Western Times News

Gujarati News

પેશાબમાં બળતરા થતી હોય તો લૂણીની ભાજીનો રસ અને સાકરનું શરબત બનાવી પીવું

પેશાબ ટીપે ટીપે થાય છે? વારંવાર જવાની શંકા થાય છે?           

માનવ શરીરના અંગ પ્રત્યાંગમાં તેના પ્રત્યેક કોષોમાં ક્ષમતાશક્તિ ભરી પડી હોય છે. જ્યારે આ શક્તિનો હ્રાસ થાય છે ત્યારે તે અંગ પ્રત્યંગ રોગગ્રસ્ત થાય છે. જેમકે ફેફસાની નબળાઇથી છાતીના દર્દો, હ્રદયની ક્ષમતાશક્તિના હ્રાસથી હ્રદયનારોગો તેમ વૃક્ક એટલે કે કીડની અને તેમની ક્ષમતાશક્તિના હ્રાસથી કિડનીના રોગો ઉદભવે છે.

રોગ થવાના અનેક કારણો પૈકી એક કારણ જીવાણુઓને માનીએ તો પણ માનવીમાં શરીરમાં જીવાણુ દાખલથવા માટે શરીરની ક્ષમતાશક્તિનો હ્રાસ થયો હોય તો જ જીવાણુને હુમલો કરવાની તક મળે છે.

પ્રમેહ તે કિડની વૃક્કની ક્ષમતાશક્તિનો અભાવ. આ રોગ મટાડવા માટે નિર્બળ બનેલા અવયવ સ્વસ્થ બનાવવામાં આવે તો રોગનો ઉદભવ વારંવાર થતો નથી. પેશાબમાં પરુના કણો Pus cells જતા હોય તેને પ્રમેહ Pyelitis કહેવાય છે. વૃક્કાશયની જીવનીય શક્તિનો હ્રાસ થવો એ જ મુખ્ય કારણ છે.

ShriramVaidya-logo
Mob: 9825009241  Email: [email protected]

        કારણો: વૂક્કાશય કિડનીમાં પથરીના કારને, અભિઘાતના કારણે, પૌરૂષગ્રંથીના પ્રોસ્ટેટ વધવાના કારણે, મૂત્રનળીના રોગના કારણે, ગર્ભાવસ્થામાં વૃક્કાશય ઉપર ભાર પડવાથી, આંતરડાના જીવાણુઓના કારણે,

મૂત્રનળીમાં વારંવાર કેથેટર નાંખવાથી ક્યારેક બહારના જીવાણુઓના કારણે, મૂત્રનળીમાં વારંવાર કેથેટર નાંખવાથી ક્યારેક બહારના જીવાણુઓ પ્રવેશ પામે છે ત્યારે સોજો ઉદભવે છે. સોજાના કારણે તેની વહનક્રિયા ઘટે છે. મૂત્રવહન ક્રિયા સમતુલ થતી નથી

જેથી પેશાબમાં પરુના કણો દેખાય છે. આ પરિક્ષા અણુવિક્ષણયંત્ર દ્વ્રારા કરવામાં આવે છે. મૂત્ર પરીક્ષામાં આલ્યુબીન, પસ સેલ્સ, રોગોના કારણભૂત જીવાણુઓ, રક્ત કણ મળે છે અને પેશાબ અમલીય પ્રતિક્રિયાવાળો હોય છે. વૃક્કાશયમાં મૂત્ર સંચય થાય છે. ત્યારે પણ પેશાબમાંપરુના કણો દેખાય છે.

તીવ્ર હુમલાના લક્ષણો; તીવ્ર હુમલામાં ઠંડી સાથે તાવ ચઢે છે. 102 થી 104 ડીગ્રી સુધી વધે અને ચાલુ તાવમાં મેલેરીયાનો ભ્રમ પેદા થાય. માથાનો દુખાવો, ઊલ્ટી, ઊબકા, શિથિલતા ઉપરાંત કમર અને વૃક્કાપ્રદેશમાં ધીમી પીડા થાય છે. આ રોગની ત્રીજી અવસ્થામાં જે અવસ્થા જીર્ણ છે

તેમાં ઓછા વત્તા પ્રમાણમાં પરુના કણો કાયમ માટે પેશાબની તપાસમાં દેખાયા કરે છે. પેઢામાં ભાર લાગી વારંવાર પેશાબની હાજત થાય, ક્યારે બળતરા બળે, ક્યારેક રોકાઇને આવે, કમરમાં સખત દુખાવો રહે, શરીર જકડાઇ ગયા જેવું લાગે. આ જીર્ણ અવસ્થા મુખ્યત્વે પથરીની બીમારી પછી પ્રોસ્ટેટના રોગોના કાર્ણે વૃક્ક કિડનીએ મોટી થવાના સુજવાના કારણો વિશેષ જોવા મળે છે.

પેશાબ ટીપે ટીપે થવો, વારંવાર જવાની શંકા થવી અને પેશાબ ભરાયેલો રહે તે લક્ષણો વીશેષ રીતે જોવા મળે છે. શરીરની ક્ષમતાશક્તિ તે રોગ સામેની પ્રતિકારકશક્તિ છે. ક્ષમતાશક્તિનો હ્રાસ થવો એટલે દોષોની વૈષ્મ્યતા એટલે રોગનો ઉદભવ.

ઉપચારો: વિકૃત વીજ્ઞાનની દ્રષ્ટિએ મૂત્ર પરીક્ષામાં તેના કલ્ચરથી કેવા પ્રકારના જીવાણુઓ છે તે જાણીને સેંસીટીવ ડ્રગના ઔષધો ઉપયોગી છે કે કેમ તે જાણી શકાય છે અને ઉપયોગી ઔષધ આપવાથી લાભ તુરંત જ જણાય છે. છતાં પણ આ ઔષધો જ્યારે તેની તપાસમાં ઉપયોગી જણાતા નથી ત્યારે ઔષધો આપવાનો પ્રશ્ન મુશ્કેલ બને છે.

આયુર્વેદની દ્રષ્ટિએ વૃક્કાશયને વધુ બળ ન પડે અને તેની ક્ષમતાશક્તિ વધે તેવા આહાર અને ઔષધ આપવાનું હોય છે. ખોરાકમાં જવ પ્રાધાન્યવાળો ખોરાક, કફ ન કરે તેવો રૂક્ષ આહાર આપવો જોઇએ.

નિમ્વાદી યોગ: આ રોગમાં નિમ્વાદી યોગ પ્રશસ્ત્ર ઔષધ છે. આ ઔષધ બનાવવા માટે લીમડામાં કુમળા પાન 250ગ્રામ, ફટકડી 100ગ્રામ, કપૂર25 ગ્રામ લેવું. લીમડાના પાનને ઝીણા ચટણી જેવાં લસોટી લઇ ફટકડીનો બારીક ભૂકો કરવો.

માટીની હાંડલીમાં અડધી ફટકડી નીચે પાથરી ઉપર કપૂર મૂકી બાકીની ફટકડીથી કપૂર દબાવી દેવું. ત્યારબાદ લીમડાની ચટણીથી ચારેબાજુ દબાવી દેવું અને ધીમા તાપ ઉપર મૂકવું. જ્યારે આંગળીથી ભૂકો થઇ શકે ત્યારે નીચે ઉતારી ઠંડુ થવાથી વાટીને બારીક ચૂર્ણ કરી બાટલી ભરી દેવી.

માત્રા: 2માસ દિવસમાં ત્રણ વાર દૂધ સાથે આપવું, 6થી7 દિવસના પ્રયોગથી જ લાભ થવા માંડે છે.

પ્રોસ્ટેટની વૃધ્ધિના કારણે આ રોગ હોયતો સુવર્ણ વસંત કુસુમાકર 2 રતી, પુનર્નવાદી ગુગળ 6 રતી, ગોક્ષુરાદી ગુગળ 6 રતી, ચંદ્રપ્રભા 6 રતી મેળવી બે પડીકા કરવા. સાથે સરગવો, વાયવરણો અને ગોખરુ સમભાગે લઇ તેનો ભૂકો બે તોલા સવાર સાંજ કવાથ વિધિ પ્રમાણે બનાવી પડીકી ઉપર પીવો. સાથે નિમ્યાદીયોગનો ઉપયોગ કરવો.

આ પ્રયોગ અન્ય શોથના કારણે થતાં પેશાબના રોગમાં ઉપયોગી છે. ઉપરોક્ત ઔષધોનો સફળતાપૂર્વક વર્ષોથી તેનો પ્રયોગ કરી લાભ મેળ્વ્યો છે.   કેટલીકવાર ઉપચારો સામાન્ય હોવા છતાં કાળજી કરવામાં આવે તો ચમત્કારિક પરિણામ આપી જાય છે.  એક સમયે ૧ થી ૨ પ્રયોગ કરી શકાશે. કેસુડાનાં પાન અને કેળાની છાલનું ચૂર્ણ અડધો તોલો લઇ તેને ૧૦૦ ગ્રામ પાણીમાં પલાળવું. રાત્રે આ ચૂર્ણ પલાળી સવારે મસળીને ગાળી લઇ આ પાણી પીવાથી બંધ પેશાબ ઝડપથી છૂટે છે.

પેશાબમાં બળતરા થતી હોય તો લૂણીની ભાજીનો રસ પાંચ તોલા અને સાકરનું શરબત બનાવી પીવું, જેથી, તરત જ પેશાબ માર્ગમાં થતી બળતરા બંધ થાય છે.  જ્યારે દર્દીને પેશાબ માર્ગની સમસ્યાઓ હોય અને પેશાબ અટકી ગયો હોય ત્યારે – ૨ થી ૩ ગ્રામ જેટલી પ્રવાલપિષ્ટી તેટલી જ એલચી સાથે ગરમ દૂધમાં લેવાથી પેશાબની છૂટ થાય છે.

આયુર્વેદિક ઔષધોમાં ગોક્ષુર, શિલાજીત, પુર્નનવા, ભોંયરીંગણી, ત્રિફળા, આમળા વગેરે મૂત્રરોગોમાં સારું પરિણામ આપે છે. આ ઔષધોનો ઉપયોગ નિષ્ણાંતની સલાહ મુજબ કરી શકાય છે. યોગ્ય સમયે કરેલો ઔષધ પ્રયોગ આ રોગમાં ઘણો જ ફાયદાકરાક સાબિત થાય છે, તે વાતમાં બે મત નથી ઘણી વાર પેશાબ ટીપે-ટીપે આવે છે જેથી પેશાબ ટપકતો રહેતો હોય ત્યારે નીચે બતાવેલાં સામાન્ય ઉપાયોથી પણ આ ફરિયાદમાં ઘણો જ ફાયદો થાય છે.

વળી, ઈન્દ્રવરણાનું મૂળ પાણીમાં ઘસીને દર્દીને પીવડાવવાથી પણ ઝાડા અને પેશાબની છૂટ થાય છે.  ગોખરુ ચૂર્ણને દૂધમાં પકવી તેની ખીર બનાવી ખડી સાકર નાખી પીવાથી પેશાબ માર્ગની તમામ સમસ્યાઓમાં રાહત થાય છે, અને પેશાબની છૂટ થાય છે. આદુનો રસ ખડી સાકરમાં મેળવીને પીવાથી પણ ટપકતાં પેશાબની સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે.  .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.