Western Times News

Gujarati News

ધોળકા ખાતે પોલીસ આવાસોનું ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ

પોલીસ કર્મયોગીઓની સુવિધાઓમાં વધારો ધોળકા ખાતે પોલીસ સ્ટેશનના નવનિર્મિત બિલ્ડીંગ તથા પોલીસ આવાસોનું ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ 

રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨, અમદાવાદ સેનાપતિ કચેરી તથા આવાસોનું લોકાર્પણ 

એન્ટી હ્યુમન ટ્રાફીંકીંગ યુનિટના નવા વાહનોને મંત્રીશ્રી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે

રાજ્યના નાગરિકોની સુરક્ષામાં સતત ખડેપગે રહેતા પોલીસ કર્મયોગીઓની સુવિધામાં વધારો કરવા રાજ્ય સરકાર સતત કાર્યરત છે. જે અંતર્ગત તા.૧૩મી એપ્રિલના રોજ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ધોળકા ખાતે પોલીસ સ્ટેશનના નવનિર્મિત બિલ્ડીંગ તથા પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

તે ઉપરાંત અમદાવાદ ખાતે નવનિર્મિત રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨, સેનાપતિ કચેરી તથા આવાસોનું લોકાર્પણ કરી મંત્રીશ્રી એન્ટી હ્યુમન ટ્રાફીંકીંગ યુનિટના નવા વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું

ધોળકા ખાતે પોલીસ સ્ટેશનના નવનિર્મિત બિલ્ડીંગ તથા પોલીસ આવાસોનું ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે સવારે ૯ કલાકે લોકાર્પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી તથા અમદાવાદ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ તેમજ અમદાવાદ રેન્જ આઈ.જી. શ્રી વી. ચંન્દ્રશેખર ઉપસ્થિત રહ્યા હતા.

તો બીજી તરફ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા અમદાવાદમાં સેનાપતિ કચેરી તથા પોલીસ જવાનો માટેના બી કક્ષાના ૨૮૮ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨, અમદાવાદ સેનાપતિ કચેરી તથા આવાસોનું ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે તા. ૧૩ એપ્રિલના રોજ બપોરે ૧૨ કલાકે લોકાર્પણ કરાયું હતું.

ઉપરાંત મંત્રી શ્રી એન્ટી હ્યુમન ટ્રાફીંકીંગ યુનિટના નવા વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન પણ કરાવશે. જેમાં સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી, આઈ.પી.એસ શ્રી હસમુખ પટેલ, આઈ.પી.એસ શ્રી આર. બી. બ્રહ્મભટ્ટ, આઈ.પી.એસ ડો. પી. કે. રોશન સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.