Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ફેક ન્યુઝ સંબંધિત ITના સુધારેલા નિયમો અભિવ્યક્તિની સ્વતંત્રતાનું હનનઃ INS

 

કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરૂધ્ધના નિયમો પાછા ખેંચવા ઈન્ડીયન ન્યુઝ પેપર સોસાયટી (INS)નો અનુરોધ

(એજન્સી) નવીદિલ્હી, ભારતમાં અખબારોની સર્વોચ્ચ સંસ્થા ધી ઈન્ડીયન ન્યુઝ પેપર સોસાયટી (INS) ના સેક્રેટરી જનરલ બેરી પૌલે ૬ એપ્રિલ, ર૦ર૩ ના રોજ અમલી બનાવવામાં આવેલા ફેક ન્યુઝની ચકાસણી અંગેના ધી ઈન્ફર્મેશન ટેકનોલોજી (ઈન્ટરમીડીયા અધિકાર કોડ)ની એમેન્ડેમેન્ટ રૂલ્સ ર૦ર૩, પર ગંભીર રીતે ચિંતા વ્યકત કરતા જણાવ્યુ હતુ કેે આ નિયમો કુદરતી ન્યાયના સિધ્ધાંત પર અતિક્રમણ કરે છે. અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું હનન કરતા હોઈ તેનેે તત્કાળ પાછા ખેંચવા સરકારને અનુરોધ કરાયો છે.

નવા નિર્દિષ્ઠ કરાયેાલ નિયમો અનુસાર ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી) મંત્રાલયને સરકાર સંબંધિત પ્રસિધ્ધ થતાં સમાચારોની તપાસ માટે એક ફેક્ટ ચકીંગ યુનિટ અર્થાત હકીકતોને ચકાસણી કરવા માટેનું એક અકેમ રચવાની સતા પ્રાપ્ત થાય છે.

તેમજ આ યુનિટને કેન્દ્ર સરકારની કોઈ પણ કામગીરી સંદર્ભેેના કોઈપણ સમાચાર ફેક (બનાવટી કે જૂઠ્ઠા) કે ગેરમાર્ગે દોરનારા છે તે નિર્ધારીત કરવાની એમર્યાદ સતાઓ આપવામાં આવી છે. એટલુ જ નહીં. આ ટેસ્ટ ચેકીંગ યુનિટનેે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ , ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ અને અન્ય સર્વિસ્‌ પ્રોવાઈડર્સ સહિત ઈન્ટરમીડીયેરીઝનું સુચનાઓ આપવાની પણ સત્તા મળે છે. અને આ રીતે કુદરતી ન્યાયના તમામ સિધ્ધાંતોનું ઉલ્લંઘન થાય તેમનજ ફરીયાદ કરનારા જજ બને છે.

આઈએનએસએ પોતાની યાદીમાં વધુમાં જણાવ્યુ હતુ કે  મંત્રાલય આ કહેવાતા ફેક્ટ ચેકીંગ યુનિટની રચના ઓફિસિયલ ગેઝેટમાં પ્રસિધ્ધ થયેલા છે. એક સાદા જાહેરનામા દ્વારા કરી શકે છે.

નિર્દિષ્ઠ કરાયેાલ નિયમોમાં આ પ્રકારના ફેકટ-ચેકીંગ યુનિટ માટેે કેવા પ્રકારનું વહીવટી મિકેનિઝમ હશે અને સતાઓનો ઉપયોગ અંગે કેવી કાનૂની જાેગવાઈ ઉપલબ્ધ બનશે તેમજ અપીલ કરવાનો અધિકાર પ્રાપ્ત થશે કે કેમ? એ અંગે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આઈએનએસે યાદીમાં જણાવ્યુ હતુ કે મંત્રાલયએ આ વિષય પર મીડીયા સંગઠન સાથેે પરામર્શ કરવા ખાતરીઅ ાપી હતી. પરંતુ સંભવિત હિતધારકો સાથે કોઈ પણ પ્રકારની સાર્થક પરામર્શ કરવાની કોશિષ કરાઈ નથી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers