Western Times News

Gujarati News

હરિયાણામાં આલ્કોહોલમાંથી ઉડ્ડયન ઈંધણ બનાવવા માટેનો પ્લાન્ટ બનશે

દેશમાં ઉડ્ડયન ઈંધણની માગમાં વધારો

નવી દિલ્હી, ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર ફરી એકવાર તેજીમાં આવી રહ્યું છે. દેશમાં એરપોર્ટની સંખ્યામાં વધારો થતા તે હવે ૧૦૦ને પાર થઈ ગઈ છે.

આ સ્થિતિમાં ઉડ્ડયન ઇંધણની પણ માંગ વધી છે અને આ માંગને પહોંચી વળવા માટે ઇન્ડિયન ઓઇલ હરિયાણાના પાણીપતમાં એક નવો પ્લાન્ટ સ્થાપવા જઇ રહી છે. આ જાેઈન્ટ વેન્ચર પ્લાન્ટ પર ૩ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. ઈન્ડિયન ઓઈલ આ પ્લાટમાં આલ્કોહોલમાંથી ઉડ્ડયન ઈંધણ બનાવશે. A plant to make aviation fuel from alcohol will come up in Haryana

ઈન્ડિયન ઓઈલ પહેલાથી જ પાણીપતમાં રિફાઈનરી ચલાવે છે. હવે નવા રોકાણ સાથે અહીં એક એવિએશન ફ્યુઅલ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી રહી છે. આ માટે અમેરિકાની ક્લીન એનર્જી ટેક્નોલોજી કંપની લેન્ઝા જેટ તેમજ કેટલીક સ્થાનિક એરલાઇન્સ સાથે સંયુક્ત સાહસની રચના કરવામાં આવી છે.

કંપનીના આ પ્લાન્ટમાં સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ તૈયાર કરવામાં આવશે. આ માટે આલ્કોહોલમાંથી જેટ ફ્યુઅલ બનાવવાની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ બાયો જેટ ફ્યુઅલ હશે અને તે સામાન્ય ઉડ્ડયન બળતણ જેવા જ ગુણધર્મો ધરાવે છે જ્યારે કાર્બન એનિમેશન ઘણું ઓછું છે.

નવા સંયુક્ત સાહસમાં ઈન્ડિયન ઓઈલનો ૫૦ ટકા હિસ્સો હશે. બાકીનો ૨૫ ટકા લેન્ઝા જેટ અને બાકીના ૨૫ ટકા એરલાઇન્સ કંપનીઓના જૂથને આપવામાં આવશે. આ સંયુક્ત સાહસમાં એરલાઈન્સ કંપનીઓને સામેલ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે જેથી તૈયાર થઈ રહેલા ગ્રીન જેટ ઈંધણનું વેચાણ સુનિશ્ચિત કરી શકાય.

ટાટા ગ્રુપ એર ઈન્ડિયા અને વિસ્તારા જેવી ફ્લાઈટ સેવાઓનું સંચાલન કરે છે. આ સિવાય ઈન્ડિગો, ગોફર્સ્ટ અને બ્લુડાર્ટ જેવી કંપનીઓ પણ દેશમાં એરલાઈન્સ ચલાવે છે. આ તમામે સંયુક્ત સાહસમાં રોકાણ કરવાની યોજના બનાવી છે અને દરેક કંપની ૧૦૦થી ૧૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.