Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ફેક ન્યુઝ અટકાવવા માટે ૨૦૨૩ સંશોધન નિયમ એ મિડીયા જગતની આઝાદી છીનવી લેનારો

કેન્દ્ર સરકારના ઈન્ફર્મેશન ટેકનોલોજી વિભાગે કથિત ફેક ન્યુઝ અટકાવવા માટે ૨૦૨૩ સંશોધન નિયમ એ અખબારી અને મિડીયા જગતની આઝાદી છીનવી લેનારો હોઈ, ઈન્ડિયન ન્યુઝ પેપર સોસાયટીના (INS) જનરલ સેક્રેટરી મેરીપોલે તે રદ કરી નવા નિયમો બનાવવા માંગણી કરી ?!!

ઈન્ફર્મેશન ટેકનોલોજી વિભાગે ફેક સમાચાર અટકાવવાના નામે પ્રભાવિત પક્ષકારનો અપીલનો હકક કઈ રીતે છીનવી શકે ?! ભરતની સુપ્રિમ કોર્ટે પણ કહ્યું છે કે, સરકાર રાષ્ટ્રીય મુદ્દાના નામે કાયદા હેઠળ મળતા અધિકારોથી કોઈને વંચિત કરી શકે ?!

તસવીર ઈન્ડિયન ન્યુઝ પેપર સોસાયટીની કચેરીની છે !! જયારે બીજી તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે !! જયારે ઈન્સેટ તસ્વીર ઈન્ડિયન ન્યુઝ પેપર સોસાયટીના જનરલ સેક્રેટરી મેરીપોલની છે !! તેમણે ઈન્ફોર્મેશન ટેકનોલોજી સંશોધન નિયમ-૨૦૨૩ ને અખબારી સ્વાતંત્ર્ય અને મિડીયાના મૂળભૂત સ્વાતંત્ર્ય વિરોધી ગણાવીને તે રદ કરવા માંગણી કરી છે !!

આ નિયમ આઈ.ટી. મંત્રાલયને સરકાર સબંધિતન પ્રકાશિત સમાચારોની તપાસ માટે હકીકત એક તપાસ માટે ચેક યુનિટ બનાવીને આ સામાચાર ખોટા ગણવાનો તેમજ તેને હટાવવાનો હુકમ આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે !! આ ૨૦૨૩ નો નિયમ સરકાર કે તેની એજન્સીને ફેક ન્યુઝ ગણવાનો અને તે હટાવવાનો અધિકાર તો આપે છે

સાથે પ્રભાવિત પક્ષકારોને પોતાનો પક્ષ રાખવાની કોઈ યોજના તેમાં સામેલ નથી ?! ફરિયાદી તે જ ન્યાયાધીશ બનાવવાનો આ નિયમ એ લોકશાહી આદર્શ અને કુદરતી ન્યાયના સિધ્ધાંતોનો ખુલ્લેઆમ ભંગ છે !! આવી બાબતમાં અપિલનો અધિકાર કાઢી નંખાયો છે કે શું ?! તેની સરકારે સ્પષ્ટતા કરવી જાેઈએ !!

આ તો અભિવ્યક્તિની આઝાદી પર રોક લગાવવાની અમર્યાદિત સત્તા સરકારના અધિકારીને પ્રાપ્ત થાય છે ?! ઈન્ડિયન ન્યુઝ પેપર સોસાયટીના વડા મેરીપોલે ત્યાં સુધી

આરોપ લગાવ્યો છે કે આઈ.ટી. મંત્રાલયે મિડીયા સંગઠનો સાથે નિયમ બનાવતા પૂર્વે મંત્રણા કરવા જણાવેલું પણ ત્યારે હવે આઈ.એન.એસ.એ. સરકારને નોટીફિકેશન પાછું ખેંચવા અખબારી જગત, મિડીયા જગતની ચિંતાને ધ્યાનમાં રાખી અખબારોની – મિડીયાની આઝાદી છીનાવાઈ ન જાય તે માટે જરૂરી નિયમો બનાવવા અનુરોધ કર્યાે છે !!

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ડી. વાય. ચંદ્રચુડ અને જસ્ટીસ શ્રીમતી હીમાબેન કોહલીની ખંડપીઠે મજબુત લોકશાહી માટે સ્વતંત્ર અને નિડર પ્રેસ મુજબ જરૂરી છે તેવું સરકાર વિરૂધ્ધ મલયાલમ ન્યુઝ ચેનલ મિડીયા વન કેસમાં પ્રસ્થાપિત કર્યુ છે !! સુપ્રિમ કોર્ટે ચૂકાદામાં ત્યાં સુધી કહ્યું છે કે,

સરકાર રાષ્ટ્રીય સુરક્ષાને નામે નાગરિકોને કાયદા હેઠળ મળતા મૂળભૂત અધિકારોથી વંચિત રાખી ન શકે!! સુપ્રિમ કોર્ટે તો ત્યાં સુધી કહ્યું છે કે, રાષ્ટ્રીય સુરક્ષાની દવા હવામાં ન કરી શકાય સાબિત કરવા માટે મજબુત તથ્યો હોવા જરૂરી છે!! ત્યારે હવે કેન્દ્ર સરકારનું આઈ.ટી. મંત્રાલયે જાહેર કરેલા ઈન્ફોર્મેશન ટેકનોલોજી (સંશોધન) નિયમ-૨૦૨૩ એ અખબારોની – મિડીયાની આઝાદી ફેક ન્યુઝ તપાસવાના નિયમના આધારે છીનવી કઈ રીતે શકે ?! આ સવાલ અગત્યનો છે !! – તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા –

અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને કહ્યું છે કે, લડાઈ ચાલુ રહેવી જાેઈએ, એક વાર હારીએ કે હજાર વાર, આઝાદી ગુમાવવી ન જાેઈએ!! જયારે અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલીન રૂઝવેલ્ટે કહ્યું છે કે, માણસ શક્તિ આગળ ઝુકીને ગુલામ નથી બનતા એ લોકોનું માનસ જ ગુલામ હોય છે!! અખબારી સ્વાતંત્ર્ય એ લોકશાહીનો આધારસ્તંભ છે.

અખબારોના મોઢે ડુચા મારીને કોઈ સરકાર વિકાસ કરી શકે ખરી ?! સરકારે ઈન્ફર્મેશન ટેકનોલોજી (સંશોધન) નિયમ-૨૦૨૩ માં ફેરફાર કરીને અખબારી સ્વાતંત્ર્યને કચડી નાંખીને સત્તા મેળવી છે. જેની સામે ઈ ન્ડયન ન્યુઝ પેપર સોસાયટીએ તેનો વિરોધ કર્યાે છે

કારણ કે આઈ.ટી.ના મંત્રાલય સરકાર સબંધિત પ્રકાશિત સમાચારોની માટે જે ફકેટ ચેક યુનિયન બનાવવાનો, તેને ફેક કે ખોટા સમાચાર ગણવાનો તેમજ હટાવવાની સત્તા અપાઈ છે તે અખબારો – મિડીયા પર સેન્સરશીપ લાગુ કરવા જેવું છે એટલું જ નહીં ભારતની સુપ્રિમ કોર્ટે અખબારી સ્વાતંત્ર્ય માટે આપેલા ચૂકાદાઓ વિરૂધ્ધ છે !!

આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers