Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

જાપાનમાં પીએમ ફ્યુમિયો કિશિદાની રેલી દરમિયાન વિસ્ફોટની ઘટના

નવી દિલ્હી, જાપાનમાં પીએમ ફ્યુમિયો કિશિદાની રેલી દરમિયાન વિસ્ફોટની ઘટના બની છે, તેઓ ભાષણ આપી રહ્યા હતા તે દરમિયાન રેલીમાં ધડાકો થવાની ઘટના બની હતી. આ ઘટનામાં પીએમ કિશિદાને સુરક્ષિત રીતે રેલીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટના બાદ જાપાનના પીએમને સુરક્ષિત સ્થળ પર લઈ જવામાં આવ્યા છે.japan pm blast

શનિવારે આ ઘટના વાકાયામા શહેરમાં બની છે. જાપાન મીડિયા મુજબ, આ ઘટનામાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે જ્યારે જાપાનના વડાપ્રધાન કિશિદા આ ઘટનામાં સુરક્ષિત છે. સોશિયલ મીડિયામાં આ ઘટના દરમિયાનનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

જ્યારે વડાપ્રધાનની સભા યોજાઈ રહી હતી તે દરમિયાન અચાનક મોટો ધડાકો સંભળાયો હતો અને લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. BNO ન્યૂઝ લાઈવ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં દેખાય છે કે મીડિયા પર્સન સહિત સભામાં ઉપસ્થિત લોકો બૂમાબૂમ કરીને નાસભાગ કરતા જાેવા મળી રહ્યા છે.

આ દરમિયાન કેમેરા બીજા તરફ ફરે છે અને વડાપ્રધાનની સાથે એક નાનો ધૂમાડાનો ગોટો જાેવા મળે છે. જાપાન ટાઈમ્સના રિપોર્ટ્‌સ મુજબ આ ઘટનામાં વડાપ્રધાન કિશિદા પર સ્મોક કે પાઈપ બોમ્બ ફેંકવાની કોશિશ કરાઈ હતી. જ્યારે ઘટના બની ત્યારે સત્તા પક્ષ લિબ્રલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર સાથે પીએમ કિશિદા વાત કરી રહ્યા હતા. અહીં તેઓ પેટાચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યા હતા.

જે ચૂંટણી આ મહિનાના અંતમાં યોજાવાની છે. આ ઘટનામાં પીએમને કોઈ હાની ના થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે પૂર્વ વડાપ્રધાન સિંજાે આબે પર જુલાઈ ૨૦૨૨માં હુમલો થયો હતો, આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા સિંજાે આબેનું નિધન થઈ ગયું હતું.

એ દરમિયાન ૪૧ વર્ષના તેત્સ્યુયા યામાગામીએ તમંચાથી આબે પર હુમલો કર્યો હતો. આબે પર હુમલાની ઘટના પાછળનું કારણ એ સામે આવ્યું હતું કે હુમલાખોર જે ધાર્મિક ગૃપના વિરોધમાં હતો તેની સાથે આબેનું કનેક્શન હતું.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers