Western Times News

Gujarati News

મેહુલ ચોક્સીની એન્ટિગુઆ-બારમુડા હાઈકોર્ટમાં જીત

નવી દિલ્હી, ભારતમાં PNB  બેંક કૌભાંડમાં આરોપી ભાગેડુ મેહુલ ચોક્સી એન્ટીગુઆ પહોંચી ગયો હતો. ત્યાંથી મેહુલને પરત લાવવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે. જાેકે આ દરમિયાન કોર્ટે શુક્રવારે કહ્યું છે કે ૧૩ હજાર કરોડ રૂપિયાના કૌભાંડમાં હીરા વેપારી મેહુલ ચોક્સીને એન્ટીગુઆ અને બારબુડાથી કોર્ટની અનુમતિ વિના ત્યાંથી બીજે ક્યાય લઈ જવાશે નહીં. મેકુસ ચોક્સીએ વિવિધ દાવાઓને પડકારી તપાસની માગ કરી છે.

આમાં એક રિપોર્ટ પણ સામેલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સીએ પોતાના રિપોર્ટમાં એમ પણ જણાવ્યું છે કે ૨૩ મે ૨૦૨૧ના દિવસે એન્ટીગુઆ અને બારબુડાથી તેને બળજબરી પૂર્વક કાઢવાના પ્રયાસો પણ હાથ ધરાયા હતા. આવા સંજાેગોની તપાસ થાય એની અરજી કરવા માટેનો તે સંપૂર્ણપણે હકદાર છે. તેમણે આ પ્રમાણે જણાવી તપાસની માગ પણ કરી છે. Fugitive Mehul Choksi accused in PNB Bank scam

આંતર પક્ષીય સુનાવણી પછી હાઈકોર્ટના ર્નિણય વિના એન્ટિગુઆ અને બારબુડાના વિસ્તારથી દાવેદાર મેહુલ ચોક્સીને બહાર ક્યાય પણ લઈ જવા પર રોક લગાવી દેવામાં આવી છે.

એટલું જ નહીં દાવેદાર મેહુલ ચોક્સીની અપિલ સહિત તમામ ઉપલબ્ધ કાયદાકીય ઉપાયોને સમાપ્ત કરાઈ રહ્યા છે. ભારતથી ફરાર થયા પછી મેહુલ ચોક્સીએ એન્ટિગુઆમાં સિટિઝનશિપ બાય ઈન્વેસ્ટમેન્ટના આધારે નાગરિકતા લીધી છે. ઈન્ટરપોલે ચોક્સી વિરૂદ્ધ રેડ નોટિસ જાહેર કરી છે.

પ્રત્યાર્પણની માગ કરનારા દેશની અપીલ પર ઈન્ટરપોલ જનરલ સેક્રેટરી રેડ નોટિસ બહાર પાડે છે. રેડ નોટિસ અંતર્ગત દેશથી ફરાર થયેલા લોકોની ઓળખ કરી તેમની ધરપકડ કરવાની કવાયત કરાય છે. જાેકે આને ઈન્ટરનેશનલ એરેસ્ટ વોરન્ટ ન ગણી શકાય.

વર્ષ ૨૦૧૮માં પંજાબ નેશનલ બેંકમાં ૧૩,૫૭૮ કરોડ રૂપિયાની છેતરપિંડીનો ઘટસ્ફોટ થયો હતો. આ કેસમાં અબજાેપતિ તથા હીરાનો વેપારી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી આરોપી હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓએ વર્ષ ૨૦૧૧માં અનકટ ડાયમન્ડની આયાત કરવા માટે પંજાબ નેશનલ બેંકની એક બ્રાન્ચ પાસેથી લાઈન ઓફ ક્રેડિટ લીધી હતી. આના અંતર્ગત બેંકના કર્મચારીઓએ છેતરપિંડીથી બંનેને લાઈન ઓફ અંડરટેકિંગ જાહેર કરી દીધા છે.

આ કૌભાંડમાં સીબીઆઈએ પહેલી  ૩૦ જાન્યુઆરીએ દાખલ કરાઈ હતી. પરંતુ આની પહેલા જ બંને આરોપીઓ દેશ છોડી ભાગી ગયા હતા. નીરવ મોદીની લંડનથી ધરપકડ કરવામાં આવી છે અને મેહુલ ચોક્સી એન્ટિગુઆમાં છે. ભારત સરકાર બંનેને દેશમાં પરત લાવવા માટે સતત પ્રયત્નો કરી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.