Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

બે દીકરીના જન્મ બાદ દેબિના બેનર્જીના કરિયર પર મૂકાયું પૂર્ણવિરામ?

મુંબઈ, દેબિના બેનર્જી પર છેલ્લા એક વર્ષથી ભગવાનના ચાર હાથ છે તેમ કહી શકાય. એક્ટ્રેસ અને તેનો પતિ ગુરમીત ચૌધરી, જેઓ છેલ્લા પાંચ વર્ષથી બાળક માટે પ્રયાસ કરી રહ્યા હતા અને આ માટે તેમણે અન્ય પ્રોસેસનો પણ આશરો લીધો હતો, જાે કે ૨૦૨૨માં તેમની પ્રાર્થના સફળ થઈ હતી અને એપ્રિલમાં દીકરી લિયાનાનો જન્મ થયો હતો. તે માંડ હજી ૨ મહિનાની હતી ત્યાં તેને ફરીથી પ્રેગ્નેન્સી રહી હતી અને નવેમ્બરમાં જ તેના ઘરે બીજી દીકરીનો જન્મ થયો હતો, જેનું નામ તેમણે દિવિષા પાડ્યું છે. After the birth of two daughters, Debina Banerjee’s career has come to an end?

કપલની મોટી દીકરી હાલમાં જ એક વર્ષની થઈ છે અને નાની દીકરી પાંચ મહિનાની છે. અન્ય એક્ટ્રેસિસ ડિલિવરીના થોડા જ મહિનામાં કામ પર લાગી જતી હોય છે પરંતુ દેબિનાને જરાય ઉતાવળ નથી. કારણ કે, તે એક પ્રકારના દોષ ભાવમાંથી પસાર થવા માગતી નથી. હું કામ શરૂ કરવાની ઉતાવળમાં નથી. કદાચ હું કેટલાક મહિનાઓ બાદ શરૂ કરીશ. આ સમયે હું મારી શ્રેષ્ઠ એનર્જીમાં નથી. મારી નાની દીકરી દિવિષા હાલ ફીડિંગ કરી રહી છે અને હું તેની સાથે રહેવા માગુ છું.

જ્યારે તે બીજું કંઈ ખાતી થશે ત્યારે હું ઘરથી દૂર થોડો સમય પસાર કરી શકીશ. હું ત્યારબાદ જ કામ શરૂ કરીશ’, તેમ દેબિના બેનર્જીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું. તેણે ઉમેર્યું હતું કે ‘જ્યારે મારા ઘરમાંથી કોઈ મને કહે છે કે મારા બાળકો મારા સાથે વધારે અટેચ છે અથવા જ્યારે હું તેમની સાથે હોવ ત્યારે સરખી રીતે ઊંઘતા નથી.

હમણાની જ વાત કરીએ તો, અમે એક દિવસ ઘણા મોડા ઘરે આવ્યા હતા અને જાણ થઈ હતી કે બેમાંથી એક દીકરી હજી ઊંઘી નથી. આ એક બાજુની વાત નથી. હું પણ તેમની સાથે વધારે અટેચ છું. તેઓ શું કરી રહી હશે તેમણે ખાધું હશે કે નહીં તે અંગે હું સતત વિચારતી રહું છું. હું તેમની સાથે રહીને ટાઈમ સ્પેન્ડ કરવા માગુ છું. દેબિના બેનર્જીએ જણાવ્યું હતું કે, તે અને ગુરમીત ચૌધરી એકબીજાને પ્રોત્સાહન આપતાં રહે છે. જાે કે, જે દોષ ભાવ છે તે કુદરતી રીતે અંદરથી આવે છે.

કારણ કે, તેઓ બંને બાળકોને ૧૦૦ ટકા આપવા માગે છે. આ સિવાય તેમની કોઈ ખાસ ક્ષણ પર મિસ કરવા માગતા નથી. આ સાથે તેણે કહ્યું હતું કે, સમય જતાં તેને સમજાયું છે કે બાળકો ઝડપથી મોટા થઈ રહ્યા છે. કરિયર, શોથી લઈને પૈસા સુધી બધું પરત મળી જશે, પરંતુ હાલ જે સમય છે તે પાછો નહીં આવે. દેબિના બેનર્જી સીરિયલ ‘રામાયણ’માં સાથે કામ કરવા દરમિયાન ગુરમીત ચૌધરીના પ્રેમમાં પડી હતી. જેમાં બંનેએ અનુક્રમે સીતા અને રામની ભૂમિકા ભજવી હતી.

બંને પહેલી જ નજરમાં એકબીજાને ગમી ગયા હતા. જે બાદ ૨૦૧૧માં કપલે સિક્રેટ વેડિંગ કર્યા હતા. પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો, એક્ટ્રેસ અત્યારસુધીમાં રામાયણ, ચિડિયા ઘર, સંતોષી મા, તેનાલી રામા, અલ્લાદ્દીન- નામ તો સુના હી હોગા જેવી સીરિયલોમાં કામ કરી ચૂકી છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers