Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પહેલ ફાઉન્ડેશન દ્વારા મહિલા પોલીસકર્મીઓ માટે મુવિંગ ટોયલેટ તૈયાર કરવામાં આવ્યું

ગૃહ રાજ્યમંત્રીએ અમદાવાદના નરોડા ખાતે મહિલા પોલીસ માટે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત શરૂ કરવામાં આવેલા નવા “ખાખી ડીગ્નિટી” પ્રોજેક્ટની મુલાકાત લીધી

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન ખાતે  મહિલા પોલીસ માટે શરૂ કરવામાં આવેલા નવા “ખાખી ડીગ્નિટી” પ્રોજેક્ટની પણ મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. મહિલા પોલીસ માટે ઇન્ડિયન વુમન નેટવર્ક અને પહેલ ફાઉન્ડેશન દ્વારા ખાસ મહિલા પોલીસકર્મીઓ માટે એક મુવિંગ ટોયલેટ તૈયાર કરવામાં આવ્યું છે.

આ અવસરે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે, આગામી રથયાત્રામાં શહેરમાં બંદોબસ્ત માટે આવતી મહિલા પોલીસ કર્મચારીઓ અને મહિલા પોલીસ અધિકારીઓને આ સુવિધાનો લાભ મળે તે હેતુથી પાયલોટ પ્રોજેકટ શરૂ કર્યો છે એટલું  જ નહીં વધુ 50 જેટલા મુવિંગ ટોયલેટ મૂકવામાં આવશે.

અત્રે ઉલ્લખનીય છે કે, આ ટોયલેટની વિશેષતા એ છે કે તેમાં બાયો ડિઝાસ્ટર ટેન્ક કનેક્ટેડ હોવાથી તેમાં ઉત્પન્ન થતો તમામ કચરો બાયોગેસ પ્લાન્ટ કે ખાતર માટે ઉપયોગ કરી શકાય છે.

આ અવસરે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નરોડા પોલીસ સ્ટેશનમાં બાળકો માટે તૈયાર કરવામાં આવેલા ચિલ્ડ્રન રૂમની પણ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી, સર્વે ધારાસભ્યશ્રીઓ, પોલીસ કમિશનરશ્રી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers