ઘણા મહિનાઓ બાદ ફરી દેશમાં કોવિડના ૧૦ હજારથી વધુ કેસ

નવી દિલ્હી, બીજી-ત્રીજી લહેર બાદ દેશભરમાં કોરોનાના કેસ ઝડપી વધી રહ્યા છે. ઘણા મહિનાઓ બાદ ફરી એકવાર દેશમાં કોવિડના ૧૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. જે બાદ દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને ૬૩,૫૬૨ થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશમાં કોવિડના કેસ ઝડપથી વધી રહ્યા છે, પરંતુ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આ કેસોમાં વધારો થવાનો દર ખૂબ જ ઝડપી છે. દિલ્હીમાં એક જ દિવસમાં ૭૩૮ થી વધુ કેસ નોંધાયા છે.
જેના કારણે દિલ્હીમાં એક્ટીવ કેસની કુલ સંખ્યા વધીને ૫૭૧૪ થઈ ગઈ છે. દિલ્હી બાદ દેશભરમાં કોવિડના કુલ કેસ વધીને ૩૧૫ થઈ ગયા છે. તેથી ત્યાં એક્ટિવ કેસની કુલ સંખ્યા વધીને ૪૦૦૮ થઈ ગઈ છે. કોવિડ આટલી ચિંતાજનક રીતે વધી રહ્યો છે ત્યારે સરકાર અને આરોગ્ય વિભાગ દોડતુ થઇ ગયું છે.
કોવિડ ૧૯ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય નિષ્ણાતોએ લોકોને મોટી માત્રામાં કોવિડ રસીકરણ કરાવવાની અપીલ કરી છે. બીજી તરફ, કેન્દ્ર સરકારના નિષ્ણાતો કહે છે કે તેઓ કોવિડના કેસ પર નજર રાખી રહ્યા છે, તેઓ કહે છે કે કોઈપણ રાજ્યમાં પરિસ્થિતિ અનિયંત્રિત થવાની સંભાવના પર તેઓ રાજ્ય સરકાર સાથે મળીને કામ કરશે.
SOP અને કોવિડ કેસ તેને વધતા અટકાવશે. મહારાષ્ટ્રમાં મંગળવારે કોવિડ-૧૯ના કુલ ૯૪૯ નવા કેસ નોંધાયા હતા જ્યારે કોરોનાના કારણે વધુ છ લોકોના મોત થયા હતા. વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે નવા કેસો બાદ રાજ્યમાં દર્દીઓની કુલ સંખ્યા વધીને ૮૧,૫૭,૨૯૩ થઈ ગઈ છે, જ્યારે મૃતકોની કુલ સંખ્યા વધીને ૧,૪૮,૪૮૫ થઈ ગઈ છે.SS1MS