Western Times News

Gujarati News

‘Shaakuntalam’ ફિલ્મના પ્રમોશન દરમિયાન બગડી સમંથાની તબિયત

મુંબઈ, છેલ્લા બે વર્ષથી સમંથા રુથ પ્રભુ માટે મુશ્કેલીઓ ઓછું થવાની નામ લઈ રહી નથી. પહેલા તો તે લગ્નજીવનના ચાર વર્ષ બાદ નાગા ચૈતન્યથી સેપરેટ થઈ, હજી તો તે તેના આઘાતમાંથી બહાર નહોતી આવી ત્યાં તેને માયોસાઈટિસ નામની દુર્લભ બીમારી થઈ. તે માંડ-માંડ તેમાંથી થોડી રિકવર થઈ છે ત્યાં તાવમાં પટકાઈ છે અને સ્થિતિ એવી છે કે તે અવાજ પણ ગુમાવી બેઠી છે. Shaakuntalam Samantha Ruth Prabhu

તેની અપકમિંગ ફિલ્મ શાકુંતલમ, જે ૧૪ એપ્રિલે થિયેટરમાં રિલીઝ થવાની છે એ પહેલા તેના આ હાલ થયા છે. છેલ્લા ઘણા દિવસથી તે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતી, તેથી સ્ટ્રેસ તેમજ દોડદામની અસર તેની હેલ્થ પર પડી છે.

આ વિશેની જાણકારી એક્ટ્રેસે ટિ્‌વટર હેન્ડલ પર આપી હતી. સમંતાએ પહેલી ટ્‌વીટમાં લખ્યું હતું ‘મારી ફિલ્મના પ્રચાર માટે અને તમારા પ્રેમમાં ભીંજાઈને આ અઠવાડિયે તમારી વચ્ચે રહીને ખરેખર ઉત્સાહિત હતી.

પરંતુ કમનસીબે હેક્ટિક શિડ્યૂલ અને પ્રમોશનની મારી હેલ્થ પર અસર થઈ છે, મને તાવ છે અને મારો અવાજ પણ ગુમાવી બેઠી છું. આજે સાંજે MLRITના એન્યુઅલ ડે ઈવેન્ટમાં ટીમ શાંકુતલમ સાથે જાેડાવા વિનંતી… હું મિસ કરીશ’. કેટલાક ફ્રેન્ડ્‌સ અને ફેન્સે તરત જ કોમેન્ટ કરીને પૂરતો આરામ કરવાની સલાહ આપી હતી..

એક ફેને લખ્યું હતું ‘હેલ્થ કરતાં વધારે મહત્વનું કંઈ હોતું નથી. હવે વધારે ટાઈમ નથી અને બીજી તરફ તે શાકુંતલમના પ્રમોશન માટે તાકાતથી વિરુદ્ધ જઈને કામ કર્યું.

તારું ધ્યાન રાખજે’, એક ફેને લખ્યું હતું ‘અમે સમજીએ છીએ સેમી, બધા કરતાં તારી હેલ્થ મહત્વની છે. ધ્યાન રાખજે અને આરામ કરશે. અમે તને પ્રેમ કરીએ છીએ. હું ૧૪ તારીખની રાહ જાેઈ શકતી નથી’, એક ફેન પેજે લખ્યું હતું ‘તું કોઈ પણ વાતની ચિંતા ન કરીશ સેમ. તું તારી હેલ્થ સંભાળજે. શાકુંતલમ બ્લોકબસ્ટર રહેવાની છે. તને ખૂબ બધો પ્રેમ અને તાકાત મોકલી રહ્યા છીએ.

ઓક્ટોબર ૨૦૨૨માં સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સમંતાએ તે માયોસાઈટિસ સામે લડી રહી હોવાનો ખુલાસો કર્યો હતો. તેણે લખ્યું હતું ‘આ પ્રેમ અને કનેક્શન છે જેથી તમારી સાથે શેર કરી રહી છું, જે મને મારા જીવનમાં આવી રહેલા પડકારોનો સામનો કરવાની શક્તિ આપે છે. થોડા પહેલા મને માયોસાઈટિસ હોવાનું નિદાન થયું હતું.

રિકવર થયા બાદ હું તમારી સાથે આ શેર કરવા માગતી પરંતુ આશા રાખી હતી તેના કરતાં વધારે સમય તેમાં લાગશે. મને ધીમે-ધીમે સમજાયું છે કે આપણે હંમેશા મજબૂત રહેવાની જરૂર નથી. આ નબળાઈને સ્વીકારવી એ એવી બાબત છે જેની સાથે હું હજી પણ સંઘર્ષ કરી રહી છે. ડોક્ટરને વિશ્વાસ છે કે હું જલ્દીથી સંપૂર્ણ રીતે રિકવર થઈ જઈશ.

સારા અને ખરાબ દિવસો આવતાં રહે છે… શારીરિક અને ભાવનાત્મક રીતે… જ્યારે મને લાગે છે કે હું એક દિવસ પણ આ સંભાળી શકીશ નહીં પરંતુ તે ક્ષણ પસાર થઈ જાય છે. તેનો અર્થ એ છે કે હું રિકવરીની નજીક છું. આઈ લવ યુ… આ પણ પસાર થઈ જશે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, ફિલ્મ ‘શાકુંતલમ’માં સમંતા લીડ રોલમાં જાેવા મળશે, તેની સાથે દેવ મોહન, મધુ અને પ્રકાશ રાજ જેવા કલાકારો છે. તેની પાસે ફિલ્મ ‘ખુશી’ પણ છે, જેમાં તે વિજય દેવરકોંડા સાથે સ્ક્રીન શેર કરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.