Western Times News

Gujarati News

દિવ્યપથ કેમ્પસના 8 વિદ્યાર્થીઓને NASA દ્વારા યોજાનાર વિશ્વ સ્પર્ધામાં સ્થાન અને અમેરિકા જવા નિમંત્રણ 

અવકાશમાં વસવાટ કરવો એ આજના યુગ માટે શક્ય છે અને એ નાસા અને અન્ય દેશો દ્વારા સિદ્ધ કરવામાં આવ્યું છે. નાસા દ્વારા દર વર્ષે વિશ્વકક્ષા એ એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેનું નામ છે નાસા સ્પેસ સેટલમેન્ટ. જેમાં ધોરણ 12 સુધીના વિશ્વમાં તમામ બાળકો આ  સ્પર્ધા ભાગ લઈ શકે છે. Divyapath campus NASA USA

અને દર વર્ષે દિવ્યપથ કેમ્પસના વિદ્યાર્થીઓ દ્વારા  આ સ્પર્ધામાં ભાગ લેવાય છે.આ વર્ષે દિવ્યપથ શાળા દ્વારા ૨૭ બાળકોએ પાંચ પ્રોજેકટ દ્વારા આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાંથી આ વર્ષે ધોરણ નવ ના વિદ્યાર્થીઓ દ્વારા મોકલેલ પ્રોજેકટ નાસા મા  પસંદગી પામેલ છે.

.તીર્થ શાહ, અપૂર્વ ખૂંટ, સત્યમ કુલકર્ણી, દેવર્ષિ પટેલ, ખુશી ઠક્કર, હેનીલ કનોડિયા, ડમાકલે રિયા અને આંશી રાવલ દ્વારા મોકલેલ પ્રોજેકટ “નવપદ” નાસા સ્પેસ સેટલમેન્ટ પ્રોગ્રામ મા પસંદગી પામેલ છે.

“નવપદ” નામ રાખવા  વિશે માહિતી આપતા ટીમ લીડર  સત્યમ કુલકર્ણી જણાવે છે કે   પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે જ્યાં જીવન અસ્તિત્વમાં છે. અંદાજે 40 લાખ પ્રજાતિઓ પૃથ્વી પર મળી આવે છે. માણસને કારણે – પ્રેરિત આફતો અને કુદરતી આફતોમાં પ્રજાતિઓ અને અન્ય જીવોના ભેદની ઉચ્ચ સંભાવનાઓ હોય છે

સજીવો તેથી આગોતરું આયોજન કરી જીવનના ભવિષ્યને સુરક્ષિત કરવાનો શ્રેષ્ઠ માર્ગ શોધે છે  અમે નવી જગ્યામાં નવું જીવન સ્થાયી કરવાનું આયોજન કરી રહ્યા છીએ.  ‘NAVPAD’, સંસ્કૃત શબ્દ છે. તેનો અર્થ થાય છે ‘નવું પગલું’, કે જે આપણા જીવનની નવી શરૂઆત વિશે  છે.

આપણો ગ્રહ સૌરમંડળના વસવાટયોગ્ય ક્ષેત્ર- હેબીટેબલ ઝોન માં સ્થિત છે. ભવિષ્યના જીવન સંબધિત વસવાટ માટે ચોક્ક્સ કઈક આયોજન કરવું જોઈએ. એવી જગ્યાએ જીવન વસવાટ કરવો જોઇએ કે જેમાં પૃથ્વી અને નવી જગ્યા વચ્ચે પુરવઠા સંબધિત સમાધાન જળવાય અને આના સમાધાન રૂપે L4 અને L5 બિંદુઓ લાંબા સમય સુધી સ્થિર ભ્રમણકક્ષા હોઇ અને L5 પોઈન્ટ સેટ અમારા માટે શ્રેષ્ઠ પોઈન્ટ હતો- અમારા અવકાશયાનને ગોઠવવા માટે.

NAVPAD ના માળખાના નિર્માણ માટે, અમે  વિવિધ મોડ્યુલ બનાવ્યા છે.

અને બધા વિભાગો- સ્ટ્રક્ચર   સેન્ટર સાથે જોડાયેલ છે. તેને ટોરી કહી શકાય. ટોરી  જેવું માળખું કહેવાનું કારણ એ છે કે તે બરાબર TORUS જેવું નથી- ટોરી તેની ધારો થી સપાટ હશે.

ટોરી જેવું માળખું જે મુખ્ય વિભાગથી ઘેરાયેલું છે  તે બેરિંગ ની મદદથી સ્પિન થશે. પંખાની જેમ બેરિંગ્સ, કૃત્રિમ ગુરુત્વાકર્ષણ સર્જશે.  કંટ્રોલ રૂમ ગોળાકાર આકારમાં બનાવ્યો છે.  દબાણ અને વાતાવરણના યોગ્ય સંચાલન માટે  સેક્શન માં ઘણા વેન્ટ્સ રાખવામાં આવ્યા છે.

માનવો અને પ્રાણીઓના આશ્રય વિભાગમાં ઉપરના ભાગે કવર-SCREEN રાખવામાં આવ્યું છે કે જેથી દિવસ અને રાત્રિ, હવામાન, ઋતુઓ વગેરે માટે યોગ્ય સંચાલન કરી શકાય. કૃષિ વિભાગો ની ઉપર પારદર્શક ડોમ પર રહેણાંક ની વ્યવસ્થા રાખવામાં આવી છે. રહેણાંક ટોરી, બે ટોરીની વચ્ચે હશે. ઉદ્યોગો માટે અલગ વિભાગો છે

અવકાશયાનમા  સોલાર પેનલ,  છોડ, રોબોટ બનાવવાની વ્યવસ્થા, ખોરાક , કપડા માટેના પ્લાન્ટ,વાહન બનાવવાના પ્લાન્ટ, વગેરે ની વ્યવસ્થા કરેલ છે

આવી  અત્યાધુનિક ટેકનોલોજી નો ઉપયોગ થકી પૃથ્વી ની બહાર માનવજીવન ના વસવાટ સંબધી પ્રોજેક્ટનું નિર્માણ દિવ્યપથ કેમ્પસ ના વિધાર્થીઓ દ્રારા  કરવામા આવ્યુ છે.અને આ માટે ઇસરોના વૈજ્ઞાનિક શ્રી પરીમલભાઈ ગોવાણી છેલ્લા પાંચ મહિનાથી દર શનિવારે શાળામાં આવી બાળકોને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા હતા.અને અન્ય PRL ના વૈજ્ઞાનિક ડો. વિશાલ જોશી અને ઈસરો ના વૈજ્ઞાનિક શ્રી સુખજીતસિંહ ગિલ બન્ને એ પણ બાળકોને માર્ગદર્શન આપ્યું હતું.

નાસા દ્વારા આ પ્રોજેકટ ની પસંદગી થવાથી દિવ્યપથ કેમ્પસના આ આઠ વિદ્યાર્થીઓને નાસા દ્વારા આયોજિત ઇવેન્ટ મા ટેકસાસ, અમેરિકા જવાનો એક અનોખો અવસર પ્રાપ્ત થયો છે.જે શાળા માટે અને ગુજરાત રાજ્ય તથા ભારત દેશ માટે ગૌરવ લેવા જેવી બાબત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.