Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Neetu Kapoor Katrinaને પસંદ ન કરતાં એક્ટ્રેસે કહી આ વાત

મુંબઈ, નીતૂ કપૂરે થોડા દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરેલી ક્રિપ્ટિક પોસ્ટે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ પોસ્ટ દીકરા રણબીર કપૂરની એક્સ-ગર્લફ્રેન્ડ કેટરીના કૈફ માટે જ હોવાનું ઘણા યૂઝર્સને લાગ્યું હતું. હવે, એક્ટ્રેસનો જૂનો વીડિયો ધ્યાન ખેંચી રહ્યો છે, જેમાં રણબીરના મમ્મી નીતૂ તેને પસંદ ન કરતાં હોવાની વાત પર પ્રતિક્રિયા આપી હતી. Ranbeer Kapoor Neetu Kapoor Katrina Kaif

જણાવી દઈએ કે, દીપિકા પાદુકોણને ડેટ કરવા દરમિયાન જ રણબીર ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ના શૂટિંગ વખતે કેટરીનાની ક્લોઝ આવ્યો હતો. બંનેએ ઘણા વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું અને લગ્ન પણ કરવાના હોવાની ખબર હતી. જાે કે, જગ્ગા જાસૂસમાં કામ કરવા દરમિયાન તેમની વચ્ચે મતભેદ થયો હતો અને બ્રેકઅપ કરી લીધું હતું. એક જૂના વીડિયોમાં કેટરીનાને ‘ઈન્ડિયા ટુડે કોન્ક્‌લેવ’માં નીતૂ કપૂર તેને પસંદ ન કરતાં હોવાની અફવા વિશે પૂછવામાં આવ્યું હતું.

આ વિશે તેણે કહ્યું હતું કે ‘આ સાંભળીને મને નવાઈ લાગી રહી છે. એક સેકન્ડ ઉભા રહો. આ અફવા માટે હું પોતે જવાબદાર છું. હું આ વાતનો દોષ પોતાના પર લઉ છું. કારણ છે છેલ્લા આઠ-નવ વર્ષથી મેં મારી પર્નસલ લાઈફ વિશે કોઈ વાત કરી નથી, તેનું કોઈ કારણ નથી. હું એક સેન્સિટિવ મહિલા છું. મને ક્યારેક-ક્યારેય તે સત્ય સ્વીકારવામાં મુશ્કેલી પડે છે, જ્યાં પ્રેમનો મુદ્દો હોય છે’.

એક્ટ્રેસે વધુમાં કહ્યું હતું કે ‘જાે તમે મને રણબીરના મમ્મી સાથેના મારા સંબંધ વિશે પૂછશો તો, મેં તેમની સાથે વાતચીત કરી છે, તેઓ સુંદર મહિલા છે. તેમના હું વખાણ કરું છું. તેમણે નાની ઉંમરમાં કરિયર શરૂ કર્યું હતું અને સફળ પણ રહ્યા. તેમણે તે વ્યક્તિ સાથે લગ્ન કરવાનો ર્નિણય લીધો હતો જેમને તેઓ પ્રેમ કરતાં હતા.

મને લાગે છે કે તેઓ અદ્દભુત વ્યક્તિ છે. હું રણબીરના પરિવારના દરેક સભ્યોને મળી છું. નીતૂજી જ નહીં પરંતુ ઋષિજી પણ, જેમની સાથે મેં ‘નમસ્તે લંડન’માં કામ કર્યું હતું, તેઓ પણ પ્રેમાળ હતા. તેઓ મને સાંજે ડિનર પર લઈ જતાં હતા’.

નીતૂ કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જે પોસ્ટ શેર કરી હતી, તેમાં લખ્યું હતું કે તેણે સાત વર્ષ સુધી તારી સાથે ડેટિંગ કર્યું એનો અર્થ એ નથી કે લગ્ન પણ કરશે. મારા કાકાએ છ વર્ષ સુધી મેડિકલનો અભ્યાસ કર્યો હતો અને આજે તેઓ ડીજે છે’. જે બાદ કેટરીના કૈફના મમ્મી સુઝેન ટર્કોટે એક પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું હતું ‘મને સીઈઓ જેટલું જ સન્માન ચોકીદારને આપવાનું શીખવવામાં આવ્યું છે’. આ દ્વારા તેમણે નીતૂને જવાબ આપ્યો હોવાનું યૂઝર્સને લાગ્યું હતું.

કેટરીના સાથે બ્રેકઅપ થયા બાદ રણબીર વધારે સમય સિંગલ રહ્યો નહોતો. અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં આલિયા ભટ્ટ સાથે કામ કરવા દરમિયાન તેઓ પ્રેમમાં પડ્યા હતા. પાંચ વર્ષના રિલેશનશિપ બાદ એપ્રિલ ૨૦૨૨માં લગ્ન કરી લીધા હતા. તેઓ માતા-પિતા પણ બની ગયા છે. તેમની દીકરીનું નામ રાહા છે અને તે પાંચ મહિનાની થઈ ગઈ છે. બીજી તરફ કેટરીના કૈફે દોઢ-બે વર્ષના ડેટિંગ બાદ વિકી કૌશલ સાથે ડિસેમ્બર ૨૦૨૧માં લગ્ન કર્યા હતા.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers