Western Times News

Gujarati News

USના Texasમાં ડેરી ફાર્મમાં લાગેલી આગના કારણે ૧૮,૦૦૦ ગાયોનાં મોત

(એજન્સી)ટેકસાસ, અમેરીકાના પશ્ચિમી ટેકસાસમાં આવેલા એક ડેરી ફાર્મમાં થયેલાં એક પ્રચંડ વિસ્ફોટ અને આગને કારણે આશરે ૧૮,૦૦૦થી વધુ ગાયોના મોત થતા ચકચાર મચી જવા પામ્યો છે. 18000 cows were killed in a blast at a Texas dairy farm

અત્યાર સુધીમાં એક સાથે આટલાં બધાં પશુઓના મોતની આ પ્રથમ ઘટના છે. ટેકસાસ સ્થિત ડીમીટ્ટીમાં આવેલા સાઉથ ફોર્ક ડેરી ફાર્મમાં બનેલી આ દુર્ઘટાનાને પગલે આસપાસના વિસ્તારોનું આકાશ કલાકો સુધી કાળા ડીબાગ ધુમાડાથી છવાઈ ગયું હતું.

ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં મરનારી ગાયોનો આંક અમેરીકામાં રોજ મારી નંખાતી ગાયોના આંક કરતા લગભગ ત્રણ ગણો વધારે છે. જાેકે આ વિસ્ફોટમાં કોઈ જાનહાની નહી થઈ પરંતુ ફાર્મના એક કર્મચારીને સામાન્ય ઈજાઓ થઈ છે.

 

જાેકે હજી સુધી આ વિસ્ફોટના કારણો જાણવા મળ્યા નથી. સ્થાનીક અદાલતના જજ મેન્ડી ફેલરે જણાવ્યું હતું કે ફાર્મમાં રહેલા કોઈ ઉપકરણમાં ક્ષતીને કારણે આ કરૂણાંતીકા સર્જાઈ હોય તેવું બની શકે. મરનારી ગાયોમાં મુખ્યત્વે હોલેસ્ટેઈન તથા જર્સી પ્રકારની ગાયો હતી. જયારે આ વિસ્ફોટ થયો ત્યારે આ તમામ ગાયોને એક સાથે દોહવા માટે લઈ જવાઈ રહી હતી.

આટલી મોટી સંખ્યામાં ગાયોના મોતથી સ્થાનીક કૃષિ પર આર્થિક વિપરીત અસરો પડશે. એક અંદાજ અનુસાર પ્રત્યેક ગાયનું મુલ્ય આશરે ર૦૦૦ ડોલર આશરે રૂા.૧.૬૩ લાખ જેટલું છે.

આ અંગે માહિતી આપતા અગ્નિશામક દળના અધિકારીઓએ જણાવ્યું હતું કે ખાસી જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવી શકાયું હતું. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે સમગ્ર ફાર્મ થોડી જ ઘણોમાં ભડભડ સળગવા લાગ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.