Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સલમાન સાથેની અફેરની ખબરોનું ખંડન કરતાં પૂજાએ કહ્યું હું સિંગલ છું

મુંબઈ, સાઉથ બ્યૂટી પૂજા હેગડે હાલ અપકમિંગ ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે સલમાન ખાનની ઓપોઝિટમાં જાેવા મળશે. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં તેણે દબંગ ખાન સાથે કામ કરવાના અનુભવને વર્ણવ્યો હતો તેમજ તે રિપોર્ટ્‌સને પણ અફવા ગણાવીને ફગાવી દીધા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે પૂજા અને સલમાન એકબીજાને ડેટ કરી રહ્યા છે. એક્ટ્રેસે સ્પષ્ટતા કરી હતી કે, તેમની વચ્ચે એવું કંઈ જ નથી જેવું લોકો ધારી રહ્યા છે.

આ સાથે ઉમેર્યું હતું કે ‘જેટલા મોં એટલી વાતો, હવે શું કહી શકું હું આમા. પૂજા હેગડેએ તેવો ખુલાસો પણ કર્યો હતે કે, આ ફિલ્મ તેને લોકડાઉન પહેલા જ મળી ગઈ હતી. સલમાને તો સાત વર્ષ પહેલા જ તેઓ બંને ખૂબ જલ્દી સાથે કામ કરશે તેમ કહ્યું હતું. વાતચીત કરતાં પૂજા હેગડેએ સલમાન ખાન સાથેના અફેરની ખબરો પર રિએક્શન આપ્યું હતું. આ વાત કેટલી સાચી છે તેમ પૂછતાં તેણે કહ્યું હતું કે ‘હવે હું શું કહું. મેં મારા વિશેની આ ખબર વાંચી છે. પરંતુ એવું કંઈ નથી. હું સિંગલ છું.

મને પોતાના પ્રત્યે પ્રેમ છે. હાલ તો હું પૂરી રીતે મારા કરિયર પર ફોકસ કરી રહી છું. હું દરેક શહેરમાં કામ કરવા માગુ છું. વાત રહી અફવાની તો તેના પર હું શું કહીશ. કારણ કે વાતોને હાથ-પગ હોતા નથી. પૂજા હેગડેએ સલમાન ખાન સાથે કિસી કા ભાઈ કિસી કી જાન ફિલ્મમાં કામ કરવાના અનુભવને વર્ણવ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘આ ફિલ્મ મારી પાસે લોકડાઉન પહેલા આવી હતી. તે સમયે તેનું ટાઈટલ અલગ હતું. આ પહેલા સાજિદ નાડિયાદવાલા પણ ફિલ્મનો ભાગ હતા.

મેં તેમની સાથે પણ કામ કર્યું છે’. એક્ટરે આગળ કહ્યું હતું કે, ૨૦૧૬માં ફિલ્મ ‘મોહેજાેદરો’માં કામ જાેઈને જ સલમાને ખૂબ જલ્દી તેઓ સાથે ફિલ્મ કરશે તેમ કહ્યું હતું. ‘જેવી મારી પાસે ફિલ્મની ઓફર આવી કે હું પોતાને રોકી શકી નહીં. આ ફિલ્મમાં હું જે પાત્ર ભજવી રહી છે, તે મારા પર પૂરી રીતે ફિટ બેસે છે.

હું ફિલ્મમાં એક તેલુગુ છોકરીનું પાત્ર ભજવી રહી છું. મારા માટે રોલ ભજવવો થોડો સરળ રહ્યો હતો. પૂજા હેગડેએ સલમાન ખાનના વખાણ કરતાં કહ્યું હતું ‘સરને મેં સ્ક્રીન પર જે રીતે જાેયા તેવા જ તેઓ રિયલમાં છે. તેમને જે લાગે છે તે મોં પર કહી દે છે. તેઓ લોકોને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે’.

જણાવી જઈએ કે, ફિલ્મને ફરહાદ સામજીએ ડિરેક્ટ કરે છે, જેમાં સલમાન અને પૂજા સિવાય રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ, શહેનાઝ ગિલ, પલક તિવારી, જસ્સી ગિલ તેમજ ભૂમિકા ચાવલા સહિતના કલાકારો છે. ઈદ પર રિલીઝ થનારી આ ફિલ્મનું પહેલા ‘કભી ઈદ કભી દિવાલી’ નામ હતું.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers