Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Salmanને જમાઈ બનાવવા માટે કેમ રાજી નહોતા થયા જૂહીના પિતા?

મુંબઈ, ગત મહિને સલમાન ખાનનો વર્ષો જૂનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને તેની ખૂબ ચર્ચા થઈ હતી. આ વીડિયોમાં તેણે જૂહી ચાવલાના વખાણ કરતાં તેને મીઠડી અને અદ્દભુત છોકરી ગણાવી હતી. આ સાથે કહ્યું હતું કે, તે તેની સાથે લગ્ન કરવા માગતો હતો અને તેથી જ હાથ માગવા માટે તેના પિતા પાસે ગયો હતો. જાે કે, તે ફિટ ન બેસતો હોવાનું કહીને તેમણે તેને રિજેક્ટ કરી દીધો હતો.Salman Khan Juhi Chawla News Gujarati

જે બાદ જૂહીએ ૧૯૯૫માં બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. આ વીડિયો ૯૦ના દશકાનો હતો. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં જ્યારે એક્ટ્રેસને આ વીડિયો અંગે પૂછવામાં આવ્યું તો તે ખડખડાટ હસી પડી હતી અને કહ્યું હતું કે, જ્યારે તેણે ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારે કોઈને સરખી રીતે જાણતી નહોતી અને તે સમયે ‘દબંગ ખાન સાથે’ કામ કરવાની તક મળી હતી.

ઈન્ટરવ્યૂમાં જૂહી ચાવલાએ કહ્યું હતું કે, તે સમયે મેં હજી મારું કરિયર શરૂ જ કર્યું હતું, તે સમયે સલમાન ખાન ધ સલમાન ખાન નહોતો. એક ફિલ્મ મને મળી હતી જેમાં તે લીડ એક્ટર હતો. હકીકતમાં, તે સમયે હું કોઈને યોગ્ય રીતે ઓળખતી નહોતી, તેને નહીં, આમિર ખાનને નહીં કે ઈન્ડસ્ટ્રીમાં અન્ય કોઈને પણ નહીં. તે ફિલ્મ હું કેટલાક ઈશ્યૂના કારણે કરી શકી નહોતી.

આજે પણ તે મને એ વાત યાદ અપાવવાની એક પણ તક જતી કરતો નથી. ‘તે મારી સાથે ફિલ્મ નહોતી કરી’ તેમ તે મને કહેતો રહે છે. મને માંડ એકાદ ફિલ્મમાં સાથે કામ કર્યું હશે પરંતુ હા, સ્ટેજ શો ઘણા કર્યા છે. તેણે ‘દીવાના મસ્તાના’ ફિલ્મમાં કેમિયો પણ કર્યો હતો’. ફિલ્મ ‘દીવાના મસ્તાના’ ૧૯૯૭માં રિલીઝ થઈ હતી, જેમાં જૂહી અને સલમાનની સાથે અનિલ કપૂર, ગોવિંદા અને અનુપમ ખેર પણ હતા. સલમાન ખાન ૫૭ વર્ષનો થઈ ગયો છે અને આજે પણ અપરિણીત છે.

તેનું નામ ઘણી એક્ટ્રેસિસ સાથે જાેડાયું હતું પરંતુ તેણે કોઈની સાથે પણ ઘરસંસાર માંડવાનો ર્નિણય લીધો નહીં. એક્ટરની ગર્લફ્રેન્ડનું લિસ્ટ ઘણું લાંબુ છે, જેમાં ઐશ્વર્યા રાય, સંગીતા બિજલાની, સોની અલી, કેટરીના કૈફ, સ્નેહા ઉલ્લા, ક્લાઉડિયા સિએલ્સા તેમજ ઝરીન ખાનનો સમાવેશ થાય છે.

બીજી તરફ, જૂહી ચાવલા બે બાળકો- જ્હાન્વી અને અર્જુનની મમ્મી છે. તેણે ૧૯૯૫માં જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. ફિલ્મ ‘કારોબારઃ ધ બિઝનેસ ઓફ લવ’ના શૂટિંગ દરમિયાન રાકેશ રોશને બંનેની મુલાકાત કરાવી હતી. ફિલ્મ તો ચાલી નહીં પરંતુ જૂહી અને જય આજીવન માટે બંધનમાં બંધાઈ ગયા. જય મહેતા માટે આ બીજા લગ્ન છે.

અગાઉ તેમણે યશ બિરલાની બહેન સુજાતા બિરલા સાથે લગ્ન કર્યા હતા, જેનું મોત ૧૯૯૦માં પ્લેન ક્રેશમાં થયું હતું. તેમણે પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા અને આ અંગેની જાણ લોકોને ત્યારે થઈ હતી જ્યારે તેઓ પેરેન્ટ્‌સ બનવાના હતા. વર્ક ફ્રંટની વાત કરીએ તો, જૂહી ચાવલા છેલ્લે ૨૦૨૨માં ફિલ્મ ‘શર્માજી નમકીન’માં જાેવા મળી હતી.

આ ફિલ્મમાં દિવંગત ઋષિ કપૂર લીડ રોલમાં હતા. સલમાન ખાનની વાત કરીએ તો, તેની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની રિલીઝની રાહ જાેવાઈ રહી છે. ટ્રેલર લોન્ચ થઈ ગયું છે અને ફિલ્મ ૨૧ એપ્રિલે થિયેટરમાં આવશે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers