Western Times News

Gujarati News

ભાજપ વિશ્વનો સૌથી મહત્ત્વનો રાજકીય પક્ષ

ભાજપ વિશ્વનો સૌથી શક્તિશાળી અને મહત્વનો રાજકીય પક્ષ બની ગયો છે જેથી કેન્દ્ર સરકાર સાથે સંબંધો નહીં રાખવાનું અમેરિકા, યુરોપ કે વિશ્વના અન્ય કોઈ દેશને પાલવે એમ નથી. લેખકે અત્રે ભાજપ અને આરએસએસની શક્તિ અને મહત્તાનું વર્ણન કર્યું છે.

અમેરિકાના રાષ્ટ્રીય હિતોની દૃષ્ટિએ ભારતની સત્તાધારી ભારતીય જનતા પાર્ટી વિશ્વમાં સૌથી મહત્વની રાજકીય પાર્ટી છે અને તેની આ મહત્તાનું મુલ્ય કદાચ બહુ ઓછું આંકવામાં આવ્યું છે.

ર૦૧૪માં સત્તા પર આવી, ર૦૧૯માં સત્તા જાળવી રાખી અને ર૦ર૪માં પણ આનું પુનરાવર્તન કરવા તરફ આ પાર્ટી આગળ વધી રહી છે, એ પણ મહત્વની બાબત છે. ભારતના રાજકારણમાં એવા સમયે આ પક્ષ મજબુત બન્યો છે જયારે જાપાન સાથે ભારત અગ્રણી આર્થિક સત્તા તરીકે ઉભરી રહ્યું છે

અને ઈન્ડો- પેસિફિક ક્ષેત્રમાં અમેરિકન વ્યૂહરચનાનો પણ તે હિસ્સો બની રહ્યો છે. ભવિષ્યમાં પણ ભાજપ નિર્ણાયક સાબિત થવાનો છે, કારણ કે તેની મદદ વગર ચીન પર લગામ લગાવાવના અમેરિકાના પ્રયાસો અધૂરા રહેવાના છે.

ભાજપને સમજવામાં કાં તો લોકો થાપ ખાઈ ગયા છે કાં તેમની દૃષ્ટિ ટૂંકી પડે છે. કારણ કે તેનો વિકાસ મોટા ભાગના બિનભારતીયો જે વાતથી અજાણ છે એવા રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસમાંથી થયો છે. ભાજપના ચૂંટણીને લગતા વર્ચસમાં આધુનિકીકરણ દ્વારા હિન્દુ માર્ગ કંડારવાના સામાજિક વિચારો અને ચળવળકારોની અનેક પેઢીઓના પ્રયાસો પર આધારિત રાષ્ટ્રીય પુનરુત્થાનની એક વેળા હાંસિયામાં ધકેલાઈ ગયેલી સામાજિક ચળવળથી સફળતાનું પ્રતિબિંબ પડે છે.

મુસ્લિમ બિરાદરીની જેમ ભાજપે પણ આધુનિકીકરણને ગળે લગાડવાની સાથે સાથે પશ્ચિમના દેશોના ઉદારતાવાદના અનેક વિચારો અને પ્રાથમિકતાઓને નકારી કાઢી છે. ચીનની કોમ્યુનિસ્ટ (સામ્યવાદી) પાર્ટીની જેમ ભાજપ એક અબજથી વધુ લોકોની વસતિ ધરાવતા રાષ્ટ્રને વૈશ્વિક મહાસત્તા બનાવવાની આશા સેવી રહ્યો છે.

ઈઝરાયલની લીકુડ પાર્ટીની જેમ ભાજપે લોકપ્રિય વાકપટતા અને પારંપરિક મુલ્યોની સાથે બજારતરફી આર્થિક વલણ અપનાવ્યું છે, સાથે જ પશ્ચિમના દેશોની સંસ્કૃતિ અને ભદ્ર સમાજના રાજકારણ અને પંચરંગી સંસ્કૃતિથી વંચિત રહી ગયા હોવાનું અનુભવતા લોકોની ખફગી પણ વહોરી લીધી છે.

અમેરિકાના વિશ્લેષકો અને ખાસ કરીને ડાબેરી- ઉદારમત ધરાવતા વિશ્લેષકો નરેન્દ્ર મોદીના ભારત તરફ દૃષ્ટિપાત કરીને ઘણીવાર એવું પૂછતા હોય છે કે તે ડેન્માર્ક જેવું કેમ નથી ? તેમની આવી ચિંતા સંપૂર્ણપણે અસ્થાને નથી. સરકારની ટીકા કરનાર પત્રકારોને ઘણીવાર સતામણી અને તેનાથી પણ વધુ ખરાબ અનુભવોનો સામનો કરવો પડતો હોય છે.

હિન્દુત્વના પુનરુત્થાનની સાથે ધાર્મિક લઘુમતીઓ અથડામણનો ભોગ બની રહી છે અને ભાજપના ભારતમાં ટોળા દ્વારા આચરવામાં આવતી હિંસા વધી રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ભાજપની નેતાગીરી સાથે નજીકના સંબંધો ધરાવતી હિન્દુ રાષ્ટ્રવાદી સંસ્થા રાષ્ટ્રીય સ્વયં સીેવક સંઘ (આરએસએસ)ના વધતા વર્ચસ્વથી અનેક લોકો ભયભીત થઈ રહ્યા છે.

ભારત જટિલ દેશ છે અને તેને એક ગાથામાં બાંધી શકાય નહી. ભાજપને તાજેતરની કેટલીક રાજકીય સફળતાઓ ભારતના પૂર્વોત્તરના ખ્રિસ્તી વર્ચસવાળા રાજયોમાં મળી છે. ર૦ કરોડથી વધુની વસતિ ધરાવતા ભારતના ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકારને શિયા મુસ્લિમોનો જાેરદાર ટેકો મળ્યો છે. જાતિ આધારિત ભેદભાવની વિરુદ્ધમાં આરએસએસના સ્વયંસેવકોએ મહત્વની ભુમિકા ભજવી છે.

ભાજપ અને આરએસએસના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠકોની શુંખલા બાદ તેમ જ તેમના કેટલાક ટીકાકારો સાથેની બેઠકો બાદ મને એક વાત સમજાઈ છે કે અમેરિકનો અને યુરોપિયનોએ ભારતની જટિલ પરંતુ શક્તિશાળી એવી આ ચળવળ સાથે વધુ ઉંડાણથી સંકળાવાની જરૂર છે. આરએસએસ કદાચ આખા વિશ્વમાં સૌથી શક્તિશાળી સામાજિક સંસ્થા બની ચૂકી છે.

તેના ગ્રામીણ અને શહેરી વિકાસ કાર્યક્રમો, ધાર્મિક શિક્ષણ, પુનરુત્થાનના પ્રયાસો અને નાગરિક સક્રિયતા તેમ જ જીવનના તમામ ક્ષેત્રોમાં હજારો સ્વયંસેવકોના સાથ દ્વારા આરએસએસ રાજકીય જાગૃતિ લાવવામાં સફળ રહ્યું છે એવું લાગે છે કે આ ચળવળ હવે ત્રિભેટે ઉભી છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન સંન્યાસી યોગી આદિત્યનાથને હું મળ્યો ત્યારે તેમના રાજયમાં રોકાણ લાવવાની વિકાસને લગતી બાબતે ચર્ચા થઈ હતી. આદિત્યનાથને આ ચળવળના સૌથી વધુ કટ્ટરતાવાદી અવાજ અને કેટલીકવાર ૭ર વર્ષના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અનુગામી તરીકે જાેવામાં આવે છે

એવી જ રીતે આરએસએસના આધ્યાત્મિક નેતા મોહન ભાગવતે મારી સાથે ભારતના આર્થિક વિકાસ વિશે તેમ જ ધાર્મિક લઘુમતીઓ સાથે કોઈ ભેદભાવ કરાતો નહી હોવાની વાત કરી હતી.
(સૌજન્યઃ વોલસ્ટ્રીટ જર્નલ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.