Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી પાસે છે સૌથી વધુ સંપત્તિ

દેશમાં ૨૯ વર્તમાન મુખ્યપ્રધાન કરોડપતિ, મમતાની સંપત્તી ૧૫ લાખ

નવી દિલ્હી, એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ(એડીઆર)દ્વારા ચૂંટણી સોગંદનામાઓનું વિશ્લેષણ કરાયું હતું. જેમાં માહિતી મળી કે દેશમાં ૨૯ વર્તમાન મુખ્યમંત્રીઓ કરોડપતિ છે. તેમાંથી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની સંપત્તિ સૌથી વધુ ૫૧૦ કરોડ રૂપિયા છે. Andhra Pradesh Chief Minister Jaganmohan Reddy has the highest wealth

એડીઆરના રિપોર્ટ અનુસાર પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની સંપત્તિ સૌથી ઓછી ૧૫ લાખ રૂ છે. જાેકે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પાસે ૧ કરોડ રૂ.થી વધુની સંપત્તિ છે.

એડીઆર અને ઈલેક્શન વૉચ અનુસાર આ રિપોર્ટમાં ૩૦ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓના ચૂંટણી સોગંદનામાનું વિશ્લેષણ કરાયું છે.

તેમાં ૨૮ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી તથા પુડ્ડુચેરીના મુખ્યમંત્રી સામેલ છે. તેમાં જે ૩૦ મુખ્યમંત્રીઓના ચૂંટણી સોંગદનામાનું વિશ્લેષણ કરાયું હતું તેમાં ૨૯(૯૭ ટકા) કરોડપતિ છે અને તેમની સરેરાશ સંપત્તિ ૩૩.૯૬ કરોડ રૂ. છે. એડીઆરના અહેવાલ અનુસાર તેમનામાંથી ૧૩એ સોગંદનામામાં ગંભીર ગુનાઈત કેસ હોવાની માહિતી આપી છે.

તેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ વગેરે પણ સામેલ છે. આ મુખ્યમંત્રીઓમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીની સંપત્તિ ૫૧૦ કરોડ રૂ. જણાવાઈ છે. જ્યારે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીની સંપત્તિ ૧૬૩ કરોડ રૂ. અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની સંપત્તિ ૬૩ કરોડ રૂ. જણાવાઈ છે. જ્યારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને દિલ્હીના સીએમ કેજરીવાલની સંપત્તિ ૩ કરોડ રૂ.થી વધુ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers