Western Times News

Gujarati News

સની કૌશલ માટે લવગુરુ છે Vicky અને Katrina

મુંબઈ, સની કૌશલ તેવા એક્ટરમાંથી એક છે જે પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને લઈને વધારે ચર્ચામાં રહે છે. તે ઘણા સમયથી શરવરી વાઘને ડેટ કરી રહ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. Sunny Kaushal Vicky Kaushal Katrina Kaif

જાે કે, હજી સુધી બંનેએ આ અંગે પુષ્ટિ કરી નથી. ત્યારે હાલમાં એક ઈન્ટરવ્યૂમાં સનીને શું તે ભાઈ વિકી કૌશલ અને ભાભી કેટરીના કૈફ પાસેથી પ્રેમ અંગે કોઈ સલાહ લેતો રહે છે કે કેમ તેમ પૂછવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, વિકી અને કેટરીનાના પણ લવ મેરેજ છે. દોઢ વર્ષના રિલેશનશિપ બાદ તેઓ ડિસેમ્બર ૨૦૨૧માં રાજસ્થાનના શાહી મહેલમાં ધૂમધામથી બંધનમાં બંધાયા હતા.

રિલેશનશિપ અને પ્રેમ અંગે ભાઈ-ભાભી પાસેથી સલાહ લે છે કે કેમ તેનો જવાબ આપતાં સની કૌશલે ઈન્ડિયા ટુડેને જણાવ્યું હતું કે, ‘પ્રેમ સંબંધિત? ના! જાે હું આ સવાલ મારા ભાઈને પૂછીશ તો તે મારે પ્રેમ સંબંધિત સલાહની કોઈ જરૂર નથી તેમ જ કહેશે તેવી મને ખાતરી નથી.

ના યાર! મને નથી લાગતું કે હું પ્રેમના સંદર્ભમાં તેમની પાસેથી સલાહ માગીશ’. જણાવી દઈએ કે, વેબ સીરિઝ ‘ધ ફોરગોટન આર્મી આઝાદી કે લિયે’માં સની અને શરવરીએ સાથે કામ કર્યું હતું. આ દરમિયાન તેઓ પ્રેમમાં પડ્યા હતા અને ત્યારથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. શરવરી કૌશલ પરિવારના તમામ સભ્યો સાથે ક્લોઝ બોન્ડ ધરાવે છે અને તે વિકી-કેટરીનાના લગ્નમાં પણ સામેલ થઈ હતી.

કામની વાત કરીએ તો, વિકી કૌશલ સાથે અવારનવાર સની કૌશલની સરખામણી થતી રહે છે. વિકીએ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો સિક્કો જમાવી દીધો છે જ્યારે સની હજી પોતાની જગ્યા બનાવી રહી છે. આ જ ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, તેઓ બંને સગા ભાઈઓ છે અને એક જ વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેથી લોકો સરખામણી કરે તે સ્વાભાવિક છે. જાે કે, દિવસના અંતે તેઓ આર્ટિસ્ટ છે અને તે અન્ય એક્ટરની જેમ વિકીથી અલગ છે.

થોડા દિવસ પહેલા આરજે સિદ્ધાર્થ કનનને આપેલા ઈન્ટરવ્યૂમાં સની કૌશલે ભાભી કેટરીના સાથેના બોન્ડિંગ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, જ્યારે પરિવારના સભ્યો સાથે બેઠા હોય ત્યારે તેઓ એકબીજા સાથે વાત કરવામાં મશગુલ થઈ જાય છે જ્યારે બાકીના સભ્યો તેઓ ક્યારે બંધ થશે તેની રાહ જુએ છે. આ સાથે તેણે ઉમેર્યું હતું કે, તેને અને કેટરીનાને વાતો કરવી ગમે છે. તેઓ ઘણા ટોપિક પર વાતો કરે છે.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, સની કૌશલ ફિલ્મ ‘ફિર આઈ હસીન દિલરુબા’નું શૂટિંગ કરી રહ્યો છે, જેની જાહેરાત જાન્યુઆરી ૨૦૨૩ના રોજ કરવામાં આવી હતી. ફિલ્મમાં તેની સાથે તાપસી પન્નુ અને વિક્રાંત મેસી પણ છે. આ ફિલ્મ ૨૦૨૧માં આવેલી ‘હસીન દિલરુબા’ની સીક્વલ છે, જેમાં તાપસી અને વિક્રાંતની સાથે હર્ષવર્ધન રાણે હતા. સની અત્યારસુધીમાં સિદ્દત, મિલી, હુરદંગ તેમજ સનશાઈન મ્યુઝિક ટુર્સ એન્ડ ટ્રાવેલર્સ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.