Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

OMG ! ઉંદરની હત્યાના મામલે ૩૦ પેજની ચાર્જશીટ અને ધરપકડ કરવામાં આવી

ઉંદરની હત્યા કરતા વિચારજો

બદાયુ, ઉંદરની હત્યા કરવા બદલ કોર્ટમાં કેસ ચાલે અને આરોપીની ધરપકડ કરવામાં આવી હોય એવો કિસ્સો તમે કદાચ નહીં સાંભળ્યો હોય. આવો જ એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં ઉંદરની હત્યા કરવા બદલ કોર્ટમાં કેસ ચાલ્યો અને આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. Rat killing: 30-page charge sheet and arrest

ઉંદરને મારવાના કેસમાં 30 પાનાની ચાર્જશીટ દાખલ

એટલું જ નહીં એ જ ઉંદરનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું અને કોર્ટમાં ૩૦ પેજની ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી. જાે કે, આ કેસ હજુ સુધી શરુ થયો નથી, પરંતુ આ કેસ પર સમગ્ર દેશના લોકોની નજર છે. આ વાત નવેમ્બર ૨૦૨૨૨ની છે. ઉત્તર પ્રદેશના બદાયુ વિસ્તારમાં એક શખસને ઉંદર પકડવાના પિંજરામાંથી એક જીવતો ઉંદર મળ્યો હતો.

એ પછી તેણે ઉંદરની પૂછડી પર પ્લાસ્ટિકની દોરી બાંધી અને તેની સાથે એક વજનદાર પથ્થર બાંધ્યો. બાદમાં આ વિકૃત શખ્સ તેને નાળાના પાણીમાં ડૂબાડતો અને પછી બહાર કાઢતો રહ્યો. યોગાનુયોગ જ્યારે આ શખ્સ આ હરકત કરી રહ્યો હતો ત્યારે આ વિસ્તારમાં રહેતા એક પશુ પ્રેમી વીકેન્દ્ર શર્મા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ઉંદર સાથે આવી ક્રૂરતા જાેઈ તેઓએ આ શખ્સને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ તેઓએ આ શખ્સ પાસેથી ઉંદરને છોડાવ્યો તો ખરા પણ ત્યાં સુધીમાં તો તેનું મોત થઈ ચૂક્યું હતું. આ ક્રૂરતાને લઈ વીકેન્દ્ર શર્માએ આ શખ્સ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ તે ઉશ્કેરાઈ ગયો હતો.

તેણે કહ્યું કે, હું પહેલાં પણ આવું કરતો હતો અને ભવિષ્યમાં પણ કરતો રહીશ. આ વાત સાંભળીને વીકેન્દ્ર શર્મા મૃત્યુ પામેલા ઉંદરને લઈને બદાયુ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. તેઓએ પોલીસ સ્ટેશનમાં હાજર કર્મચારીઓને આ મામલે કેસ દાખલ કરવાની વાત કરી. તેમની વાત સાંભળીને પોલીસ સ્ટેશનમાં હાજર કર્મચારીઓ પહેલાં હસવા લાગ્યા. પરંતુ વીકેન્દ્ર કેસ નોંધવવા માટે અડગ રહ્યા. પોલીસકર્મીઓને ગુસ્સો પણ આવ્યો.

પોલીસ કર્મચારીઓએ એવું પણ કહ્યું કે, પોલીસવાળાઓએ હવે ઉંદરની મોતનો ગુનો પણ નોંધવો પડશે. વીકેન્દ્રને પોલીસવાળાઓ સાથે લગભગ ત્રણ કલાક સુધી માથાકૂટ કરવી પડી. પોલીસવાળાઓ પણ માથુ ખંજવાળવા લાગ્યા કે આખરે કરવું શું. એ પછી ઉપરી અધિકારીને ફોન કરીને આખી ઘટના વર્ણવી. એ પછી ૨૪ નવેમ્બરના રોજ ઉંદરના મોત બદલ પોલીસે એફઆરઆઈ દાખલ કરી. FIR દાખલ થયા બાદ વીકેન્દ્રએ એવું કહ્યું કે, ઉંદરનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવે.

