Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ફરી એક વખત શાહરૂખ જાેવા મળશે આર્મી ઓફ્સિરના રોલમાં

મુંબઈ, શાહરુખખાનની ફિલ્મ પઠાણ હાલમાં જ સુપર ડુપર હીટ થઈ છે અને શાહરુખખાને ફરી એક વખત સાબિત કરી દીધુ છે કે, ખરેખર તે આ સદીનો સુપર સ્ટાર છે. ત્યારે પઠાણ બાદ શાહરુખ ખાનની અપકમિંગ મૂવીને લઈને શાહરુખના ફેન્સ ખૂબ એક્સાઈટેડ છે.

શાહરુખ ખાન આવનારા વર્ષોમાં જવાનથી લઈ ટાઈગર વર્સીઝ પઠાણ સુધીની ફિલ્મમાં જાેવા મળવાનો છે. હાલ શાહરુખ ખાન સાઉથના ડિરેક્ટર એટલીની ફિલ્મ જવાન અને રાજકુમાર હિરાનીની ફિલ્મ Dunkiની શૂટિંગ સમયસર પૂર્ણ કરવામાં લાગ્યો છે, ત્યારે હવે હિરાનીની ફિલ્મ Dunkiને લઈને મહત્વનું અપડેટ સામે આવ્યું છે. Shah Rukh will be seen in the role of an army officer

Dunki ફિલ્મમાં શાહરુખ ખાન આર્મી ઓફિસરની ભૂમિકામાં જાેવા મળશે. રેડ સી ઈન્ટરનેશલ ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરુખખાને જણાવ્યુ છે કે, Dunki ફિલ્મમાં એ લોકોની વાર્તા છે, જે લોકો પોતાના ઘરે પરત આવવા માંગે છે. રિપોર્ટ અનુસાર, શાહરુખ ખાન Dunki ફિલ્મમાં આર્મી ઓફિસરના પાત્રમાં નજર આવશે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, શાહરુખખાન આર્મીની વર્દી પહેરવા માટે ખૂબ એક્સાઈટેડ છે. જાે તમે ખરેખર અનાઉન્સમેન્ટનો વીડિયો જાેવો તો તે પેંટ અને ટીશર્ટમાં શાહરુખખાન જાેવા મળી રહ્યો છે. આના પરથી હિંટ મળે છે કે, સેનાનો જવાન જ્યારે ટ્રાવેલ કરતા હોય છે અથવા તો આરામમાં હોય છે ત્યારે તે આ પ્રકારના કપડા પહેરતા હોય છે.

આ પહેલા પણ શાહરુખ ખાન સ્ક્રીન પર આર્મીનો રોલ ભજવી ચૂક્યો છે. ફૌજી, મેં હૂ ના અને જબ તક હૈ જાન જેવી ફિલ્મમાં આર્મીના રોલમાં જાેવા મળ્યો છે. ફેન્સને પણ શાહરુખખાનનો વર્દીમાં રોલ પસંદ આવ્યો છે. Dunki ફિલ્મને આભિજાત જાેશીએ લખી છે અને આ ડિસેમ્બર મહિનામાં રિલીઝ થવાની છે. જાે કે, ફિલ્મની રિલીઝ ડેટમાં બદલાવ આવી શકે છે, કારણ કે, જવાન ફિલ્મ ડિલે ચાલી રહી છે. જવાન ફિલ્મ સાઉથના ડિરેક્ટર એટલી ડિરેક્ટ કરી રહ્યા છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers