Western Times News

Gujarati News

દ્વારકા-મદુરાઈ-વેરાવળ વચ્ચે ચાલશે દૈનિક સ્પેશ્યલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને તેમની વધારાની સંખ્યાને સમાવવા માટે દ્વારકા-મદુરાઈ-વેરાવળ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

·       ટ્રેન નંબર 06302/06301 દ્વારકા-મદુરાઈ-વેરાવળ  સ્પેશ્યલ  (21 ટ્રીપ્સ)

ટ્રેન નંબર 06302 દ્વારકા-મદુરાઈ સ્પેશ્યલ   દરરોજ 22.40 કલાકે દ્વારકાથી ઉપડશે અને ચોથા દિવસે 10.30 કલાકે મદુરાઈ પહોંચશે. આ ટ્રેન 19મી એપ્રિલ, 2023થી 29  એપ્રિલ, 2023 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નં. 06301 મદુરાઈ – વેરાવળ  સ્પેશ્યલ  દરરોજ 17.40 કલાકે મદુરાઈથી ઉપડશે અને ચોથા દિવસે 07.30 કલાકે વેરાવળ પહોંચશે.

આ  ટ્રેન 14 એપ્રિલ, 2023 થી 23 એપ્રિલ, 2023 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં રાજકોટ, સુરેન્દ્ર નગર, અમદાવાદ, વડોદરા, સુરત, નંદુરબાર, જલગાંવ, અકોલા, પૂર્ણા, નાંદેડ, કાચીગુડા, રેનીગુંટા, ચેન્નાઈ એગ્મોર, તામ્બરમ, વિલ્લુપુરમ, તિરુચિરાપલ્લી અને દિંડુક્કલ સ્ટેશનો પર ઉભી રહેશે

આ ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે

ટ્રેન નંબર 06302 માટે બુકિંગ 13મી એપ્રિલ, 2023થી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર ખુલશે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના  અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.