આ સાંભળીને તો પહેલાં પોલીસ કર્મચારીઓને પણ ચક્કર આવી ગયા. આખરે હારી કંટાળીને ૨૪ નવેમ્બરની સાંજે એક પોલીસ કોન્સ્ટેબલ સાથે વીકેન્દ્ર મૃત ઉંદરને લઈને બદાયુની પશુ હોસ્પિટલમાં પહોંચ્યા.

હવે ચોંકવાનો વારો હોસ્પિટલમાં હાજર ડૉક્ટરોનો હતો. જ્યારે ડૉક્ટરોને સમગ્ર હકીકત જણાવવામાં આવી તો તેઓએ એવું કહીને વાત ટાળી કે હોસ્પિટલમાં રાત્રે પોસ્ટમોર્ટમ થતું નથી. આ સાંભળીને વીકેન્દ્રએ એવી દલીલ કરી કે બીજા દિવસે સવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવે અને પોતાની કસ્ટડીમાં ઉંદરને રાખવામાં આવી.

આ વાત સાંભળીને ડૉક્ટરોએ બીજી સ્ટોરી સંભળાવી કે અમારી હોસ્પિટલમાં ક્યારેય ઉંદરનું પોસ્ટમોર્ટમ થયુ નથી. અમને ક્યારેય ઉંદર વિશે ભણાવવામાં આવ્યું નથી. જેથી તમે ઉંદરની લાશ બરેલીમાં પશુ ચિકિત્સાલયમાં લઈ જાવ. જાે કે, મામલો બીજા જ્યુરિડિક્શનનો હતો. જેથી વીકેન્દ્રએ ડૉક્ટરોને રેફરલ લેટર આપવાની વાત કરી.

બાદમાં ડૉક્ટરોએ રેફરલ લેટર પણ આપી દીધો. હવે મુશ્કેલી એ હતી કે રાત થઈ ચૂકી હતી. પોસ્ટમોર્ટમ બીજા જ દિવસે થવાનું હતું. તો આખી રાત દરમિયાન ઉંદરની લાશને ક્યાં અને કેવી રીતે રાખવામાં આવે, એ પણ એક પ્રશ્ન હતો.

બદાયુ પશુ ચિકિત્સાલયે લાશ લેવાનો ઈનકાર કર્યો. પોલીસને પણ આ કેસમાં કોઈ અનુભવ નહોતો. બીજી તરફ, વીકેન્દ્રને ડર હતો કે, આ કેસથી પીછો છોડાવવા માટે પોલીસ કર્મચારીઓ ઉંદરની લાશને ક્યાંક ફેંકી પણ શકે છે, કે પછી બિલાડીને તેનો ખોરાક બનાવી શકે છે. એટલા માટે વીકેન્દ્રએ નક્કી કર્યુ કે પોસ્ટમોર્ટમ થાય એ પહેલાં તે ઉંદરની લાશને પોતાની પાસે જ રાખે.

આમ પણ ઉંદરના મોત થયે છથી સાત કલાક થઈ ચૂક્યા હતા. એ પછી વીકેન્દ્ર મૃત ઉંદરને પોતાના ઘરે લઈ જાય છે. ઉંદરને ઘરે લાવ્યા બાદ વીકેન્દ્ર ફ્રીજમાંથી આઈસ ક્યૂબ બહાર કાઢે છે. આ આઈસ ક્યૂબ તે એક ડબ્બામાં રાખે છે અને પછી તેની વચ્ચે ઉંદરને મૂકી દે છે.

બીજા દિવસે એટલે કે ૨૫ નવેમ્બરના રોજ ઉંદરની લાશ લઈને બદાયુથી ૬૦ કિલોમીટર દૂર આવેલા બરેલીના પશુ ચિકિસ્તાલયમાં પહોંચે છે. આમ તો લાશને અહીં પહોંચાડવાની જવાબદારી પોલીસ કર્મચારીની હતી. એટલે વીકેન્દ્ર સાથે એક પોલીસ કર્મચારીને બરેલી જવા માટે કહેવામાં આવ્યું હતું અને એ પણ બાઈક પર.

પોલીસકર્મીઓ પણ બજેટને લીને વીકેન્દ્રને હાથ જાેડે છે. હવે મજબૂરીમાં વીકેન્દ્ર ૧૫૦૦ રુપિયામાં બદાયુથી બરેલી સુધી માટે એક ટેક્સી બુક કરાવે છે. એ પછી એ ટેક્સીમાં પોલીસ કર્મચારી સાથે આઈસબોક્સમાં ઉંદરની લાશ મૂકીને બરેલીના પશુ ચિકિત્સાલયમાં પહોંચે છે. અહીં પહોંચ્યા બાદ વીકેન્દ્ર પોતાના ખિસામાંથી અઢીસો રુપિયાની પાવતી ફડાવે છે. રેફરલ લેટર પણ તેની પાસે હોય છે. એટલે ડૉક્ટરો પણ ઉંદરની લાશ મેળવવા અને પોસ્ટમોર્ટમ માટે તૈયાર થઈ જાય છે.

ચાર પાંચ દિવસો બાદ બરેલુ પશુ ચિકિત્સાલયમાંથી એક બંદ કવરમાં બદાયુ પોલીસ સ્ટેશનને ઉંદરનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, ઉંદરનું મોત પાણીમાં ડૂબવાથી અને શ્વાસ રુંધાવાથી થયું હોવાનું ખૂલ્યું. રિપોર્ટમાં કહેવમાં આવ્યું કે, પાણીમાં ડૂબવાના કારણે ઉંદરના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું અને તેમાં સોજાે પણ હતો.

જેના કારણે તેનું લીવર પણ સંક્રમિત થઈ ગયું હતું. આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બદાયુ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ આરોપી મનોજ કુમાર વિરુદ્ધ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ અને આઈપીસીની કલમ ૪૨૯ હેઠળ ગુનો નોંધ્યો., મનોજની ધરપકડ પણ કરવામાં આવી, પરંતુ ધરપકડની સાથે જ પોલીસ સ્ટેશનમાંથી જ જામીન પણ આપી દેવામાં આવ્યા.

એ પછી પાંચ દિવસ બાદ મનોજ જાતે જ બદાયુ જિલ્લા કોર્ટમાં પહોંચ્યો. કોર્ટે એ જ વખતે તેને આગોતરા જામીન આપ્યા અને છોડી મૂક્યો. એ પછી જાન્યુઆરી ૨૦૨૩માં બદાયુ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીએ હત્યા મામલે ૩૦ પેજની ચાર્જશીટ પણ તૈયાર કરી. જેમાં મુખ્ય આરોપી મનોજ કુમારને બનાવવામાં આવ્યો હતો. જે કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી એ તમામ આરોપો કોર્ટમાં સાબિત પણ થઈ ગયા.

મનોજને પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ૧૦ રુપિયાથી લઈને બે હજાર સુધીનો દંડ અને ત્રણ વર્ષની સજા કે પછી આઈપીસીની કલમ ૪૨૯ હેઠળ પાંચ વર્ષની સજા તથા દંડ બંને થઈ શકે છે. જાે કે, ચાર્જશીટ દાખલ થયે ત્રણ મહિના થઈ ચૂક્યા છે, પરંતુ હજુ સુધી ટ્રાયલ શરુ થઈ નથી. બીજી તરફ, તમામ લોકોની નજર આ કેસ અને ચૂકાદા પર છે, કારણ કે ઉંદરની હત્યાનો દેશમાં આ પહેલો કેસ છે. ત્યારે હવે કોર્ટના ર્નિણયની રાહ જાેવાઈ રહી છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers