને ઈન્ટિગ્રેટેડ મીડિયા મિક્સનો સમાવેશ થશે. ઉદાહરણ તરીકે, વાડીલાલ ઓનલાઈન ચેલેન્જનું આયોજન કરશે, જેમાં યુવાનો અને દિલથી હજુય યુવાન લોકોને દિલ બોલે વાહ વાહ વાહ પર ડાન્સ કરતા પોતાના વીડિયો રીલ શૂટ કરવા માટે આમંત્રિત કરવામાં આવશે.

ડિજિટલ એક મોટી ભૂમિકા ભજવશે કારણ કે આ જ ગીત શ્રેષ્ઠ સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ પર અપલોડ કરવામાં આવશે. આઉટ ઓફ હોમ મીડિયા, રેડિયો, ટીવી જાહેરાત અને પ્રેસ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers