Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પ્રેગ્નેન્સીમાં પણ બેદરકારી દાખવી રહી છે દીપિકા કક્કર

મુંબઈ, દીપિકા કક્કરને ટ્રોલિંગ સાથે જૂનો સંબંધ છે, તે કંઈ પણ કરે ટ્રોલ થઈ જાય છે અને ખરાબ-ખરાબ ટિપ્પણીનો સામનો કરવો પડે છે. આ વર્ષની શરૂઆતમાં જ્યારે તેણે પ્રેગ્નેન્સીની જાહેરાત કરી રહ્યા હેટર્સે બેબી બમ્પને ફેક ગણાવ્યો હતો અને હવે તે સૌથી નાજુક તબક્કામાં તીખું-તળેલું ફૂડ ખાઈ રહી છે તે માટે નફરતનો શિકાર બની છે. Deepika Kakkar and Shoaib Ibrahim

હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને પતિ શોએબ ઈબ્રાહિમની સાથે-સાથે પરિવારના અન્ય સભ્યો માટે ભજીયા, બ્રેડ પકોડા અને અન્ય મસાલેદાર વાનગીઓ ખાતી રહે છે. જે આમ જાેવા જઈએ તો કોઈ પણ પ્રેગ્નેન્ટ મહિલા માટે હાનિકારક છે. હાલમાં જ્યારે ‘અજૂની’ એક્ટરે તેના ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે  સેશન યોજ્યું ત્યારે એક આ જ અંગે સવાલ ઉઠાવ્યો હતો.

એક ફેને પૂછ્યું હતું ‘દીપિકા કેમ પ્રેગ્નેન્સી દરમિયાન અનહેલ્ધી ફૂડ ખાતી રહી છે? શું તેને બાળકની જરાય પણ ચિંતા નથી?’. શોએબ આ વાતથી અપસેટ થયો નહોતો અને શાંતિથી જવાબ આપતાં લખ્યું હતું ‘દરેક માને તેના બાળકની ચિંતા હોય છે. જે પણ ન્યૂટ્રિશનની જરૂર પડે તે દીપિકા લઈ રહી છે, તેમ છતાં પ્રેગ્નેન્સી છે એટલે મન કરે એ ખાઈ લે છે. તે આ સમયને માણી રહી છે અને ખુશ રહેવાનો પ્રયાસ કરી રહી છે.

જ્યારે એક ફેને તેના આગામી પ્રોજેક્ટ વિશે પૂછ્યું તો એક્ટરે લખ્યું હતું ‘પિતૃત્વ, ખૂબ જલ્દી ઈંશાઅલ્લાહ’. એક ફેને પિતા બન્યા બાદ શોએબ તેના પિતાના કયા ગુણ અપનાવવા માગે છે તેમ પૂછ્યું હતું, તેના રિપ્લાયમાં તેણે કહ્યું હતું ‘મારા બાળક સાથે ઊંઘવું અને તેને કહાણીઓ સંભળાવવી’.

દીપિકા કક્કર હાલ પ્રેગ્નેન્સીના બીજા ટ્રાયમેસ્ટમાં છે. બાળકનો જન્મ થાય તે પહેલા પતિ શોએબ સાથે પૂર્વ તૈયારીમાં લાગી ગઈ છે. તેઓ હાલ જ્યાં ખરીદે છે ત્યાં જ નવો ફ્લેટ ખરીદ્યો છે અને ત્યાં કન્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. એક વ્લોગમાં કપલે બાળક માટે બની રહેલા રૂમની ઝલક દેખાડી હતી.

આ દરમિયાન મોમ-ટુ-બીએ કહ્યું હતું કે ‘મને અંદરથી ખુશી થઈ રહી છે, ઘણું બધું થવા આવ્યું છે ત્યારે રૂમ કેવો દેખાશે તે અંગે હું અનુમાન કરી શકું છું. ડિઝાઈનરે પણ કહ્યું છે કે ઈદ સુધીમાં રૂમ તૈયાર થઈ જશે. હવે હું રાહ જાેઈ શકતી નથી’.

જણાવી દઈએ કે, દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમના લગ્નના પાંચ વર્ષ થઈ ગયા છે. તેઓ સીરિયલ સસુરાલ સિમર કા’ના સેટ પર મળ્યા હતા અને ફેબ્રુઆરી ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. દીપિકાના આ બીજા લગ્ન છે, અગાઉ તેણે રોનક મહેતા સાથે ૨૦૧૧માં લગ્ન કર્યા હતા, જે વ્યવસાયે પાઈલોટ હતો.

ટીવી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું તે પહેલા દીપિકા કક્કર એર હોસ્ટેસ હતી. જાે કે, થોડા વર્ષ તેમા કામ કર્યા બાદ તેણે એક્ટિંગનો માર્ગ પકડ્યો હતો અને ૨૦૧૦માં ‘નીર ભરે તેરે નૈના દેવી’માં કામ કર્યું હતું, જેમાં તેણે દેવી લક્ષ્મીની ભૂમિકા ભજવી હતી. તેને પોપ્યુલારિટી ‘સસુરાલ સિમર કા’માં સિમર ભારદ્વાજનું પાત્ર ભજવીને મળી હતી. તે ૨૦૧૧-૧૭ સુધી તેનો ભાગ હતી. તે બાદ તેણે ઝલક દિખલા જા ૮, નચ બલિયે ૮ અને બિગ બોસ ૧૨ જેવા રિયાલિટી શો કર્યા હતા.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers