Western Times News

Gujarati News

અનુપમામાં ચાઈલ્ડ આર્ટિસ્ટ માહી સોનીની એન્ટ્રી થઈ શકે

મુંબઈ, ભાગ્યે જ એવા ઘર હશે જ્યાં રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર સીરિયલ ‘અનુપમા’માં નહીં જાેવાતી હોય. થોડા-થોડા દિવસે તેમા દેખાડવામાં આવેલા ટિ્‌વસ્ટ અને ટર્ન્સ દર્શકોને પસંદ આવી રહ્યા છે. જાે કે, કેટલીક વખત તે કંટાળો પણ અપાવે છે. આ બધાની વચ્ચે પણ રાજન શાહીનો આ શો TRP ચાર્ટમાં શરૂઆતથી જ નંબર ૧નો તાજ જાળવી રાખવામાં સક્ષમ રહ્યો છે. Rupali Ganguly Gaurav Khanna Anupama

હાલના જ સ્ટોરી પ્લોટની વાત કરીએ તો, અનુજ કપાડિયાએ છોડી દેતા અનુપમા આગળ વધવા માટે સંઘર્ષ કરી રહી છે. તે પોતાની જાતને સંભાળી રહી છે અને નવું જીવન જીવવાનો પ્રયાસ કરી રહી છે. આ જર્નીમાં તેને એક નવી વ્યક્તિનો સાથ મળશે તેવી ખબરો વહેતી થઈ છે.

એક એન્ટરટેન્મેન્ટ વેબ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે, ચાઈલ્ડ આર્ટિસ્ટ માહી સોનીની એન્ટ્રી ‘અનુપમા’ સીરિયલમાં થવાની છે. તેના પાત્રનું નામ શું હશે અને તે કઈ ભૂમિકામાં હશે તે અંગે રિપોર્ટમાં કોઈ ચોખવટ કરવામાં આવી નથી. તેનાલી રામા જેવી સીરિયલોમાં કામ કરી ચૂકેલી માહીના આવવાથી ટ્રેકમાં ધરખમ ફેરફાર થશે તેમ લાગી રહ્યું છે. અનુપમા પહેલાથી જ તોષુ, સમર અને પાખી સિવાય અનુની માને છે, જેને તેણે દત્તક લીધી છે પરંતુ તેને છોડીને અસલી મા માયા સાથે રહેવા લાગી છે.

હાલના ટ્રેકની વાત કરીએ તો, અનુપમા જ્યારે કપરા સમયમાંથી પસાર થઈ રહી હતી તે સમયે ડિમ્પી અને સમરે તેની ડાન્સ એકેડમી ચલાવી હતી. હાલમાં જ્યારે તે નવી શરૂઆત કરવા ત્યાં પહોંચી તો ડિમ્પીએ તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું.

આ સમયે કિંજલ અને પાખીએ તેને ઘણું સંભળાવ્યું હતું અને જૂના દિવસો પણ યાદ અપાવ્યા હતા. પરંતુ હવે વધારે લડવાની સહનશક્તિ ન રહી હોવાથી અનુપમાએ તરત જ એકેડેમી છોડી હતી અને ઘરે પહોંચી હતી જ્યાં તેને માતા અને ભાઈ તરફથી સરપ્રાઈઝ મળી હતી, જેમણે તેમના ઘરમાં જ ડાન્સ એકેડેમી ખોલી આપી હતી.

અનુપમા અને અનુજ અલગ થતાં ખાસ કરીને #MaAnના ફેન્સ નારાજ છે. તેમને બંને વચ્ચેની કેમેસ્ટ્રી અને રોમાન્સ ગમતો હતો. જાે કે, પોતાનાથી ઉંમરમાં નાના ગૌરવ ખન્ના સાથે રોમાન્સ કરવા પર રૂપાલી ગાંગુલને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડ્યો હતો. હાલમાં જ અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે આ અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ‘હું એજ શેમિંગનો શિકાર બની ચૂકી છે. લોકો કહે છે કે, અરે તારા ચહેરા પર કરચલી દેખાઈ રહી છે.

હા, મારા ચહેરા પર કરચલી છે અને મને તેના પર ગર્વ છે. આજે હું જે છું તેના પર મને ગર્વ છે. અનુપમાના ત્રણ વર્ષ બાદ હું કહી શકું છું કે, હું જેવી છું તેવી મેં પોતાને સ્વીકારી છે. જે પણ મહિલાઓ આ બધામાંથી પસાર થઈ રહી છે તેમને એટલું જ કહીશ કે વળતો જવાબ આપજાે. કોઈને પણ તમારા પર હાવી થવા દેતા નહીં.

શોમાં અનુજ અને અનુપમાને સરખી ઉંમરના દેખાડવામાં આવ્યા છે. હું મારા પાત્રને ૧૦૦ ટકા નથી આપી રહી? મારા કામ વિશે વાત કરો. જાે તમને લાગતું હોય કે હું ઠીક નથી કરી રહી તો તે સામે આંગળી ચીધો હું તરત જ તેના પર કામ કરીશ’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.