Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

CAPF ની પરીક્ષા ગુજરાતી સહિત ૧૩ પ્રાદેશિક ભાષાઓમાં આપી શકાશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે યુવાહિતકારી નિર્ણય માટે વડાપ્રધાનશ્રી-ગૃહમંત્રીશ્રીનો સમગ્ર ગુજરાતના યુવાનો વતી આભાર માન્યો

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સેન્ટ્રલ આર્મ્ડ પોલિસ ફોર્સ-સી.એ.પી.એફ.ની ભરતી પરીક્ષા ગુજરાતી સહિત ૧૩ પ્રાદેશિક ભાષાઓમાં પણ લેવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નિર્ણય માટે આભાર વ્યક્ત કર્યો છે. MHA decides to conduct the Constable (GD) CAPF exams in 13 regional languages

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના આ નિર્ણયને પરિણામે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોના લાખો ઉમેદવારોને પોતાની માતૃભાષામાં સી.એ.પી.એફ. ભરતી પરીક્ષા આપવાની તક મળશે તેનો હર્ષ વ્યક્ત કર્યો છે.

તેમણે ઉમેર્યું કે આ નિર્ણયથી યુવાશક્તિને રાષ્ટ્રસેવામાં જોડાવાની તક સાથોસાથ પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન પણ મળ્યું છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers