Western Times News

Gujarati News

ડેડબોડી વાન માટેના ફાયર બ્રિગેડને અડધાથી પણ વધુ કોલ મળ્યા

પ્રતિકાત્મક

વર્ષ ૨૦૨૨-૨૩માં ફાયર બ્રિગેડ વિભાગને ડેડબોડી વાનના ૨૫,૦૩૧ કોલ મળ્યાઃ એમ્બ્યુલન્સ માટે ૧૬,૧૮૭ કોલ, જ્યારે આગ લાગી હોવાના ૨,૨૪૫ કોલ નોંધાયા

અમદાવાદ, ૬૫ લાખથી વધુ અમદાવાદીઓના જાનમાલની સુરક્ષા સાથે મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ વિભાગ સીધી રીતે સંકળાયેલો છે. આ મ્યુનિ.કોર્પાે.ની આવશ્યક સેવા હોઈ ૨૪ કલાક આગ, અકસ્માત, બચાવ વગેરે માટે ખડેપગે ફરજ બજાવે છે. The fire brigade received more than half the calls for dead body vans

ફાયર બ્રિગેડના જાંબાઝ જવાનો આફતમાં મુકાયેલાં પશુ-પક્ષીઓને તો સલામત રીતે બહાર કાઢીને નવું જીવન આપે જ છે, ઉપરાંત શહેરીજનોને અવલ મંજિલે એટલે કે સ્મશાન તેમજ કબ્રસ્તાન પહોંચાડવા માટે ડેડબોડી વાનની સેવા ટોકનદરે પૂરી પાડે છે. ફાયર બ્રિગેડ માટેના આ સૌથી મહત્ત્વપૂર્ણ પાસાની રસપ્રદ બાજુ એ છે કે સમગ્ર વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ફાયર બ્રિગેડને મળેલા કુલ કોલ પૈકી અડધોડધ કાલે પક્ત ડેડબોડી વાન માટે તંત્રને ચોપડે નોંધાયા છે.

મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન બજાવાયેલી વિવિધલક્ષી ફરજાેને લગતો સત્તાવાર રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે નાગરિકોને આકસ્મિક આગની ઘટનામાં તત્કાળ દોડીને તેમના મહામૂલા જીવનની રક્ષા કરવામાં આગળ પડતો ભાગ ભજવનાર ફાયર બ્રિગેડ વિભાગ ડેડબોડી વાનની સેવા આપવામાં અવલ નંબરે છે. ફાયર બ્રિગેડ દ્વારા સાવ ટોકન ભાડામાં ડેડબોડી વાનની સુવિધા પૂરી પડાઈ હોઈ વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન તેને લગતા સૌથી વધુ ૨૫,૦૩૧ કોલ તંત્રને મળ્યા છે.

ત્યારબાદ એમ્બ્યુલન્સ વાન મંગાવવાની માંગણીને લગતા કુલ ૧૬,૧૮૭ કોલ તંત્રને મળ્યા છે. અન્ય વિગતો તપાસતાં ૪૬૨૭ બચાવ કોલ, ૨૨૪૫ અંગાર (ફાયર) કોલ અને ૧૪૩૫ બંદોબસ્તના કોલ મળીને કુલ ૪૯,૫૨૫ કોલથી ફાયર બ્રિગેડનો કંટ્રોલરૂમ ૨૪ કલાક રણકતો રહ્યો છે.

ફાયર બ્રિગેના વડા જયેશ ખડિયા કહે છે, તંત્રને સૌથી વધુ ડેડબોડી વાનના કોલ મળ્યા છે, કેમ કે તંત્ર દ્વારા રિવરફ્રન્ટમાંથી મળેલી લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવા જેવી બાબતોમાં પણ ડેડબોડી વાન ફાળવાય છે. મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ પાસે નાની-મોટી મળીને કુલ ૨૪ ડેડબોડી વાન છે, જેમાં ચાર મોટી અને ૨૦ નાની ડેડબોડી વાન છે.

મોટી ડેડબોડી વાન લઘુમતી સમાજના જનાજા માટે ઉપયોગી બને છે. તંત્ર દ્વારા નાગરિકો માટે ૧૦૧ અને ૧૦૨ એમ બે ટોલ-ફ્રી નંબર સેવામાં મુકાયા છે, જે પૈકી આગ, બચાવ વગેરેમાં મદદ માટે લોકો ટોલ-ફ્રી નંબર ૧૦૧નો ઉપયોગ કરી શકે છે, જ્યારે ડેડબોડી વાન મંગાવવા કે એમ્બ્યુલન્સ માટે ૧૦૨ નંબર ડાયલ કરવો પડે છે

તેમ મ્યુનિ.ફાયર બ્રિગેડના પાલડી ખાતેના કંટ્રોલરૂમના કીપિંગચાર્જ અધિકારી યુસુફ ખાન પઠાણ જણાવે છે. નાગરિકો ફાયર બ્રિગેડની મદદ મેળવવા બીએસએનએલના ફોન નં.૨૨૧૪૮૪૬૬-૬૭-૬૮-૬૯નો ઉપયોગ કરી શકે છે, જેની કંટ્રોલરૂમના બોર્ડમાં ચાર લાઈન છે,

જ્યારે ટોલ-ફ્રી નંબર ૧૦૧ અને ૧૦૨ પર બે-બે ઓપરેટર મળીને કુલ ચાર ઓપરેટર ફરજ બજાવે છે. છેલ્લાં ત્રણ વર્ષથી પાલડીના કંટ્રોલ સેન્ટર ખાતે આ કામગીરી કરાઈ રહી છે. ડેડબોડી વાન મેળવવા માટે પહેલા કલાકના માત્ર રૂ.૫૦ જે તે નાગિરકે ચૂકવવા પડે છે, જ્યારે પ્રત્યેક વધારાના કલાક માટેનો ચાર્જ રૂ.૧૦૦ હોય છે. લોકો ડેડબોડી વાનના ડ્રાઈવર પાસેથી સત્તાવાર રીતે પહોંચ માંગી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.