Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વીકએન્ડ ઉપર જ તારાને મેકઅપ લગાવવા દઈએ છીએ: જય ભાનુશાળી

મુંબઈ, લાગી તુજસે લગન ફેમ માહી વિજ ઘણા વર્ષોથી ટીવી સ્ક્રીન પરથી ગાયબ છે. જાે કે, તે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બની ગઈ છે અને યૂટ્યૂબ પર પણ પોતાની ચેનલ ધરાવે છે. તે અવારનવાર દીકરી તારા સાથેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, જેમાં બંને ઘણીવાર મેકઅપ કરતાં તો કેટલીકવાર આઉટફિટમાં ટિ્‌વનિંગ કરતાં જાેવા મળે છે.

Jay Bhanushali Mahi Vij Tara Bhanushali

હાલમાં જ ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના દીકરા ગોલા ઉર્ફે લક્ષની બર્થ ડે પાર્ટીમાં એક્ટ્રેસ દીકરી સાથે પહોંચી હતી. આ દરમિયાન ચાર વર્ષની ઢીંગલીએ લિપસ્ટિક લગાવી હતી અને આઈલાઈનર પણ કરી હતી.

આ માટે કપલ ખૂબ ખરાબ રીતે ટ્રોલ થયું હતું. હવે હાલમાં જ ‘હમ રહે ના રહે હમ’થી ૧૫ વર્ષ બાદ ફિક્શન શોમાં કામબેક કરનારા જય ભાનુશાળીએ વાતચીત કરતાં આ અંગે પ્રતિક્રિયા આપી હતી. આપણે સૌ જાણીએ છીએ કે છોકરીઓને મેકઅપ કેટલો ગમે છે.


દરેક દીકરી તેની મમ્મીને જાેઈને બધું શીખે છે. જાે મમ્મી લિપસ્ટિક લગાવશે તો દીકરીને પણ તેમ કરવાનું ગમશે. તારા મેકઅપ ન લગાવે તે માટે અમારા તરફથી શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ અમે માત્ર વીકએન્ડ પર જ મેકઅપ લગાવવાની મંજૂરી આપીએ છીએ, જ્યારે તેને સ્કૂલે જવાનું હોતું નથી. સોમવારથી શુક્રવાર સુધી તેણે સ્કૂલના દરેક નિયમોનું પાલન કરવાનું હોય છે. પરંતુ મને લાગે છે કે અમુક વખતે તે ઠીક છે.

આ ગુડ-લૂકિંગ એક્ટરે વધુમાં ટ્રોલિંગ અને નેગેટિવ કોમેન્ટ્‌સને કેવી રીતે હેન્ડલ કરે છે તેના વિશે વાત કરી હતી. ‘જાે કોઈ સરસ રીતે નમ્રતાથી સૂચનો આપે છે, તો અમે તેના માટે ઓપન છીએ કારણ કે અમે સમજીએ છીએ કે તેમને પણ તારાની ચિંતા છે.

પરંતુ જાે કોઈ ખરાબ ટિપ્પણી કરે તો હું પણ અટકતો નથી. તેમને પણ તેમની જ ભાષામાં જવાબ આપું છું. ભારતમાં ૨.૫ જીબી ફ્રી ડેટા મળતો હોવાથી લોકો અન્ય વિશે ગંદી વાતો લખતાં રહે છે. ભૂતકાળમાં પણ મેં આમ કરનારને જવાબ આપ્યો છે અને આમ કરવામાં હું શરમાઈ પણ નહીં. મારો પરિવાર મને ઘણીવાર જતું કરવા માટે કહે છે પરંતુ જ્યાં સુધી જવાબ ન આપું ત્યાં સુધી મને શાંતિ થતી નથી’, તેમ તેણે ઉમેર્યું હતું.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers