Western Times News

Gujarati News

“ભારતમાં દ્વિપક્ષીય લોકશાહીની જરૂર કેમ છે ?”

ભારતમાં યોજાનારી આગામી લોકસભાની ચૂંટણીમાં ભા.જ.પ. અને કોંગ્રેસ – વિરોધપક્ષો વચ્ચેનો વ્યુહાત્મક જંગ એ રાષ્ટ્રની દિશા નકકી કરનારો અને મતદારોની કોઠાસૂઝ પર પ્રકાશ પાડનારો નિવડશે ?

લોકસભાની આગામી ચૂંટણી એ બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તત્વ ધરાવતા શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્ર સમર્પિત વ્યક્તિત્વના પરિવારવાદ ધરાવતા શ્રીમતી પ્રિયંકા ગાંધી વચ્ચે લડાશે ?! વિરોધ પક્ષ કોને મેદાનમાં ઉતારશે ?!

તસ્વીર બ્રિટીશ સંસદની છે !! બીજી તસ્વીર અમેરિકાની સંસદ (કોંગ્રેસ હાઉસ)ની છે અને ત્રીજી તસ્વીર ભારતની સંસદની છે !! ટૂંકી વાત કરીએ તો બ્રિટનમાં દ્વિપક્ષ રાજકીય પ્રથા ચાલે છે !! ૧૯૮૭ થી બ્રિટનમાં મુખ્ય બે રાજકીય પક્ષો છે એક છે રૂઢિચુસ્ત પક્ષ અને બીજાે છે મજૂર પક્ષ અત્યારે બ્રિટનમાં રૂઢિચુસ્ત પક્ષનું શાસન છે !!

રૂઢિચુસ્ત પક્ષે માર્ગારેટ થેચરના નેતૃત્વ હેઠળ ૧૯૭૯, ૧૯૮૩ તથા ૧૯૮૭ જહોન મેજરના નેતૃત્વ હેઠળ રૂઢિચુસ્ત પક્ષ સત્તા પર હતો !! ૧૯૦૦ માં બ્રિટનમાં મજૂર પક્ષ અ સ્તત્વમાં આવ્યો ! ૧૯૪૫ તે પછી ૧૯૬૪ અને ૧૯૭૪ માં સત્તાના સૂત્રો સંભાળેલા પરંતુ બ્રિટનના મતદાારોને લોકશાહી માટેની એ સમજ છે કે વિરોધ પક્ષ ત્યાં પાંગળો નથી. આજ રીતે અમેરિકામાં પણ બે મુખ્ય પક્ષો છે અને અમેરિકામાં પણ દ્વિપક્ષી પધ્ધતિ અમલમાં છે !!

અમેરિકામાં રિપ બ્લકન પક્ષ અને ડેમોક્રેટીક પક્ષો જ મુખ્ય છે બીજાને કોઈ ઓળખતું પણ નથી !! આપણાં મતદારોમાં લોકશાહીની સમજ ઓછી છે કે શું ?! લોકો સ્થાનીક પક્ષોને સંકુચિત દ્રષ્ટિકોણ સાથે સ્વીકારે છે. સંસદમાં મજબુત વિરોધ પક્ષ જાેવા નથી મળતો. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ એ રિપબ્લીકન પક્ષના હતા પણ અમેરિકાના પ્રજાજનોએ ડેમોક્રેટીક પક્ષના જાે બાઈડેનને સત્તા પર બેસાડયા છે. અમેરિકામાં દર ચાર વર્ષે ચૂંટણી થાય છે

અને અમેરિકામાં ૫૦ રાજયો છે ! બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, જાપાનમાં સાંપ્રદાયિક રાજકારણ નથી. પ્રજા બન્ને પક્ષના નેતાઓની ડીબેટ સાંભળી મતદાન કરે છે !! ક્રિશ્ચિયનવાદ નથી ચાલતો ધર્મ ખતરામાં છે એવી વાતો નથી ઉઠાવાતી !! વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને વાસ્તવવાદ પર ચૂંટણી લડાય છે !!

