Western Times News

Gujarati News

મદદ કરવાના બહાને ATM કાર્ડ બદલી ઠગાઈ કરતાં બે ભેજાબાજો પકડાયા

ATM કાર્ડ બદલી ઠગાઈ કરતા મહાઠગને અંક્લેશ્વર પોલીસે દબોચી લીધો

મદદ કરવાના બહાને કાર્ડ બદલી પિન મેળવી બીજા એટીએમ પરથી રૂા.૩.૬૩ લાખ ઉપાડી લીધા હતા

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વર એ ડિવિઝન અને ભરૂચ એલસીબી પોલીસે ત્રણ મહિનામાં બાઈક પર ફરી મદદ કરવાના બહાને રાજ્યમાં ૧૫ લોકોના એટીએમ કાર્ડ બદલી ૩.૬૩ લાખ સેરવી લેનાર બે ભેજાબાજાે માંથી એકને હસ્તગત કરી કાર્યવાહી હાથધરી હતી. Two hoodlums were caught cheating by changing the ATM card on the pretext of helping

અંકલેશ્વર જીનવાલા સર્કલ ખાતે ફેબ્રુઆરીમાં ATM સેન્ટર પર નાણાં ઉપાડવા ગયેલા મહિલા પોલીસ કર્મચારી ઠગાઈનો ભોગ બન્યા હતા. ભેજાબાજે મદદ કરવાના બહાને મહિલા પોલીસક્રમીનું એટીએમ કાર્ડ લઈ તેના સ્થાને બીજું કાર્ડ આપી દીધું હતું.જે બાદ તેમના કાર્ડ વડે રૂપિયા ૧.૩૬ લાખ ઉઠાવી લીધા હતા.

બનાવ અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પી.આઈ આર.એચ.વાળા અને એલસીબી પી.આઈ ઉત્સવ બારોટની ટીમોએ તપાસ હાથધરી હતી.નજીકના સીસીટીવી ચકાસી આરોપી મહેસાણાનો હોવાનું ખુલતા ત્યાંથી તેને ઝડપી લવાયો હતો.

ભરૂચ લાવી મહેસાણાના ભેજાબાજ શૈલેષ કનુ સલાટની કડક પૂછપરછ કરાતા તે તેના વોન્ટેડ સાથીદાર નાગજી પ્રભાત રબારી સાથે લોકોને ઠગવાનો ગુનો આચરતો હોવાનું કબુલ્યું હતું. સ્પ્લેન્ડર બાઈક ઉપર બંનેએ નીકળી ૩ મહિનામાં ગાંધીનગર,વડોદરા,સુરત,અમદાવાદ અને અંકલેશ્વરમાં ૧૫ લોકોને એટીએમ ખાતે મદદ કરવાના નામે છેતરી ૩.૬૩ લાખ સેરવી લીધા હતા.

પકડાયેલા આરોપીએ ૫ ગુનાની કબૂલાત કરી છે તો વોન્ટેડ આરોપી સામે છેતરપિંડી સહિતના અલગ અલગ જીલ્લામાં ૮ ગુના નોંધાયેલા છે.ઝડપાયેલા શૈલેષ પાસેથી બાઈક,૩ એટીએમ કાર્ડ, રોકડા ૬૨ હજાર,મોબાઈલ મળી એક લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.બન્ને ઠગ એટીએમ સેન્ટર પર પોહચી રૂપિયા ઉપાડી આપવાના બહાને કાર્ડ મેળવી તેના સ્થાને બીજાે કાર્ડ આપી દેતા.અગાઉથી મેળવેલ પિનના આધારે બીજા એટીએમ પર જઈ નાણાં ઉપાડી લેતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.