Western Times News

Gujarati News

સંપૂર્ણ ચુકાદો તૈયાર કર્યા વિના જજ કોર્ટમાં તેનો અંતિમ ભાગ સંભળાવી શકે નહીં: સુપ્રીમ કોર્ટ

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે  કર્ણાટકમાં નીચલી કોર્ટના જજને બરતરફ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે, સુપ્રીમ કોર્ટે એમ પણ કહયું કે કોઇપણ ન્યાયિક અધિકારી ચુકાદાની સંપૂર્ણ તૈયારી કર્યા વિના ખુલ્લી અદાલતમાં ચુકાદાનો અંતિમ ભાગ સંભળાવી શકે નહી.

જસ્ટિસ વી રામસુબ્રમણ્યમ અને પંકજ મિથલની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચ દ્વારા આ નિર્દેશ કર્ણાટક હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આવ્યો હતો. તેમની અરજીમાં, તેમણે પૂર્ણ અદાલત દ્વારા પસાર કરાયેલા આદેશને બાજુ પર મૂકીને ન્યાયાધીશને પુનઃસ્થાપિત કરવાના કર્ણાટક હાઇકોર્ટની ડિવિઝન બેંચના આદેશને પડકાર્યો હતો.

વાસ્તવમાં, કર્ણાટક હાઇકોર્ટની પૂર્ણ બેન્ચે પોતાના જ વહીવટી ર્નિણયને રદબાતલ કરતા જજને પુનઃસ્થાપિત કર્યા હતા. પરંતુ હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલે આ ર્નિણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ કેસમાં તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે સંમત થયા કે સિવિલ જજ એમ નરસિમ્હા પ્રસાદ દ્વારા તેમના બચાવમાં આપવામાં આવેલી દલીલો વાજબી નથી.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વી. સુબ્રમણ્યમ અને જસ્ટિસ પંકજ મિથલની બેન્ચે નોંધ્યું હતું કે સિવિલ જજે દલીલ કરી હતી કે તેમના સ્ટેનોને કામની બરાબર ખબર ન હતી અને તેમણે કામમાં રસ પણ દાખવ્યો નથી. આ કારણોસર તે સંપૂર્ણ ર્નિણયની તૈયારી કર્યા વિના જ ચુકાદો સંભળાવતો હતો. તેમની દલીલને ઠપકો આપતા સુપ્રીમ કોર્ટે કહયું , આ દલીલ ખૂબ જ બાલિશ છે. જસ્ટિસ વી રામસુબ્રમણ્યમ અને પંકજ મિથલની સુપ્રીમ કોર્ટ બેન્ચે કહયું કે જ્જનું વર્તન અસ્વીકાર્ય છે.

આરોપો ટાળવા માટે ન્યાયાધીશનો તર્ક ખોટો છે.ખંડપીઠે કહયું કે પ્રતિવાદી તરફથી ચુકાદો તૈયાર કરવામાં અને લખવામાં ઘોર બેદરકારી અને ઉદાસીનતાની આસપાસ ફરતા આવા આરોપો સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. ન્યાયિક અધિકારી માટે આ અયોગ્ય છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.