મતદારોની પણ આવી વાતો નથી કરતા માટે પશ્ચિમના દેશોમાં લોકશાહી સમાજનો વિકાસ થયો છે ગાંધી, સરદાર પટેલ, પંડિત જવાહરલાલ નહેરૂ નૈતિકતા, સાદગી અને સભ્યતાના વિકાસનું રાજકારણ દેશમાં ખતમ થઈ રહ્યું છે ?! ભૌતિક વિકાસથી ગરીબોનું પેટ થોડું ભરાશે ?! એ વર્તમાન સરકારે પણ વિચારવું પડશે !! – તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા –

અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને કહ્યું છે કે, શ્રી પરમેશ્વરે ‘નવજીવન’ અને ‘સ્વતંત્રતા’ બન્ને સાથે જ આપ્યા છે!! અમેરિકાના વિખ્યાત ન્યાયાધીશ ચાર્લ્સ ઈવાન હયુજીસે કહ્યું છે કે, જયારે આપણે અન્યો કરતા જુદા હોવાનો અધિકાર ખોઈ બેસીએ છીએ ત્યારે મુકત હોવાનો અધિકાર પણ સાથે જ ખોઈ નાંખીએ છીએ!!

લોકશાહી એ ફકત રાજકીય વ્યવસ્થા નથી પરંતુ કુદરતના ન્યાયના સિધ્ધાંતો પર આધારિત એક જીવન જીવવાની પ્રક્રીયા છે ! માનવીને જન્મતાની સાથે કેટલાક મૂળભૂત મૌલિક અધિકારો મળ્યા છે એ સત્ય જયાં સુધી સ્વીકારાય છે એ લોકશાહી !!

અને હું જ એક માત્રનો હુંકાર કરે એ સરમુખત્યારશાહી અને વૈચારિક તાનાશાહી સાથે વિસ્તારવાદ એટલે સામ્યવાદશાહી આઝાદીના ૭૫ વર્ષ પછી પણ દેશની હાઈકોર્ટે અને દેશની સુપ્રિમ કોર્ટે ભારતમાં લોકશાહી અને નાગરિક સ્વાતંત્ર્ય પર બોલવું પડે અને ચૂકાદાઓ આપવા પડે આ તે ભારતમાં કેવી આઝાદી ?!

આ માહોલ વચ્ચે ૨૦૨૪ ની લોકસભા ચૂંટણી યોજનાર છે ! ત્યારે ૨૦૨૪ ની ચૂંટણી એ વિચાર ધારા વચ્ચે લડાઈ હશે ?! શ્રી નરેન્દ્રભાઈ મોદી વૈચારિક નેતૃત્વ સામે અન્ય વૈચારિક નેતૃત્વ ઉભુ કરીને ચૂંટણી લડશે ? કે પછી સામાજીક, આર્થિક અને રાજકીય લોકશાહી મૂલ્યો વચ્ચેની લડાઈ હશે ? એ જાવાનું રહે છે !!

લોકસભાની ૨૦૨૪ ની ચૂંટણી એ ભૌતિક વિકાસ સાંપ્રદાયિક ધ્રુવીકરણ અને આંતરરાષ્ટ્રીય નેતૃત્વની સફળતાના મુદ્દા ઉપર શ્રી નરેન્દ્રભાઈ મોદીના બહુમતી વ્યક્તિના નેતૃત્વ પર લડાશે તો ભા.જ.પ. વિરોધ પક્ષોની એકતાને હાંસિયામાં ધકેલી દેવામાં સફળ થશે ?!

બ્રિટીશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે, પવનની સાથે તાણવાથી નહીં, પવન વિરૂધ્ધ હોય ત્યારે જ પતંગો આભને આંબે છે!! ૨૦૨૪ ની ચૂંટણીમાં કદાચ પહેલીવાર એવું બનવાની શકયતા છે કે શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિરોધ પક્ષની એકતાનો સામનો કરવાનો સમય આવે ?!

અને ભા.જ.પ.ને પહેલીવાર સામાજીક ધ્રુવીકરણના પડકાર સામે સમતુલા જાળવવાના પડકારનો જવાબ આપવાનો વારો આવે ?! પરંતુ આ બધાં વચ્ચે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉભી કરેલી બહુમુખી પ્રતિભા તેમણે ઉભી કરેલી વિકાસ પુરૂષની દિશા !! સામાજીક ધ્રુવિકરણ સામે સાંપ્રદાયક ધ્રુવિકરણની રણનિતી !

આંતરરાષ્ટ્રીય મુસદ્દીગીરીના વ્યુહાત્મક નેતૃત્વની કુશળતા અને ભા.જ.પ.ના એકમાત્ર તારણહાર નેતૃત્વની રાષ્ટ્રવ્યાપી પ્રતિભા ૨૦૨૪ની ચૂંટણી જીતાડવામાં કામીયાબ થશે ! કારણ કે વિરોધ પક્ષ ફકત શ્રી નરેન્દ્રભાઈ મોદીને હટાવવા એકઠા થયા છે એવા પ્રચારને વળાંક આપવાની રાજકીય કોઠાસૂઝ શ્રી નરેન્દ્રભાઈ મોદીમાં છે અને તેમના તોલે આવી શકે એવું નેતૃત્વનો શૂન્ય અવકાશ છે.

આ મુદ્દો ભા.જ.પ.નું મિડીયા સેલ અને ભા.જ.પ.ની રાજકીય થીક બેંક અત્યારથી જ કામે લાગી ગઈ છે. સને ૨૦૨૪ ના પ્રચારના મુદ્દા ગોઠવાઈ રહ્યા છે ત્યારે ૨૦૨૪ ની ચૂંટણી એ રોમાંચક બની રહેશે !! પરંતુ સાથે મતદારોની કોઠાસૂઝ પણ ભા.જ.પે. નજરઅંદાજ કરવી જાેઈએ નહીં.

શ્રી નરેન્દ્રભાઈ મોદી સામે ૨૦૨૪ની ચૂંટણીમાં વિરોધપક્ષો શ્રીમતિ પ્રિયંકા ગાંધીને મેદાને ઉતારશે એવી અટકળો વચ્ચે વિરોધપક્ષનું નેતૃત્વ કોણ કરશે ?!

અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલીન રૂઝવેલ્ટે કહ્યું છે કે, અમીરોને વધુ અમીર બનાવવા એ નહીં જેમની પાસે ઓછું છે તેમને પુરતુ આપી શકાય એ પ્રગતિની પારાશીશી છે!! ૧૯૫૦ માં ભારત આઝાદ થયો ત્યારે દેશ પાસે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, પંડિત જવાહરલાલ નહેરૂ જેવા કેટલા ઉમદા અને સાદગીપૂર્ણ વ્યક્તિત્વ ધરાવતા નેતા હતાં.

કયાંય ધિકકારપૂર્ણ ભાષણો જાેવા મળ્યા ન હતાં. રાજકીય શાલીનતા, શાબ્દિક સભ્યતા જાેવા મળતી આ બધું સમય સાથે સમાપ્ત થઈ રહ્યું છે !! ભ્રષ્ટાચાર, અનૈતિકતા, દંભ, પ્રપંચ અને ચાલાકી રાજકારણમાં પ્રવેશ્યા છે !! આવા માહોલ વચ્ચે વેરવિખેર પક્ષોની એકતાની વાતો ચાાલી છે !!

આ વિરોધ પક્ષો એક થાય તો પણ શ્રી નરેન્દ્રભાઈ મોદી સામે ટકકર લઈ શકે તેવા વ્યક્તિત્વને મેદાનમાં ઉતારવાની પણ વૈચારિક કવાયત વચ્ચે એક નામ ઉમેરાયું છે જે છે શ્રીમતી પ્રિયંકા ગાંધી (વાડ્રા) તો શું આ નામ ચાલી શકે ?! એ મુદ્દો ચર્ચામાં છે !!

શ્રીમતી પ્રિયંકા ગાંધીના વ્યક્તિત્વમાં શ્રીમતી ઈ ન્દરા ગાંધીનું વૈચારિક વ્ય ક્તત્વછ, પ્રતિભાયુકત વ્યક્તિત્વ, આક્રમક નેતૃત્વ, રાજકીય શાલીનતા અને સમજ અને નહેરૂ – ગાંધીની રાષ્ટ્ર સમર્પિત પરિવાદ વાળી બહુમુખી પ્રતિભા એ શ્રી નરેન્દ્રભાઈ મોદી સામે વૈચારિક ટકકર આપી શકે તેમ છે !!

અને વિરોધ પક્ષોએ સમાન રાષ્ટ્રીય આદર્શાે અને વૈચારિક એકતા સાથે સમાન એજન્ડા બનાવીને તેને માટે ચૂંટણીરૂપી ધર્મયુદ્ધમાં પુરી તાકાત લગાવી ઉતરે તો ભા.જ.પ.ને જ નહીં શ્રી નરેન્દ્રભાઈ મોદીના વ્ય ક્તત્વને પણ મજબુત ટકકર આપી શકે તેમ છે !! આ માટે હૃદયની એકતા એ એની પુર્વ શરત છે !! લોકશાહી માટે આ અત્યંત અગત્યનું છે વિરોધ પક્ષમુકત ભારત એટલે લોકશાહીમુક્ત ભારત અને સ્વતંત્ર નિષ્પક્ષ અને નિડર ન્યાયતંત્રમુકત ભારત થાય એવું હવે ઘણાંને સમજાઈ રહ્યું છે ?!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.